________________
પ્રમાણમીમાંસા
૨૧૧ ૭. પક્ષપ્રમાણ: “પક્ષ એટલે કે પ્રત્યક્ષપ્રમાણ સિવાયનાં બધાં ય પ્રમાણે. બધાં અવિશદ જ્ઞાનેને સમાવેશ તેમણે પરોક્ષ પ્રમાણમાં કર્યો છે. પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકાર ગણુવવામાં આવ્યા છે : સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ઊહ, અનુમાન, અને આગમ. પૂર્વસંસ્કારનું ઉદ્દબોધન થાય અને “આ તે પદાર્થ ' છે એનું જ્ઞાન થાય તે સ્મૃતિ. પ્રત્યભિજ્ઞાન એટલે પદાર્થની પીછાણ પદાર્થના દર્શન અને સ્મરણથી “આ તે જ પદાર્થ છે–તેના જેવો જ છે, તેનાથી વિલક્ષણ છે કે તેનાથી ઉલટે છે–એ પ્રકારનું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. “ઊહ એટલે વ્યાપ્તિનું જ્ઞાન : દા. ત. જ્યાં જ્યાં ધૂમ છે–ત્યાં ત્યાં અગ્નિ છે. આ પ્રકારનું જ્ઞાન તે ઊહ. ત્યાર પછી અનુમાનની ચર્ચા હાથ ધરવામાં આવી છે. અનુમાન એટલે સાધન મારફતે સાધ્યનું જ્ઞાન તે અનુમાન. અનુમાન બે પ્રકારનાં છે. સ્વાર્થ અને પરાર્થ. આચાર્યશ્રી ત્યાર પછી સ્વાર્થ-અનુમાનનું વિવેચન પ્રથમાધ્યાયના બીજ આહિકની સમાપ્તિ સુધી કરે છે.
૮. પરાથનુમાન અને હેત્વાભાસ : દ્વિતીયાધ્યાયમાં પરાર્થનુમાનનું આચાર્યશ્રી વિવેચન કરે છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન વગેરે પરાર્થાનુમાનના પાંચ અવયોનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રણ હેત્વાભાસ (Fallacies) : અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિકનું વિવેચન કરવામાં આવ્યું છે. ગૌતમનાં ન્યાયસૂત્રમાં બે બીજા હેત્વાભાસો જણાવવામાં આવ્યા છે પ્રકરણસમ અને કાલાતીત; પરંતુ પક્ષદોષમાં કલાતીતનો સમાવેશ થાય છે, અને પ્રકરણસમ સંભવિત નથી, એટલે હેમચંદ્રાચાર્યે હેત્વાભાસની ત્રણની સંખ્યાજ અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org