________________
(૧૧-૧૨) નાદ અને પરમનાદ - नाद :- द्रव्यते। बुभुक्षातुराणामङगुली स्थगित कर्णानां सुसूत्कारः
__ भावतः स्व शरीरीत्थ एव तूर्य निर्घोष ख-स्वयं श्रूयते ॥११॥ परमनाद :- पृथग् वामान वादिन शब्दा इव विभिन्ना व्यक्ताः श्रूयन्ते ॥१२॥ અથ :
નાદ – ભૂખથી પીડાતા મનુષ્ય કાનમાં આંગળી નાંખીને જે સુસકારો કરે છે તે “ટ્રવ્યથી નાદ” છે. અને પિતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલે જે નિર્દોષ નાર, વાજિંત્રના અવાજની જેમ સ્વયં સંભળાય છે તે “ભાવથી નાદ” છે.
પરમનાદ - જુદા જુદા વાગતાં વાજિંત્રના શબ્દોની જેમ વિભિન્ન અને વ્યક્ત શબ્દો સંભળાય છે તે “પરમનાદ' કહેવાય છે.
વિવેચન - ધ્યાનના અગીયારમા અને બારમા ભેદ તરીકે અહીં નાદ અને પરમનાદને નિર્દેશ છે.
નાદ એ આંતર દવનિરૂપ છે. તેના આલંબન વડે થતું ધ્યાન એ નાદ અને પરમનાર ધ્યાન કહેવાય છે.
નાદ’ નું રહસ્યમય સ્વરૂપ મંત્ર શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. પ્રસ્તુત વિષયનાં સ્પષ્ટીકરણ પૂરતે અહીંયા તેને સાર આપવામાં આવે છે. જેથી નાદ-પરમનાદની પ્રક્રિયા સમજવામાં સરળતા થશે.
દ્રવ્યનાદ - બે વરતુના પરસ્પર ટકરાવવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે તથા વાજિંત્ર વિગેરેને અવાજ પણ “દ્રવ્યનાદ” કહેવાય છે.
ભાવનાદ – બાહા પદાર્થો-વાજિંત્ર વિગેરેના સંયોગ વિના જ મંત્ર કે ધ્યાન વિગેરેની સાધના વખતે હૃદય આદિ સ્થાનમાં સ્વયં ઉત્પન્ન થતો જે મધુર–સૂક્ષમ દવનિ સાધક સ્વયં–એકલે સાંભળી શકે છે તે “ભાવનાદ' અર્થાત્ “અનાહત' નાદ કહેવાય છે.
મંત્ર સાધના કે પદસ્થ ધ્યાનની સાધનામાં “નાદાનુસંધાન” ને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. અનેક અનુભવ જ્ઞાની મહાત્માઓએ નાદાનુસંધાનનું મહત્તવ મુક્ત કંઠે ગાયું છે તેનું એક જ કારણ છે કે તેના દ્વારા નિર્વિકલ્પ દશાની અનુભૂતિ સરળતાથી શીઘ્ર થાય છે.
નાદ વડે મનનો લય થાય છે, તેથી નાદ સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં જવાનો પુત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org