SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ હમસમીક્ષા શ્રી હેમચંદ્રાચાર્યનું અવસાન થયેલું અને હેમચંદ્રાચાર્યના જીવનની એ છેલ્લી વીશીમાં ત્રિ. શ. પુ. ચ., પરિશિષ્ટપર્વ તથા પ્રમાણમીમાંસાની રચના થયેલી. - “ધર્મોપદેશ જ જેનું પ્રધાન ફળ છે” એવી વિશિષ્ટતાવાળું ત્રિ. શ. પુ. ચ.ને વર્ણવવામાં આવ્યું છે. ધર્મગ્રંથ હોવાને લીધે જેનાસિદ્ધાંતની યથાર્થતા અને બીજા સિદ્ધાંતની ઊણપની ચર્ચાઓ ઘણે સ્થળે ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. તે ઉપરાંત ભક્તિરસથી ભરપૂર અને સ્તુત્યાત્મક વિભાગો પણ ગ્રંથમાં અનેક સ્થાને નજરે પડે છે. જે આશયથી વૈદિક સંપ્રદાયમાં પુરાણેની રચના થઈ છે, તે જ ધર્મપષક આશયથી ત્રિ. શ. પુ. ચ. જેવા પુરાણગ્રંથોનું સર્જન જૈનધર્મના પ્રભાવક આચાર્યોએ કરેલું છે. હેમચંદ્રાચાર્ય પૂર્વે દિગંબર અને તાંબર બય ફિરકાના કવિઓએ આ વિષયને સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશમાં છેડ્યો છે. તીર્થંકરનાં છૂટક છૂટક આખ્યાનો પણ અનેક લખાયાં છે. વિક્રમ દશમા સૈકામાં શીલાંકાચાર્યે ચતુર પંચાલનહાપુરુષચરિત લખ્યું હતું. છૂટક ચરિતોમાં હેમાચાર્યના ગુરુ આચાર્યશ્રી દેવચંદ્ર પ્રાકૃતમાં શાંતિનાથનું ચરિત લખ્યું છે. અપભ્રંશમાં દિગંબર કવિઓ જેવા કે, સ્વયંભૂ, પુષ્પદંત, ધવલ વગેરેએ પદ્મચરિત્ર, અને મહાપુરાણ વગેરે ગ્રંથમાં આ વસ્તુને જ આલેખી છે. રવિષેણ અને જિનસેનની સંસ્કૃત કૃતિઓ તથા વિમલનું પઉમરિય વગેરે ગ્રંથે પણ એ પ્રકારના ચરિતગ્રંથે છે. આવશ્યક તથા બીજાં સૂત્રો ઉપરની ચૂર્ણઓ, આવશ્યકસૂત્ર ઉપરની હરિભદ્રસૂરિની ટીકા વગેરેમાં આવેલાં કથાનકે પણ હેમચંદ્રાચાર્ય સમક્ષ હતાં. પુરોગામીઓનાં અનેક લખાણેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy