________________
૧૩
પૂર્વ રંગ ભિન્નમાલના પતન પછી ઓસવાલ, પિરવાડ અને શ્રીમાલીઓ અણહિલવાડ તરફ આવ્યા. તેમનાં સાહસિકતા અને શક્તિ, તેમનાં બુદ્ધિ અને ગૌરવ, તેમનાં પ્રતાપ અને તેજસ્વિતાએ ગૂજરાતના મંત્રીપદને શોભાવ્યું. વનરાજના મંત્રી જાંબ અને નિશ્વયથી માંડી વસ્તુપાલ સુધી–ઠેઠ શેઠ શાંતિદાસ સુધી ગૂજરાતને તેમણે શૌર્ય, વીર્ય તથા વિદ્વત્તાથી દીપાવ્યું છે, જૈનપ્રાસાદેના સુંદર સ્થાપત્યથી શણગાર્યું છે અને ચિત્રકલાને વિકસાવી ગૂજરાતને વિશિષ્ટતા આપી છે.
ચાવડાઓના રાજ્યનો વિસ્તાર ઘણો ઘેડ હતે. ગૂજરાતની સંસ્કૃતિને વેગ આપનાર સેલંકીઓ હતા. સોલંકીવંશને આદિ પુરુષ રાજિ ભિન્નમાલની આસપાસના પ્રદેશનો, કન્યકુન્જના પ્રતિહારને સામંત હે જોઈએ; અને ચાવડાઓની સમૃદ્ધિ મેટા ઠાકરેની સમૃદ્ધિથી વધારે નહિ હોય. પ્રબંધકારેના કહેવા પ્રમાણે છેલ્લા ચાવડા રાજા સામંતસિંહે પોતાની બેન લીલાને રાજિ સાથે પરણાવી. તેનાથી તેને મૂલરાજ નામે પુત્ર થયો. મૂલરાજ પ્રતાપી, મહત્વાકાંક્ષી અને પરાક્રમી હતો. ચાવડાઓ પાસેથી તો નાને પ્રદેશ જ તેના હાથમાં આવ્યો હતો. કાન્યકુજ, માળવા, મા ખેટ વગેરે રાજવંશનું વર્ચસ્વ જોઈ મૂળરાજના મનમાં ચક્રવર્તી પદની મહત્ત્વાકાંક્ષા જાગી. અને ચક્રવર્તી પદ કેવળ મુલક જીતવાથી કે મુલકનો વિસ્તાર વધારવાથી જ આવતું નથી. મહત્ત્વાકાંક્ષી રાજાએ સાહિત્ય, સ્થાપત્ય અને એવાં અનેક સાંસ્કારિક અંગો ઉપર પિતાનું લક્ષ દેડાવે છે. દાનથી પિતાના રાજ્યના યોગ્ય જનોને ટેકે આપે છે, પ્રત્યેક સંપ્રદાયને સંતોષે છે, તેમનું આંતરિક ઘર્ષણ શમાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org