________________
ચોવીસ જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન થતું હોવાથી તે પરમ જ્યોતિ જ ધ્યાન છે.
“લોગ્ગસ સૂત્ર”ની અંતિમ ગાથામાં પરમાત્માના પરમ જ્યોતિર્મયસ્વરૂપનો નિર્દેશ કરીને તે પરમ જ્યોતિ અમારામાં પણ પ્રગટે એવી માંગણી સાધક કરે છે.
૧ અસંખ્ય ચન્દ્રો કરતાં પણ અધિક નિર્મળતર, અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશમય અને અગાધ સાગર જેવા પરમગભીર પરમ તિવાળા અરિહન્ત અને સિદ્ધ ભગવતે ! મને પણ તેવી પરમ જ્યોતિની સિદ્ધિ આપો.”
આ સુત્ર ગણધરકૃત હોવાથી, તે અનંત અર્થ અને ગમયુક્ત છે. તેમાં “પરમતિ”ની પ્રાપ્તિની અનેક કળાઓ-રહસ્ય ગૂઢ રીતે સમાયેલા છે. તેનો ભેદ તે તેવા પ્રકારની ઉંચી ભૂમિકાએ પહોંચેલા મહાયોગી પુરૂષે જ પામી શકે.
જૈન દર્શનમાં બતાવેલી સામાયિકની-ઈટ અનિષ્ટ પ્રસંગોમાં રાગદ્વેષથી પર રહી પૂર્ણ સમતા ભાવમાં ઝીલવાની સાધના વડે ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરવા “લેગસસૂત્રનું ધ્યાન કરનાર મુમુક્ષુ સાધક અવશ્ય “પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે.
પરમ જ્યોતિ” એ સાધ્ય છે. અને તેના પ્રગટીકરણનું સાધન છે. લકમાં ઉદ્યોત કરનારા પરમ તિર્મય શ્રી તીર્થકર ભગવતેનું વંદન સ્મરણ અને ધ્યાન.
જે મેળવવું છે તેનું–તદવાનનું ધ્યાન કરવું જરૂરી છે. એ વિના કેઈ સિદ્ધિ થતી નથી.
પરમતિ આત્માનુભવ રૂપ હોવાથી તે “પ્રાતિજ્ઞાન” સ્વરૂપ છે. દિવસ અને રાત્રિથી જેમ સધ્યા ભિન્ન છે તેમ કેવળજ્ઞાન અને શ્રતજ્ઞાનથી “પ્રાતિજ્ઞાન અનુભવજ્ઞાન” એ ભિન્ન છે.
આ “પરમ જ્યોતિ કેવળજ્ઞાન રૂ૫ સૂર્યને અરુણોદય સમાન છે. તે પ્રગટ થયા પછી થોડા જ સમયમાં અવશ્ય કેવળજ્ઞાન રૂપ સૂર્યનો ઉદય થાય છે.
તીર્થકર ગણધરાદિ ઉત્તમ પદનો મૂળભૂત હેતુ આ રત્નત્રયમયી–પરમ તિ છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને અનેક પ્રકારની બ્ધિઓ પણ તેના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે.
१ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहिय पयासयरा सागर वर गभीरा, सिध्धा सिद्धिं मम दिसन्तु ॥ लोग्गस सुत्र ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org