________________
દરેક ગ્રંથની વિગત, વિશિષ્ટતા અને વિવેચના કરતુત સમીક્ષામાં શ્રીયુત મોદીએ સંક્ષેપમાં પણ બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. એ સમીક્ષાના વાચનથી વાચકને હેમાચાર્યના સમગ્ર વાડમયને સારગ્રાહી સ્વરૂપાવબોધ ઘણું સરસ રીતે થઈ શકશે. આજ સુધીમાં એતશીય તેમ જ વિદેશીય વિદ્વાનોએ હેમાચાર્યના જુદા જુદા ગ્રંથ વિષે, જુદી જુદી ભાષામાં નાનામેટા અનેક નિબંધ, લેખે વગેરે લખ્યા છે; પણ પ્રસ્તુત સમીક્ષાના લેખકની જેમ સમગ્ર ગ્રંથને, એકધારી શૈલીમાં, એકત્ર પરિચય કરાવવાને કાઈ વિદ્વાને પ્રયત્ન કર્યો ન હતે. અલબત્ત, જર્મન વિદ્વાન ડે. ખુલ્હરે હેમાચાર્યના જીવનને પરિચાયક એક વિશિષ્ટ નિબંધ જર્મન ભાષામાં લખેલે છે, જેનું અંગ્રેજી ભાષાન્તર, મેં સિંધી જૈન ગ્રંથમાળામાં પ્રકટ કરાવ્યું છે. તેમાં એમના ઘણાખરા ગ્રથનું સિંહાલેકન જેવું વિવેચન આપવામાં આવ્યું છે. પણ તેમાં પ્રસ્તુત સમીક્ષાની જેમ દરેક ગ્રંથને પ્રારંભિક પરિચય, વિષયવિભાગ, વસ્તુસંકલન, ગ્રન્થપરિમાણ, ટીકા-ટિપ્પણ અને વિશેષત્વનિરૂપણ આદિ જ્ઞાપક કશેય વિશિષ્ટ વિવરણાત્મક પરિચય આલેખવામાં આવ્યો નથી. એ દૃષ્ટિએ શ્રીયુત મોદીની પ્રસ્તુત હમસમીક્ષા સર્વપ્રથમ કૃતિ છે અને તે ગુજરાતી ભાષા બોલનારા તેમજ સમજનારા જિજ્ઞાસુવર્ગને ઘણી ઉપયોગી થઈ પડશે એ નિઃસંશય છે.
હેમાચાર્યના ગ્રથની આ પુસ્તકમાં કરવામાં આવેલી સમીક્ષા, વિષયપરિચાયક અને તાત્પર્યદર્શક પૂરતી જ છે એ આપણે એના સંદર્ભથી સમજી શકીએ છીએ. આવા સાધારણ કદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org