________________
સંસ્કૃત દ્વયાશ્રય - આ મહાકાવ્યના સમય (Convention)ના ચોકઠામાં કવિએ નાયકની કારકીદ ગોઠવવાની હોય છે; વળી નાયકને ઉપરની ગાથા : ૮ : માં બતાવ્યા પ્રમાણે ઉદાત્ત ચીતરવાને હેય છે–અને ગાથા : ૧૮ : માં કહ્યા પ્રમાણે પ્રયત્નપૂર્વક અને સારી રીતે નાયકનો અનતે અભ્યદય આલેખવાનો હોય છે. આ મહાકાવ્યના સમયની નિયંત્રણમાં ઈતિહાસ ચુંથાઈ જાય. મનુષ્ય ગુણ તેમજ દષવાળો હોય છે; અને બન્નેયનું અવિતથ આલેખન એ ઈતિહાસને હેતુ હોય છે. દાખલા તરીકે, ચામુંડનું જીવન, જયસિંહના પિતા કર્ણનું જીવન, વળી મૂલરાજને ગાદી મેળવવાનો પ્રસંગ, વગેરે નાયકની ઉદાત્તતાને હાનિ કરનારા પ્રસંગો હોઈ તેનું આલેખન કવિએ ત્યજી દીધું હેય. મહાકાવ્યના નિયંત્રણને અંગે રાજાઓના સમસ્ત જીવનનું આલેખન–અને સમકાલીન સંજોગેની રાજા ઉપર થતી અસર અને રાજાઓના વ્યક્તિત્વથી સમકાલીન સંજોગો ઉપર થતી અસરને રફેટ-મહાકાવ્યમાં બરાબર ન થઈ શકે એ સ્વાભાવિક છે. કવિનું ધ્યેય મહાકાવ્ય છે. બીજે દરજે ચૌલુક્યવંશનું ગુણકીર્તન છે–ઈતિહાસ ખચીત જ નથી. આ કારણથી કાવ્યમાં ઇતિહાસદર્શન આ મર્યાદાઓ ધ્યાનમાં લઈને જ કરવું ઘટે છે.
ઉપર બતાવેલી દ્વટની મહાકાવ્ય સંબંધી ગાથાઓમાં વ્યક્ત થતા મહાકાવ્યના સમયને અનુરૂપ થાશ્રયકાવ્યની રચના છે. પ્રથમ સર્ગમાં અણહિલ્લપુરનું વર્ણન અને નાયકમૂલરાજનું ઉદાત્ત અને ગૌરવયુક્ત આલેખન કરવામાં આવ્યું છે. (સરખા રુટની ગાથા , ૮.) સર્ગ બીજામાં સેરઠને રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org