________________
પૂવરગ
૧૭ દ્રોણાચાર્યના ભાઈસંગ્રામસિંહના પુત્ર એટલે ભીમદેવના માતુલ પક્ષે ભાઈ પ્રસિદ્ધ જૈનાચાર્ય સ્રરાચાર્ય થઈ ગયા. તેમણે પણ પિતાની અભુત વિદ્વત્તાનો પરિચય ભોજરાજને કરાવ્યો હતો. તેમના વિજચની વાત સાંભળી, હષથી રોમાંચિત થયેલ ભોજરાજ કહેવા લાગેઃ મારા બંધુએ ભોજરાજને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે?” પછી ગજરાજ ઉપર પોતાની પાસે શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને રાજાએ સૂરાચાર્યને પ્રવેશ મહેત્સવ કરાવ્યું.૧૮
ભીમદેવને પૂર્વાધિકારી દુર્લભરાજ પણ જિનેશ્વરસૂરિને પ્રશંસક હતા. દુર્લભરાજના તથા ભીમદેવના સમયમાં જેન અને શિવ વિદ્વાનો કેટલા ઉચ્ચાશયી અને પરસ્પર સહિષણુ હતા તેનું એક સુંદર દષ્ટાંત પ્રભાવરિત નોંધે છે. સિદ્ધસેન, હરિભદ્ર અને હેમચંદ્ર–માનવ તરીકે વિશાળ હૃદયના, સૌમ્ય, સર્વધર્મને સત્યશોધકની દષ્ટિએ અવકનારા હતા. તે જ પ્રમાણે અન્ય સંપ્રદાયીઓમાં પણ જેનશ્રમણો પ્રત્યે દ્વેષરહિત દષ્ટિથી જોનારા ઘણું વિદ્વાન હતા. દુર્લભરાજના રાજ્યકાલમાં બે સુવિહિત સાધુઓ–જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણમાં આવ્યા. રાજપુરોહિત સમદેવને ત્યાં તેઓ આવ્યા અને કહેવા લાગ્યા: “વેદ અને જેનાગમનો અર્થ
૧૮. પ્ર. ચ. શ્રીસૂરાચાર્ય પ્રબન્ધ : પાન ૨૬૦, . ૨૫૧-૨૫૨.
श्रीभीमः प्राह तच्छ्रुत्वा पुलकोद्भेदमेदुरः मद्वन्धुना जिते भोजे का मे चिंताऽस्ति तज्जये ॥ स्वसमीपे समारोप्य गजराजवरासने सूराचार्यस्य भूपालः प्रवेशोत्सवमातनोत् ॥
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org