SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. અને પછી તે દવનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાંત અને નિર્મળ બને છે. મનની પૂર્ણ સ્થિરતા-નિશ્ચલતા થયા પછી નાદનું શ્રવણ થતું નથી, પરંતુ અનાહત-સમતા અને સમાધિ પ્રગટે છે. અગમ અગોચર એવા આત્મતત્વને અનુભવ થાય છે. (૧૩-૧૪) તારા અને પરમતારા તારા :- રચતો વિવાહા વધૂ-વરતારમેન્ટ, भावतः कायोत्सर्ग व्यवस्थितस्य निश्चलादृष्टिः ॥१३॥ પરમતારા - ઘારવાં પ્રતિભાશામિયાના સુપુજાન્યતા 8ા. (૧૩) અર્થ : તારા વિવાહ આદિ પ્રસંગોમાં વધુ અને વરનું જે પરસ્પર તારા મૈત્રક-તારામિલન (આંખની કીકીઓનું મિલન) થાય છે તે દ્રવ્યથી તારા છે. અને કાયોત્સર્ગ માં રહેલા સાધકની જે નિશ્ચલ દષ્ટિ તે ભાવથી “તારા” છે. (૧૪) પરમતારા બારમી પ્રતિમાની જેમ શુષ્ક પુદ્દગલ ઉપર જે અનિમેષ દષ્ટિ સ્થાપવામાં આવે છે, તે “પ૨મતારા” છે. વિવેચન : બિન્દુ અને નાદધ્યાન પછી “તારાને થયેલ નિર્દેશ એ એમ સૂચિત કરે છે કે બિન્દુ અને નાદ થાનના બળે સાધકની દષ્ટિ અત્યંત સ્થિર-નિશ્ચલ બને છે. દ્રવ્યતારા :- લગ્ન આદિ કાર્યોમાં વધૂ-વરની આંખનું પરસ્પર મિલન એ “દ્રવ્ય તારા” છે, એવું તારામિલન-અક્ષીમિલન કર્મ નિર્જરાનું કારણ નથી, પણ...રાગની વૃદ્ધિનું કારણ હોવાથી અશુભ કર્મનું બંધક બને છે. માટે તે ત્યાજ્ય છે. ભાવતાર - કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિત સાધકની દષ્ટિ-આંખની કીકીઓ સ્થાપનાચાર્ય કે નાસિકાના અગ્રભાગ ઉપર અત્યંત સ્થિર હોય છે. તે તારા ધ્યાન કહેવાય છે. અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન વિધિ : - નિશ્ચલ અને દઢ પર્યકાસન કરીને નાસિકાના અગ્રસ્થાને (બિન્દુગ્રથી ઉપર) નેત્રોને સ્થાપિત કરીને, કંઈક ખુલ્લી-અર્ધનિમિલિત નયનવાળા ક૯૫ના જાળથી રહિત મનવાળા, સંસાર પરિભ્રમણને ટાળવા માટે અત્યંત ઉત્સુક બનેલા મુનિ નિશ્ચલ ધ્યાન કરવાનો પ્રારંભ કરે છે. निष्प्रकप विधायाय दृढ पर्यकमासनम् । नासाग्रदत्त सन्नेत्रः किंचिदुन्मिलितेक्षणः ।। विकल्चकवागुराजालादुरोत्सारित्मानसः । સાઇઝનેસ શેરી નો ચાતુમતિ | (ગુણસ્થાન કમારોહ) પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy