________________
પ્રસ્તુતમાં ‘આજ્ઞાવિચય' ધમ ધ્યાનમાં સામાન્યતયા મૈત્રી આદિ ચારે ભાવના વિગેરેને અન્તર્ભાવ થઈ જ ાય છે. છતાં સાધકને ધ્યાન સાધનામાં વધુ સુગમતા રહે એ હેતુથી ભિન્ન-ભિન્ન રીતે ધ્યાનની કક્ષાએ જ્ઞાની પુરૂષ બતાવે છે.
આજ્ઞા વિચયાદિ ચારે પ્રકારના ધ્યાનથી અનુક્રમે મૈત્રી આદિ ચારે ભાવનાઓના પણ વિચાર કરી શકાય છે. તે આ રીતે....
(૧) આજ્ઞાવિક્રય ધ્યાન અને મૈત્રીભાવ
—
જિનેશ્વર પરમાત્માની આજ્ઞાના ચિ'તનમાં સાધક જ્યારે જીવનું સ્વરૂપ વિચારે છે. ત્યારે તેને બધા જીવા સાથે પેાતાને સજાતિય સંબધ છે. તેને સ્પષ્ટ મેધ થાય છે.
પોતાના જીવનું જે ઉપયોગ મહા સ્વરૂપ છે, તે સ્વરૂપ જગતના તમામ જીવેનુ પણ છે. જીવ ચાહે નિગોદ અવસ્થામાં રહ્યો હોય કે સિદ્ધ અવસ્થાને પામ્યા હોય પણ ....તેનું ઉપયાગમય સ્વરૂપ તે....સદા-સદા-સત્ર કાયમ જ રહે છે. તેમજ વ્યક્તિ વિશેષરૂપે બધા જીવા અલગ-અલગ હોવા છતાં દરેક જીવમાં ‘જીવત્વ’ રૂપ એકસરખું છે. આ રીતે બધા જીવાનુ ઉપયોગ લક્ષણ અને જીવત્વ જાતિ એક હોવાથી, પરસ્પર તેમને જાતિપણાના અભિન્ન સબધ છે. તે કારણે જ જીવે એક બીજા જીવા માટે જેવા પ્રકારના શુભ કે અશુભ વૃત્તિ કરે તેવા પ્રકારનુ' શુભ કે અશુભ ફળ તેમને અવશ્ય ભાગવવુ પડે છે.
સબ્વે જીવા ન હતન્ત્રા' કોઈ પણ જીવની હિંસા કરવી નહિ. તેમજ મિત્તી મે સબ્ય ભૂયેસુ' સર્વ જીવા સાથે મારે મૈત્રી છે. એવી અહિંસા અને મૈત્રી ભાવનાનુ સેવન-પાલન કરવાની આજ્ઞા જિનેશ્વર ભગવંતાએ ક્રમાવીછે. મૈત્રી ભાવનામાં ધ્યેયરૂપે જીવત્વ' હેાવાથી, તેમાં સર્વ જીવેાના હિતની ચિંતા કરવા પૂર્વક તેમની સાથે સ્નેહભાવ કેળવવાના હોય છે.
કોઈ જીવ પાપ ન કરો. કોઈ જીવ દુઃખી ન થાઓ. સર્વ જીવા કમ બંધનથી મુક્ત બને. સહુનુ` કલ્યાણ થાઓ. એવી મંગળ ભાવનાઓ દ્વારા જીવમૈત્રીને સાક બનાવી જોઈએ. ઇત્યાદિ...સવ ચિંતન હેાવાથી ‘આજ્ઞાવિચય' ધમ ધ્યાન છે.
(ર) અપાયવિચય ધ્યાન અને પ્રમાદભાવ ——
કષ્ટમય-દુઃખમય સ'સારનુ' સ્વરૂપ વિચારતાં જ્યારે તેના કારણભૂત રાગાદિ દોષોની ભયાનકતા અને પ્રબળતાના ખ્યાલ આવે છે ત્યારે....તેનાથી છૂટકારો મેળવવા માટે જે રાગાઢિ દોષોથી સથા મુક્ત થયા છે, અને જેઓ તેનાથી મુક્ત થવા માટે કટીબદ્ધ બન્યા છે, તે પચપરમેષ્ઠિ પ્રતિ અનન્ય આદરભાવ-પ્રમેાદભાવ ઉત્પન્ન થાય
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org