________________
તીર્થકર અને ગણધર ભગવતેને પણ રસ્તુત્ય અને નમનીય હોવાથી “શ્રત” એ ઈષ્ટ દેવતા છે.
ધર્મકર્મને સમગ્ર વ્યવહાર વર્ણમાલાના આધારે ચાલે છે. ધર્મની પ્રત્યેક સાધના-જાપ, ધ્યાન, સ્વાધ્યાય, સ્મરણ, સ્તુતિ, તેત્ર. ચિંતન, મનન, અનુપ્રેક્ષા અને ભાવના આદિમાં પણ વર્ણમાલાને જ પ્રયોગ થાય છે.
આ રીતે વર્ણ માતૃકાની મહાનતા, વ્યાપકતા અને પૂજ્યતા હોવાથી ધ્યાન સાધનામાં પણ તેનું આગવું સ્થાન-માન છે.
(૫) ૫૨ માક્ષર અને અક્ષર વલય પછી “નિરક્ષર વલય” નું વિધાન એ સાધકને ચરમ અને પરમધ્યેયરૂપ, નિરક્ષર આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ-પ્રાપ્તિ કરવાનું સૂચન કરે છે.
ધ્યાન અને પરમધ્યાન સિવાયના શેષ બાવીશે પ્રકારના ધ્યાને અન્તર્ભાવ આ વલયમાં કરવામાં આવ્યો છે.
નિરક્ષરવલયમાં મુખ્યતયા વાણી (અક્ષર) અને મનથી અગોચર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે.
અક્ષર વલયમાં કુતજ્ઞાનની અને નિરક્ષરવલયમાં અનુભવજ્ઞાનની પ્રધાનતા છે.
“શૂન્ય” વિગેરે બાવીશ ધ્યાનભેદમાં વાચક અક્ષરના આલંબન દ્વારા તેના વાયમાં એટલે કે નિરક્ષર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની હોય છે. તેથી તે દયાનનું સ્થા પન-નિરક્ષર વલયમાં કર્યું છે. (૬) સકલીકરણ વલય :भूत :- सकलोकरण वलयम्-पृथिव्यपू-तेजा-वाय्वाकाशमण्डल पञ्चकात्मकम्
અર્થ - છઠ્ઠ “સકલીકરણ વલય', પૃથ્વીમંડલ. અપૂમડલ, અગ્નિમંડલ, વાયુમંડલ તથા આકાશમંડલ આ મંડલ સ્વરૂપ છે.
વિવેચન - આ સકલીકરણ વલયમાં પિંડસ્થ દયાનનું સૂચન છે. યોગશાસ્ત્રના હાતમા પ્રકાશમાં બતાવેલી પિંડથથાનની પાંચે ધારણાઓનું સૂચન પણ આ વલયથી થઈ જાય છે.
તેમજ ધ્યાન પૂર્વે કરવામાં આવતી સકલીકરણની પ્રક્રિયામાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચભૂતોના દ્યોતક જુદા જુદા બીજાક્ષરોને શરીરના વિવિધ અંગો પર ન્યાસ કરવામાં આવે છે.
પૃથ્વી આદિ પાંચે તત્ત્વમાં વિષમપણાને નિવારી સમાનતા-સંવાદિતા લાવવા માટે બક્ષિ ૫ ૩૪ સ્વાહા” વિગેરે અક્ષરનું ઉચ્ચારણ કરવા પૂર્વક આરોહ-અવરોહના કામે જાન આદિ સ્થાનમાં સ્પર્શ કરવામાં આવે છે તેને “કલીકરણ” કહે છે.
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org