________________
છે. દોષ નાશ અને ગુણ પ્રાપ્તિને સારો ઉપાય જ એ છે કે જેનાં દોષ નષ્ટ થઈ ગયા છે અને સદગુણે પ્રગટયા છે, તેનાં પ્રતિ પ્રમોદભાવ પ્રગટાવ.
બીજાનાં-ગુણ ઉત્કર્ષ જોઈ પ્રસન્ન થવું એનું નામ પ્રમોદ ભાવના છે. તેમાં યેય તરીકે ગુણાધિકાવ હોય છે. (૩) વિષાક વિષય ધ્યાન અને કરૂણું ભાવના :
જગતના જીવોની દીન-હીન અને દુઃખમય હાલત જોઈ, કમને વિચિત્ર ફળાને વિચાર કરવાથી સાધકના હૃદયમાં દુખી જીવો પ્રતિ કરૂણાની ભાવના ઉત્પન્ન થાય છે.
આત્માને મૂળ સ્વભાવ પૂર્ણ આનંદમય અને અવ્યાબાધ સુખમય હોવા છતાં પૂર્વોપાર્જિત કર્મોનો વિપાકેદય થતાં જીવોને અનેક પ્રકારનાં તાપ–સંતાપ અને ત્રાસ ભોગવવા પડે છે. દુઃખમય ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
મેહનીયાદિ કર્મોના ફળ-વિપાક ભેગવવાનું સ્થાન એનું નામ જ સંસાર છે. એવા સંસારમાં જે કંઈ જી આધિ-વ્યાધિ-ઉપાધિની પીડાથી ઘેરાયેલા છે. તેમની પીડા–વેદના દૂર કરવાની ભાવના સાથે જે પાપ કર્મોના વિપાકે પીડા ઉત્પન્ન થાય છે. તે પાપ કર્મોને પણ નાશ થાઓ, એવી ભાવ કરૂણા સાધકના હૃદયમાં ઉત્પન્ન થાય છે. દુઃખાધિકત્વ એ કરૂણાભાવનાનું ધ્યેય છે. (૪) સંસ્થાનવિચય ધ્યાન અને મધ્યસ્થ :
સંસ્થાન વિચય ધર્મધ્યાનમાં સર્વ લોકનું સ્વરૂપ અને ઉત્પાદ, વ્યયૌવ્ય આદિનું ચિંતન કરવાનું હોય છે. તેના દ્વારા સાધકને જડ-પુદ્ગલ પદાર્થો પ્રતિ અને જીવના દોષ પ્રતિ મધ્યસ્થભાવ ઉત્પન્ન થાય છે. જેથી ચિત્તમાં તે જીવો પ્રતિ પણ મૈત્રીનેહભાવ અખંડ ટકી રહે છે. સમતાભાવની વૃદ્ધિ થાય છે.
ચોથી માધ્યસ્થ ભાવનામાં ચેય તરીકે દોષાધિરૂવ હોવાથી, તેના દ્વારા જીવોના દોષ પ્રત્યે જ માધ્યસ્થ ભાવ કેળવવાને હોય છે. ઉપેક્ષાને પાત્ર દોષી નહીં પણ દોષ છે. પાપી નહીં પણ પાપ છે. જીવ માત્ર તે...મૈત્રી-સ્નેહભાવને જ પાત્ર છે. છ પ્રતિ ઉપેક્ષા કે દ્વેષની લાગણી ધારણ કરવાથી મહા–મેહ-મિથ્યાત્વ કર્મનું સર્જન થાય છે.
આ રીતે ધર્મધ્યાનમાં આજ્ઞા વિચય આદિના ચિંતનમાં જ મૈત્રી આદિ ભાવેનું ચિંતન પણ સમાયેલું છે.
જીવ અનાદિ કાળથી પોતાની ઈચ્છાને અને પોતાના સુખનો જ વિચાર કરતે રહ્યો છે. એને આગ્રહ રાખતો આવ્યો છે. પણ તે વિચાર દુર્થાન છે. તેને શુભમાં પરિવર્તિત કરવા માટે પરમાત્માની આજ્ઞાને અને સર્વ જીના હિતને વિચાર કરવું જરૂરી છે.
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org