________________
યોગશાસ્ત્ર
२६३ સમયે પ્રચલિત હઠાગની પ્રણાલિકા વર્ણવી છે; પરંતુ આચાર્યશ્રી પોતે હઠાગની પ્રણાલિકાની તરફેણમાં નથી. પ્રાણાયામ વગેરેની ચર્ચા તેમણે પાંચમાં પ્રકાશથી આરંભી છે. પાંચમા પ્રકાશની વૃત્તિની ઉત્થાનિકામાં તેઓ જણાવે છે.
" अत्रान्तरे परैः प्राणायामः उपदिष्टो " यमनियमासनप्राणायमप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्येति" वचनात् । न च प्राणायामो मुक्तिसाधने ध्याने उपयोगी, असौमनस्यकारित्वात् ॥"१७
આ પ્રમાણે પ્રાણાયામાદિ પ્રક્રિયાઓની ઉપયોગિતા હેમચન્દ્રાચાર્ય સ્વીકારતા નથી. તેમના અભિપ્રાય મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયમ ઉપયોગી નથી કારણું જે તે મનને સૌમ્ય બનાવતા નથી. પોતાના અનુભવથી લખેલા બારમાં પ્રકાશમાં પણ તેઓ જણાવે છે:
रेचकपूरककुंभककरणाभ्यासक्रम विनापि खलु
स्वयमेव नश्यति मरुद् विमनस्के सत्ययस्नेन ॥ १८ “રેચક, પૂરક તથા કુંભક કરવાના અભ્યાસક્રમ વિના પણ અમનતા પ્રાપ્ત થતાં યત્ન વિના પ્રાણ પિતાની મેળેજ કાબુમાં આવી જાય છે.” - બારમા પ્રકાશમાં તેમણે રાજગની જ હિમાયત કરી છે અને ભગવદ્ગીતાનો રણકે બે ત્રણ સ્થળે દૃષ્ટિગોચર થાય છે.૧૯
૧૭. યોગશાસ્ત્ર (આત્માનંદ જૈન સામા આવૃત્તિ) પત્ર. ૩૪૧. પાંચમા પ્રકાશથી આ ગ્રંથને “દિતીચ વિભાગ” આરંભાય છે.
૧૮. ચા. શા. પ્ર. ૧૨. ગ્લા. ૪૫. ૧૯. યો. શા. પ્ર. ૧૨. . ૩૭, “નિર્વાતચાવી ફુવ';
પાંચમા
૨. ગ્લો. ૫.
બ્રિીજ ત્ર';
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org