SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ F | | B E B F $ $ F $ F $ $ F $ $ મુક્તિબીજ શ્રાવકનો વિશેષ ધર્મ વિશેષધર્મનું મૂળ સમવ છે. સમ્યકત્વવાન આત્મામાં સ્વભાવરૂપ ધર્મ | ધારણ થાય છે. સમગ્દર્શન ગુણ પ્રગટ થયો હોય તેવા આત્માએ જ અણુવ્રતો, ગુણવતો, કે | શિલાવતો ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા વિના ગ્રહણ કરેલા વ્રતાદિનું સાચું પરિણામ (કર્મય) મળતું નથી. રણ જેવી ઉખરભૂમિમાં વાવેલાં બીજ ઉગતા નથી તેમ મિથ્યાત્વવાસિત જીવે સ્વીકારેલા વ્રતમાં મોક્ષને પ્રયોજનભૂત પરિણામ આવતું નથી. પ્રલયકાળના અગ્નિ વડે ફળોથી નમી પડતા વૃક્ષો ભસ્મીભૂત થાય છે, તેમ મિથ્યાત્વરૂપી અગ્નિ વડે સર્વ પવિત્ર સંયમ- નિયમો પણ નાશ પામે છે. અર્થાત્ તેવાં વ્રતો શુભ પરિણામરૂપ હોય તો પણ પુણ્યબંધને કારણે સંસારના ખા ફળને આપે છે, મોક્ષફળને આપનારા નથી. આ મત નિશ્ચયનયની દૃષ્ટિથી છે. | વ્યવહારનયથી અભ્યાસ માટે મિથ્યાત્વી કે અવિરતિવાળાએ વ્રત, નિયમ કરવાથી પાત્રતા કેળવાય છે. જીવ માત્ર એમજ વિચાર કરે કે સમ્યકત્વની પ્રાપ્તિ વગર વતાદિ સાચાં ન હોય અને કર્મક્ષય ન થાય, પણ સંસારવૃદ્ધિ થાય, તો પછી તે કરવાની કંઈ આવશ્યકતા નથી. વાસ્તિવકપણે આ વિચારમાં પ્રમાદનું સેવન થવાનો સંભવ છે. સમ્યકત્વની | પ્રાપ્તિ પહેલાં જીવે વ્રતાદિ કરવાનો અભ્યાસ રાખવાથી પાત્રતા કેળવાય છે. કષાયની મંદતા થાય. વિષયોની આસકિત છૂટે, તેથી કંઈક ભૂમિકા તૈયાર થાય છે. | ખેડૂત બી રોપતાં પહેલાં ભૂમિને ખેડીને તૈયાર કરે છે, ત્યારે વાવેલું બી યોગ્ય કાળે કળે છે. તેમ પાત્રતા થવાથી અકાળે સમ્યકત્વ પ્રગટ થાય છે. સમ્યકત્વ શું છે? શ્રી જિનેશ્વરદેવોએ નિરૂપણ કરેલા જીવ-અજીવાદિ તત્ત્વોના અર્થમાં ૪ _ અજ્ઞાન, સંશય કે મિથ્યાજ્ઞાનાદિથી રહિત “આત્માની નિર્મળ રુચિને સમ્યકત્વ * કહેલું છે.” આ સમ્યકત્વ પ્રગટ થવું તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. સમ્યકત્વથી 8 માંડીને પાંચમા ગુણસ્થાનકના અંત સુધી ઉત્તરોઉત્તર જે ગુણો આત્મામાં પ્રગટ તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. $ $ H $ G $ F $ E $ F $ F_F $ %) [ ૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy