________________
પૂવરંગ ભીમદેવના સમયમાં ગુજરાત-માળવાનું ઘર્ષણ ચાલુ હતુ. ધારાપતિ ભેજ સાથે ભીમને અનેક યુદ્ધો થયાં હોવાં જોઈએ. મેરતુંગ એક પ્રબંધમાં જણાવે છે કે સિંધુ દેશને જીતવામાં ભીમ રોકાયો હતો ત્યારે ભજે કુલચંદ્રને સેનાપતિ બનાવી અણહિલપુર ઉપર વિજય કરવા માટે મોકલ્યો. તેણે અણહિલપુર ભાંગી રાજપ્રાસાદના દ્વાર આગળ કેડીઓ દાટી જયપત્ર લીધું.૧૪ ભેજથી હાર્યા પછી ભીમે તેની સાથે સારા સંબંધ કેળવ્યો. તે સંબંધ કેળવવામાં ડામર-દાદર-નામે ભેજના દરબારમાં રહેતા ભીમને મંત્રી કારણભૂત હતો. ભેજને તેણે ભીમ ઉપર ચઢાઈ કરતાં પોતાની ચતુરાઈથી અટકાવ્યો હતો, એટલું જ નહિ પણ ભેજ તરફથી ભેટ મોકલાવી ગૂર્જરરાજ ભીમદેવને તેણે સમ્માનિત કરાવ્યો હતો. ડામર સારે કવિ પણ હતું. તેનાં સુભાષિતો વલ્લભદેવની સુભાષિતાવલી વગેરે ગ્રંથમાં મળી આવે છે. પ્ર. ચિં. ની એક પ્રતમાં તેને નાગર બ્રાહ્મણ કહ્યો છે. ધારાધીશ મુંજ અને ભેજ વિદ્યાપ્રેમી હતા. તેમની વિદ્વત્તાની અસર પણ ગુજરાત ઉપર થઈ
સોલંકીઓના સમયમાં ગૂજરાતની સંસ્કૃતિ ઉપર જૈનધર્મની અસર વિપુલ પ્રમાણમાં થવા લાગી. વલભી અને ભિન્નમાલનું જૈનગૌરવ અણહિલવાડ રાજધાની બનતાં, અણહિલવાડમાં પણ આવ્યું. “મૂળરાજના સમય પહેલાંના બે ત્રણ સૈકાઓ દરમિયાન ભિલ્લમાલ મારવાડમાં જૈનધર્મને સારે પ્રચાર હતો એમ એ સૈકાઓને જેન-ઈતિહાસ જોતાં જણાય છે.”૧૫ ચામુંડ
૧૪. પ્ર. ચિ. પાન ૩૨. ૧૫. દુર્ગાશંકર શાસ્ત્રી: ગૂજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org