SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ 1 음 음 마음 용 음 이요 마음 마음 요 મુક્તિબીજ ૨. અવંચક ક્રિયાવાળો = મન, વચન અને કાયાથી અન્યને ઠગવાના ઉદ્દેશથી કે દેખાવ માટે ખોટી પ્રવૃત્તિ નહિ કરવાવાળો. ૩. ભાવિ અપાય કથક = ભવિષ્યમાં પાપથી પડનારા દુઃખોને કહેનારો. જુગાર આદિ પાપકર્યોથી કેવાં દુઃખો પડશે તે કહીને જીવોને પાપપંથથી પાછો વાળનારો. ૪. નિષ્કપટ મૈત્રીવાળો : નિ:સ્વાર્થ મૈત્રી રાખનારો. યોગ્ય જીવોની સાથે નિ:સ્વાર્થ મૈત્રી રાખનારો, ધર્મ-માર્ગમાં પ્રવૃત્ત | | કરવાવાળો, ભાવ શ્રાવકનો બાહ્યાચાર પણ શુદ્ધ હોય છે. | | ૫. ગુરુસુશ્રુષક : ગુરુસેવાકારી આ લક્ષણનાં ચાર પ્રકારો છે. ૧. સેવાકારી = ગુરુની જ્ઞાનાદિ આરાધનામાં વિઘ્ન ન થાય તેમ તેમની અનુકૂળતા જોઈ સેવા કરનાર. સેવાકારક = ગુરુના ઉપદેશ અને ઉપકારાદિ ગુણોનું બહુમાન રાખી અન્ય જીવોને પ્રેરણા આપી તેઓ દ્વારા ગુરુની સેવા કરાવવાવાળો. ૩. ઔષધાદિ મેળવી આપનારો = અન્યને પ્રેરણા આપી ગુરુને ! ઔષધાદિ જરૂરિયાતો મેળવી આપનારો. - ૪. ઇચ્છાને અનુસરનારો : ગુરુની ઇચ્છાનુસાર વર્તે. | ૬. પ્રવચનકુશળ = સિદ્ધાંત સમજવામાં કુશળ. તેના છ લક્ષણ છે. ૧. સૂત્રકુશળ = જે કાળે જે ઉચિત હોય તેવા મૂળ સૂત્રને ગુરુગમે ભણનારો | ૨. અર્થકુશળ = ગુજ્ઞમે અર્થનો જાણનારો. ૩. ઉત્સર્ગ અપવાદ કુશળ = ઉત્સર્ગ = સર્વ સામાન્ય મુખ્ય માર્ગ અને ૪. અપવાદ = તથાવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી કારણને યોગ કાર્ય કરનારો રે, ૫. ભાવકુશળ = આદરપૂર્વક વિધિરહિત ધર્મ અનુષ્ઠાન કરે, કરાવે અને કરનારનું બહુમાન કરે. વ્યવહારકુશળ = ગીતાર્થ જનોએ દર્શાવેલા દેશકાળ પ્રમાણે ધર્મ વ્યવહારમાં નિપુણ. 요 요 # 마음 이 # 이 # # 요 # 이 매 # # 매 5 | ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy