________________
૧૦૩
સંસ્કૃત દ્વયાશ્રય વૃત્તાંત આવે છે. કુમારપાલે તે યાચનાને સ્વીકારી, વિશેષમાં આજે પિતાની પુત્રી જલ્પણુદેવીને કુમારપાલને આપી. બીજી બાજુએ સેનાપતિ કાકે પણ અવંતિના બલ્લાલને પરાજય કર્યો. - વીસમે સર્ગમાં દ્વયાશ્રયની સમાપ્તિ થાય છે. કસાઈને ઘેર બકરાં વેચવા જતા એક માણસને જોઈ, તે અમારિ-પ્રવર્તન કરે છે. જુઠી પ્રતિજ્ઞા, પરદારગમન અને જંતુહિંસા માટે શિક્ષા ફરમાવે છે. અમારિ-પ્રવર્તનને લીધે લેકને થયેલા નુકશાનના બદલામાં, ત્રણ ત્રણ વર્ષ ચાલે એટલું અન્ન પોતે આપ્યું; દારૂને રિવાજ તેણે બંધ પાળ્યો. બકરાને બદલે હેમમાં જવા વપરાવા લાગ્યા. બીનવારસનું ધન રાજયમાં જ થઈ જતું. પિતાનું ધન જપ્ત થઈ જવાને લીધે, એક સુંદર ધનાઢ્ય સ્ત્રીને તેણે રડતી જોઈ. આથી રાજાએ આવું ધન ન લેવું એવો તેણે કાયદે કર્યો. કેદારપ્રાસાદની મરામત કરાવી. અમાત્ય વાગભટ્ટ મારફતે દેવપત્તનમાં સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યું. દેવપત્તન અને અણહિલ્લપુરમાં પાર્શ્વનાથનાં ચિત્ર બંધાવ્યાં. વળી શિવે સ્વમમાં આવી અણહિલપુરમાં વસવાની ઈચ્છા બતાવી. આથી પાટણમાં કુમારપાલેશ્વર મહાદેવને પ્રાસાદ કરાવ્યું. અને કુમારપાલને સર્વ દે આશિર્વાદ આપે છે. અને કાવ્ય સમાપ્ત થાય છે.
ઉપર આપણે કાવ્યને સાર જે. કાવ્યશાસ્ત્રના નિયમને અનુસરતું એ સંપૂર્ણ મહાકાવ્ય છે. મહાકાવ્યની મર્યાદામાં ચૌલુકયવંશની જીવનગાથા સમાવવા માટે, વંશનાયકેનું ગૌરવ અપ્રતિહત સાચવવા માટે, સિદ્ધરાજ અને કુમારપાલને કે પ્રકારની એબ ન લાગે તે જોવા માટે-હેમચંદ્ર કેટલીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org