________________
શિત કર્યો હતો. એની સાથે અનેકાર્થનામમાળાનું પણ મુદ્રણ કરવામાં આવ્યું હતું. આ રીતે લગભગ આજથી ૧૩૫ વર્ષ પહેલાં હેમાચાર્યની કૃતિનું પ્રથમ મુદ્રણ થયું હતું. એ પછી એમની બીજી મહત્વની કૃતિ જે પ્રાકૃત વ્યાકરણ તેનું પ્રથમ પ્રકાશન વિ. સં. ૧૯૨૯ માં મુંબઈના એક મહાબલ કૃષ્ણ નામના મહારાષ્ટ્રીય વિદ્વાને કરેલું. એ દરમિયાન, કેલક, લાસેન, વેબર વગેરે યુરોપીય વિદ્વાનોએ હેમાચાર્યને બીજા પણુ ગ્રન્થને કેટલાક પરિચય મેળવ્યો હતો અને તેમના વિષે નાની-મેટી કેટલીક વગેરે લખી પ્રસિદ્ધ કરી હતી. એ પછી ધીમે ધીમે એમના ગ્રન્થનો વધારે વિસ્તૃત અભ્યાસ થતે ગયા. અંતે આપણું દેશના તેમ જ યુરેપના કેટલાય વિદ્વાનોએ એમના અન્યાન્ય ગ્રન્થને પણ સંશોધિત-સંપાદિત કરી પ્રકાશમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્નના પરિણામે વર્તમાનમાં હેમાચાર્યની પ્રાયઃ બધી ઉપલબ્ધ કૃતિઓ
છે–વત્તે અંશે સંશોધિત-સંપાદિત થઈ મુદ્રિત રૂપમાં પ્રકાશ પામી શકી છે અને તેથી શ્રીયુત મધુસૂદન મેદી જેવા સાક્ષરને પ્રસ્તુત સમીક્ષા જેવા પુસ્તકની રચના કરવામાં ઉચિત સરળતા પ્રાપ્ત થઈ શકી છે.
આ સમીક્ષાના વાચકોને જણાશે કે હેમાચાર્યે કેટલા બધા ભિન્ન વિષયને અને કેવા વિશિષ્ટ અને મહત્ત્વના ગ્રંથની રચના કરી છે. આટલા વિષયેના, આવા સર્વાગ પરિપૂર્ણ ગ્રંથ રચનાર તરીકે આપણને ભાગ્યે જ કોઈ અન્ય શાસ્ત્રકારનું નામ, આપણું પ્રાચીન ઇતિહાસમાં, મળી આવશે. એમના એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org