________________
પ્રમાણમીમાંસા
ર૦૫ ભૂત માને છે. આપણને અમુક પદાર્થ ગ્રહણ કરવાની ઈચ્છા થાય; ત્યારે તે પદાર્થની સ્મૃતિ જાગ્રત થાય અને “મારે જરૂર છે–તે આ પદાર્થ છે” એ પ્રતીતિ થાય છે અને એ પદાર્થને આપણે પછીથી ગ્રહણ કરીએ છીએ. આ જ પ્રમાણે ધારાવાહી જ્ઞાન પણ પ્રમાણભૂતજ છે, પ્રથમ ક્ષણે ઈન્દ્રિયગ્રાહ્ય બનેલ ઘટ ત્રીજી ક્ષણે ગ્રહણ કરીએ ત્યારે એટલે જ પ્રમાણભૂત છે.
આ વિવેચન પછી સૂત્ર. ૫–૭ માં સંશય, અનધ્યવસાય (=પદાર્થને અનિશ્ચય) અને વિપર્યય (=જે ન હોય તે તે વસ્તુમાં દેખવું તે : દા. ત. મેતીઆના રોગને લીધે આકાશમાં એક ચંદ્ર હોય છતાં પણ આપણે બે ચંદ્રને જોઈએ; ઝડપથી જતી હોડીમાંથી કિનારા ઉપરનાં સ્થિર વૃક્ષે તે ચાલતાં જોઈએ. વગેરે) નું વિવેચન કરવામાં આવ્યું છે.
પ્રમાણને નિશ્ચય સ્વતઃ તેમ જ પરતઃ થાય છે. દા. ત. તરસ્યો માણસ પાણી પી પોતાની તૃષા છીપાવે તે સમયે જળને જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ થાય છે. શબ્દપ્રમાણ જેવાં અદષ્ટાર્થને સિદ્ધ કરતાં પ્રમાણ પરતઃ પ્રમાણુ કહેવાય છે.
૩. પ્રમાણવિભાગ : જેનન્યાય પ્રમાણના બે વિભાગ પાડે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. લોકાયતિ પ્રત્યક્ષ વિના બીજા પ્રમાણને માનતા નથી. તેમના અભિપ્રાયનું આચાર્યશ્રી નિરાકરણ
૧૪. પ્રમાણુમીમાંસા. ૧. ૧. ૧૧. વ્યવસ્થા ચાનિષેધાનાં ધેિ: પ્રત્યક્ષેતરમતિઃ અમુક વસ્તુના જ્ઞાનની પ્રમાણતા સિદ્ધ કરતાં સંશય, અનવ્યવસાય, વિપર્યય વગેરે અપ્રમાણભૂત જ્ઞાન દૂર કરવા સ્મૃતિ, અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનની જરૂર પડે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org