________________
માતાપુત્ર અને પરસ્પર અવલોકનની મુદ્રાએ તેમનું ધ્યાન કરવાનું સૂચન અત્યંત મહાવભર્યું જણાય છે.
ત્રણે જગતમાં માતાનું પુત્રપ્રતિ અજોડ વાત્સલ્ય અને પુત્રને માતા તરફ અવિહડ પ્રેમ–પરમભક્તિ તે બન્નેની પરાકાષ્ટા બતાવવા માટે જ જાણે આવી મુદ્રાનું ધ્યાન બતાવવામાં આવ્યું હોય એમ લાગે છે
ધાતાના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ અને ગુણ પુરૂષ-પૂજ્ય પુરૂષ પ્રતિ ભક્તિભાવ પ્રમે બહુમાનભાવ પ્રગટાવવા માટે આ સ્થાન પ્રકૃષ્ટ સાધન છે.
જેવા પ્રકારનું ધયેય હોય છે, ધ્યાતા તેના ધ્યાનથી તે સ્વરૂપને જ પામે છે.
પ્રસ્તુતમાં ધ્યેયરૂપે પરમવાત્સલ્યને ધરનારી જગન્માતા સ્વરૂપ તીર્થકરની માતા છે. અને તેમના પ્રતિ અવિહડ ભક્તિ ધરનાર સાક્ષાત્ તીર્થંકર ભગવાન છે. પરસ્પરના અપૂર્વ વાત્સલ્ય અને ભક્તિભાવને અભિવ્યક્ત કરતી આ મુદ્રાના ધ્યાન ન્યાસથી સાધકના હૃદયમાં પણ વાત્સલ્યને ભક્તિગુણનું પ્રગટીકરણ અવશ્ય થાય છે.
૨ માતાની પ્રધાનતા :- “જગતમાં સેંકડે સ્ત્રીઓ સેંકડે પુત્રોને જન્મ આપે છે, પણ તીર્થકર જેવા નિરૂપમ પુત્રરત્નને જન્મ આપનારી બીજી કોઈ (સ્ત્રી) માતા નથી.
ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બધી દિશાઓમાં ઉગે છે. પણ પિતાના જ તેજ કિરણથી આખા વિશ્વને પ્રકાશથી ભરી દેતા સૂર્યને તે પૂર્વ દિશા જ જન્મ આપે છે. બીજી બધી માતાઓ કરતાં તીર્થકર ભગવાનની માતાની પુણ્યરાશિ સર્વાધિક હોય છે.
લૌકિક વ્યવહારમાં ઉપકારની દષ્ટિએ પિતા કરતાં માતાનું સ્થાન માન અધિક અને અગ્રિમ હોય છે. તેમાં પણ તીર્થંકર પરમાત્માની માતાઓનું સ્થાન-માન એથી પણ ઉત્કૃષ્ટ હોય છે. દેવ અને દેવેન્દ્રો પણ જેને નામે છે. તીર્થકરની માતાને શાસકારો “જગત્માતા” કહીને સંબોધે છે. દરેક માતા પિતાના સંતાનની જ માતા કહેવાય છે. જ્યારે તીર્થકરની માતાને “જગત્માતા” કહેવાનું તાત્પર્ય એ છે કે વિશ્વને એવા પુત્રરતનની ભેટ આપે છે કે જે સમગ્ર વિશ્વનું હિત કરે છે. રક્ષણ કરે છે. -૨ શ્રીનાં તાનિ તો જનચત્તિ પુત્રાજ. || ભક્તામર સ્તોત્ર શ્લોક નં. ૨૨ ૧ ૨૪ તીર્થકર ભગવંતેની માતાઓના નામ (૧) મરૂદેવી (૨) વિજયા (૩) સેના (૪) સિદ્ધાર્થી (૫) મંગલા (૬) સુશીમા (૭) પૃથ્વી (૮) લક્ષમણ (૯) રામા (૧૦) નંદા (૧૧) વિષ્ણુ (૧૨) જયા (૧૩) શ્યામા (૧૪) સુયશા (૧૫) સુવ્રતા (૧૬) અચિરા (૧૭) શ્રી (૧૮) દેવી (૧૯) પ્રભાવતી (૨૦) પદ્માવતી (૨૧) વપ્રા (૨૨) શિવા (૨૩) વીમા (૨૪) ત્રિશલા.
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org