SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ _ક | બ ૯ H ૯ G E મુક્તિબીજ ઉપર કહેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા નહીં કરવાથી કોઈ પણ જાતના || લાભો થતા નથી, કારણ કે મિથ્યાત્વ વર્તતું હોવાથી વિપરીત શ્રદ્ધા હોવા છતાં ૪ અનભિનિવેશ (અનાગ્રહપણું આ આ પ્રમાણે જ છે એવો જો આગ્રહ ન હોય તો કોઈક વખત તે સમ્યકત્વનું કારણ પણ થાય. પરંતુ અનભિનિવેશપણું સમ્યકત્વનું નિયમનું કારણ નથી. આ સમ્યકત્વ અતિચાર રહિતપણે પાળવું જોઈએ. તેથી હવે અતિચારો IF જણાવે છે. सम्मत्तस्सइयारा संका कंखा तहेव वितिगिच्छा । परपासंड पसंसा संथवमाईय नायव्वा ॥८६।। આગળ જેનું સ્વરૂપ રહ્યું છે તે સમફત્વના અતિચારો કહે છે તે આ ! L પ્રમાણે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ સંસ્તવ વગેરે જાણવા, મા ! શબ્દથી અનુપબૃહણા, અસ્થિરીકરણ વગેરેનું ગ્રહણ કરવું. જે અતિચરાય તે ” અતિચાર. અતિચાર એટલે અસદનુષ્ઠાન વિશેષ જેઓ વડે સમ્યકત્વને અનિચરાય અથવા વિરાધાય તે અતિચારો. () શંકા વગેરેના સ્વરૂપને કહે છે – संसय करणं संका कंखा अन्नन्न देसण गाहो संतंमि वि वितिगिच्छा सिज्झिज्ज न मे अयं अट्ठो ॥८७॥ સંશય કરવો તે શંકા, અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્માસ્તિકાય વગેરે અત્યંત | | ગહન વિષયોમાં બુદ્ધિની દુર્બળતાથી સારી રીતે ન જાણી શક્યાથી આ પદાર્થ આ પ્રમાણે હશે કે નહીં એવી જે શંકા કરવી, તે શંકા. તે શંકા બે પ્રકારે છે : (૧). F| સર્વશંક. (૨) દેશશંકા. દેશશંકા આ પ્રમાણે છે કે શું આત્મા અસંખ્યાત પ્રદેશ છે ! કે નિષ્પદેશી છે કે નિરવયવી છે. આ પ્રમાણે શંકા કરવી તે દેશશંકા કહેવાય. સર્વશંકામાં આ પ્રમાણે શંકા કરે કે સમસ્ત ધર્માધર્મ વગેરે અસ્તિકાયનો સમુદાય શું આ પ્રમાણે છે કે નહીં આવી શંકા કરે તે સર્વશંકા કહેવાય. | | કાંક્ષા-એટલે બીજા દર્શનોની ઈચ્છા. બૌો વગેરેએ સ્થાપેલા ધર્મોની ઇચ્છા *| કરવી તે કાંક્ષા. સર્વકાંક્ષા, અને દેશકાંક્ષા એમ બે પ્રકારની કાંક્ષા છે. કોઈ પણ ખ| એક બૌદ્ધ વગેરે ધર્મને ઇચ્છે. તે આ પ્રમાણે, મનનો યે તો આ (બૌદ્ધ) | ધર્મમાં કહ્યો જ છે; અને એ જ ધર્મ, મુક્તિનું પરમ કારણ છે. આથી આ જ ! « « _F_F_F « « ૯ ૯ ૯ ૯ ૧૩ર | બ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy