SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ હેમસમીક્ષા સૂરિએ લખી છે. આ વિપુલ કથાનકસંભારનો ઉપયોગ હેમચંદ્રાચાર્યું પરિશિષ્ટપર્વ લખવામાં કર્યો છે. છે. યાકેબીએ, પ્ર. લૈંયમનને અનુસરી પરિશિષ્ટપર્વનાં કથાનકેનાં મૂળ પ્રાચીન ગ્રંથોમાંથી વિસ્તારપૂર્વક પૃથક્કરણ કરીને બતાવ્યાં છે." કેટલીક વાર તે આચાર્યશ્રીએ કરેલા વસ્તુવિસ્તારની કડીએ કડી જુના મૂળ સાથે યેજી શકાય છે. પ્રો. યાકેબી પરિશિષ્ટપર્વનું સંપૂર્ણ પૃથક્કરણ કર્યા પછી લખે છે: “The preceding table shows at a glance that the substance of Hemacandra's Sthaviravali-carita is almost entirely derived from old sources.”૬ થોડાંક કથાનકનાં મૂળ હજુ માલમ પડ્યાં નથી. કેટલીક બાબતોને કાવ્યની દૃષ્ટિએ હેમચંદ્રાચાર્યે વિસ્તારી છે તથા કલ્પી પણ છે. પરંતુ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે મૂળના કથાનકની વસ્તુની સરણીની કડીએ કડી લેવા છતાંય હેમચંદ્રાચાર્યે તેને કાવ્યમય સ્વરૂપ અને કાવ્યનું માધુર્ય જરૂર આપ્યું છે. શ્લેક રચનાને માટે મૂળની વરતુને અમુક રીતે સુધારવા વધારવાની જરૂર પડે છે. તે પ્રકારના સુધારા વધારા ઉચિત દૃષ્ટિથી હેમચંદ્રાચાર્યો કર્યા છે. નીચે બતાવેલું પૃથક્કરણ તે બતાવી આપશે ? ૫. પરિ, પર્વ. (પ્રો. ચાકેબી): Introduction. P. viii ff. ૬. પરિ. પર્વ (પ્રો. યાકેબી): Introduction P. x. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy