________________
હેમસમીક્ષા પૂર્ણકલશગણી એ જિનેશ્વરના શિષ્ય હતા.૧૧ વિ. સં. ૧૩૭૧માં તેમણે આ વૃત્તિની યોજના કરી. આ વૃત્તિનું શ્વેકપ્રમાણુ ૪૨૩૦ શ્લેકનું છે. ૧૩ વૃત્તિમાંથી પણ સમકાલીન અનેક સામાજિક સ્થિતિને લગતી બાબતે ઉપર માહિતી પ્રાપ્ત થઈ શકે એમ છે.
પ્રાકૃત કથાશ્રયનું ગુજરાતીમાં ભાષાંતર થવાની ખાસ જરૂર છે.૧૪ સંસ્કૃત દ્વયાશ્રયમહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું હતું. સંસ્કૃત દ્વયાશ્રયનું ભાષાંતર પણ દુષ્પાપ છે, અને એ જૂનું ભાષાંતર પુનરાલોચન કરીને સુધારી વધારી પ્રસિદ્ધ કરવાની જરૂર છે. બંને ય દ્વયાશ્રયનાં ગુજરાતી ભાષાંતર ખરેખર જ ગુજરાતની વિદ્વત્તા માટે સુખાવહ થશે. કેઈ હેમચંદ્રસારસ્વત ઉપર પ્રેમ ધરાવતી સંસ્થાએ આ કાર્ય સત્વર હાથ ઉપર લેવું ઘટે છે.
૧૧. પ્રા. દ્વયા. વૃત્તિ : પુપિકા ઍક ઃ ૧૦: श्रीमज्जिनेश्वरयतीश्वरदत्तदीक्षाशिक्षोऽत्र पूर्णकलशो गणिरल्पबुद्धिः । अन्योपकारिषु पदं परिलब्धुकामो वृत्त्यानया किमपि तत्प्रकटीचकार ॥
૧૨. પ્રા. દ્વયા. વૃત્તિ. પુપિકાશ્લોક : ૧૪: समर्थिता विक्रमराजवर्षे हयान्तरिक्षज्वलनेन्दुसंख्ये । पुष्यार्कशस्यामलफाल्गुनैकादशीतिथौ द्वयाश्रयवृत्तिरेषा ॥ ૧૩. પ્રા. દ્વયા. વૃત્તિ ; પુપિકાટ : લે. ૧૫.
मानं त्रिंशदधिकद्विचत्वारिंशच्छतान्यभूत् ।
प्रत्यक्षरं गणनमामुष्या वृत्तेरनुष्टुभाम् ॥ ૧૪. પ્રા. દ્વયા. નું ભાષાંતર થાય તે તત્કાલીન સામાજિક સ્થિતિ–રાજાની દિનચર્યા ઇત્યાદિ ઉપર સારે પ્રકાશ પડી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org