________________
LES
F
S
_F
_F
$
– મુક્તિબીજ ' કહે છે કે જીવની પ્રકૃતિની, સંસ્કારની પાત્રતાની કે ભૂમિકાની વિવિધતાને કારણે *િ || તથા ચાર અનુયોગના કથનના આધારે સમકિતના પણ અલગ અલગ વિધાનો
પ્રરૂપ્યા છે. વાસ્તવમાં તો આત્માની સંસાર પ્રત્યે હેયતા અને મોક્ષ પ્રત્યે ઉપાદેયના વિવેકથી જન્મતા શુદ્ધ પરિણામ તે મુખ્ય સાધન છે. પરંતુ રાજયના * | ધોરીમાર્ગે જવા જેમ વચગાળાના નાના મોટા માર્ગે વટાવવા પડે છે તેમ મોક્ષના | ધોરીમાર્ગે જવા માટે પાત્રતા પ્રમાણે વચગાળાના સાધનો કે નિમિત્તની ઉપાસના
કરવાની આવશ્યકતા રહે છે. જીવ જેમ જેમ આગળની ભૂમિકામાં પ્રવેશ કરે, તેમ 8િ | બાહ્ય સાધનોની ગૌણતા થતી જાય છે. તે બાહ્ય સાધનોથી કાર્ય તો આત્મવિશુદ્ધિનું કરવાનું હતું. આત્મ શુદ્ધિના સામર્થ્યની વૃદ્ધિ થવાથી સાધકને | બાહ્ય સાધનોની ગણના થાય છે. મુનિપણે અંતરંગના સામર્થ્યથી શ્રેણિએ આરૂઢ | થઈ સ્વયં સિદ્ધ બુદ્ધ થાય છે
વ્યવહારના શિક્ષણમાં પણ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી કમવાર ! ધોરણનાં અભ્યાસ કરતો હોય છે. કોઈની બુદ્ધિપ્રતિભા વિશેષ હોય તો કદાચ બે
ધોરણ સાથે કરે તો પણ તે ક્રમમાં જ હોય છે. માનવનીવયવૃદ્ધિ પણ ક્રમમાં હોય કરે છએ. ૫૦, ૫૧, પર વગેરે. તે કમનું ઉલ્લંઘન કરી શકાતું નથી. માળાના મણકા
ક્રમમાં ફરે છે, મણ કાનું ઉલ્લંઘન થતું નથી. આવા ઘણા પ્રકારોથી આપણે કમને ક જાણીએ છીએ. - પરમાર્થ માર્ગ નિશ્ચયધર્મવાળો છે, છતાં તેની સાધના શુદ્ધ વ્યવહાર ધર્મની
અપેક્ષા રાખે છે. એ વાત સાચી છે કે જીવ ધર્મમાર્ગમાં નિશ્ચય દૃષ્ટિને લક્ષ્યમાં ન લઈને બાહ્ય અવલંબનને કે વ્યવહારને સ્વીકારે તો જિનવર, પ્રણિત માર્ગની પ્રાપ્તિ થાય છે.
નિશ્ચય-દૃષ્ટિ અર્થાત્ નિશ્ચયનય એમ સૂચવે છે કે આત્મસ્વરૂપ આત્મજ્ઞાન ખા વડે અંતર્મુખ થવાથી પ્રગટ થાય છે. તેમાં નિમિત્ત અને ઉપાદાન અથવા છે
કારક આત્મામાં પરિણમે છે. અર્થાત્ શુદ્ધ ઉપયોગ વડે સૌ જીવો મુક્તિ પામ્યા છે, પામે છે, અને પામશે. બાહ્ય નિમિત્ત કે વસ્વહાર ધર્મની જરૂર નથી. હવે જો
માત્ર એમજ માનીયે તો તીર્થપતિનો તીર્થપ્રવર્તનને અર્થ રહેતો નથી. અથવા * મંદિરો, શાસ્ત્રો કે ઉપદેશક કે ઉપદેશનો પણ અર્થ રહેતો નથી. ધર્મસભાઓ
ચર્ચાઓ ભક્તિ, જ્ઞાન શિબિરો જેવા કર્તવ્યોની પણ જરૂર રહેતી નથી. જીવ માને '| કે હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. તેમાં બહારના નિમિત્તોની આવશ્યક્તા નથી.
$
$
$
$
$
F
$
$
5
૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org