________________
પદાધિકારીઓ માટે કઠોરદંડની વ્યવસ્થા કરે છે. ત્યારે હિન્દુ પરંપરા આચાર્યો બ્રાહ્મણો આદિ માટે મૃદુદંડની વ્યવસ્થા કરે છે. તેમાં એક સામાન્ય અપરાધ ક૨વા માટે પણ ક્ષુદ્રને કઠોર દંડ અપાય છે. જ્યારે એક બ્રાહ્મણને મૃદુદંડ અપાય છે. બંને પરંપરાનો આદૃષ્ટિભેદ વિશેષરૂપથી દૃષ્ટવ્ય છે. બૃહત્કલ્પભાષ્યની ટીકામાં આ તથ્યને સ્પષ્ટ કરાયું છે કે પદ જેટલું ઉત્તરદાયિત્વપૂર્ણ હોય છે તે પદના ધારકને એટલો જ કઠોર દંડ અપાય છે. દા.ત. ભિક્ષુનીઓ નદી-તળાવના કાંઠે ઉભા રહે, ત્યાં સ્વાધ્યાય આદિ કરવાનો નિષેધ છે. તે નિયમનોન ભંગ કરવાથી સ્થવીરને માત્ર ષટ્ક, ભિક્ષુણીને પદ્ગુરુ પ્રાયશ્ચિત્ત અપાય છે, જ્યારે ગણિનીને છેદ અને પ્રવર્તિનીને મૂલ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. સામાન્ય સાધુની અપેક્ષાએ આચાર્ય દ્વારા એ અપરાધ કરાય તો કઠોર દંડ અપાય છે.
કે
વારંવાર અપરાધ કે દોષસેવન કરવાથી અધિકદંડ : જૈન પરંપરામાં પ્રથમ વખત અપરાધ કરવાની અપેક્ષાએ બીજી ત્રીજી વખત તેજ અપરાધ કરવાથી કઠોર પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા કરાઈ છે. જો કોઈ ભિક્ષુ કે ભિક્ષુણી એક નિયમનું વારંવાર અતિક્રમણ કરે છે તો તે નિયમ કે અતિક્રમણની સંખ્યામાં
જેમ-જેમ વૃદ્ધિ થાય છે તેમ-તેમ પ્રાયશ્ચિત્તની કઠોરતા પણ વધતી જાય છે. જેથી તે અપરાધનું પ્રાયશ્ચિત્ત માસ લઘુથી વધતું - વધતું છેદ તેમજ નવી દીક્ષા સુધી વધી જાય છે.
–
પ્રાયશ્ચિત્ત આપતી વખતે વ્યક્તિની પરિસ્થિતિનો વિચાર ઃ જૈન દંડ કે પ્રાયશ્ચિત્ત વ્યવસ્થામાં આ બાબતમાં પણ પર્યાપ્તરૂપથી વિચાર કરાયો છે કે કઠોર અપરાધ કરનાર વ્યકિત જો રોગી હોય, અતિવૃદ્ધ હોય, વિક્ષિપ્ત ચિત્ત હોય, ઉન્માદ કે ઉપસર્ગથી પીડીત હોય, તેને ભોજનપાણી સુવિધાપૂર્વક ન મળતાં હોય અથવા મુનિજીવનને આવશ્યક સામગ્રીથી રહિત હોય તો એવા ભિક્ષુઓને તત્કાલ સંઘથી બહિષ્કૃત કરવા અથવા બહિષ્કૃત કરીને શુદ્ધિ માટે કઠોર તપ આદિનું પ્રાયશ્ચિત્ત આપવું તે સમુચિત નથી.
આધુનિકદંડ સિદ્ધાંત અને પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા : અમે પ્રારંભમાં જ સ્પષ્ટતા કરી છે કે દંડ અને પ્રાયશ્ચિત્તની અવધારણાઓમાં એક મૌલિક અંતર છે. પ્રાયશ્ચિત્ત અંતઃપ્રેરણાથી સ્વતઃ લેવાય છે જ્યારે દંડ વ્યકિતને બલાત્ આપવો પડે છે માટે આત્મશુદ્ધિતો પ્રાયશ્ચિત્તથી જ શકય છે, દંડથી નહીં. દંડમાં તો પ્રતિશોધ પ્રતિકાર કે અપરાધિક પ્રવૃત્તિના નિરોધનો દૃષ્ટિકોણ જ મુખ્ય હોય છે.
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ
અપરાધીએ બીજાની જે ક્ષતિ કરી છે તેની પરિપૂર્તી કરવી અગર તેનો બદલો લેવો તે જ દંડનો મુખ્ય ઉદ્દેશ્ય છે. "આંખને બદલે આંખ” અને “દાંતના બદલે દાંત” જ આ દંડસિદ્ધાંતની મૂલભૂત અવધારણા છે. આ પ્રકારની દંડ વ્યવસ્થાથી તો સમાજના અન્ય લોકો અપરાધિક પ્રવૃત્તિઓથી ભયભીત થાય છે અને જેણે અપરાધ કર્યો છે તે વ્યકિતનો સુધારો પણ નથી
થતો.
પાશ્ચાત્ય વિચારકોએ દંડના ત્રણ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા છે. (૧) પ્રતિકારાત્મક સિદ્ધાંત (૨) નિરોધાત્મક સિદ્ધાંત (૩) સુધારાત્મક સિદ્ધાંત. પ્રથમ પ્રતિકારત્મક સિદ્ધાંત એમ માનીને ચાલે છે કે દંડ દ્વારા અપરાધની પ્રતિશરત કરાય છે. અર્થાત્
Jain Education International
ન
અપરાધનો બીજો નિરોધાત્મક સિદ્ધાંત મૂલતઃએમ માની આવે છે કે અપરાધીએ અપરાધ કર્યો છે એટલા માટે દંડ નથી અપાતો પરંતુ એટલા માટે અપાય છે કે બીજા લોકો આવો અપરાધ કરવાનું સાહસ ન કરે. દંડનો ઉદ્દેશ સમાજમાં અપરાધિક પ્રવૃત્તિઓને રોકવાનો જ છે. તેમાં નાના અપરાધ માટે કઠોર દંડની વ્યવસ્થા હોય છે. પરંતુ આ સિદ્ધાંત અપરાધ કરવા વાળા ભયભીત કરવા માટેનું સાધન બનાવાય છે. માટે દંડનો આ વ્યકિતને સમાજના બીજા વ્યકિતઓને અપરાધિકપ્રવૃત્તિથી સિદ્ધાંત ન્યાયસંગત નથી કહી શકાતો તેમાં દંડનો પ્રયોગ સાધ્યના રૂપમાં નહીં પરંતુ સાધનનારૂપમાં કરાય છે.
દંડનો ત્રીજો સિદ્ધાંત સુધારાત્મક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત અનુસાર અપરાધી પણ એક જાતનો રોગી છે. માટે તેની
ચિકિત્સા અર્થાત્ તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સિદ્ધાંત અનુસાર દંડનો ઉદ્દેશ વ્યકિતને સુધારવાનો હોવો જોઈએ વસ્તુતઃ કારાગૃહોને સુધારગૃહોનારૂપમાં પરિવર્તિત કરવા જોઈએ જેથી અપરાધીના હૃદયનું પરિવર્તન કરી તેને સભ્ય નાગરિક બનાવી શકાય.
જો આપણે આ સિદ્ધાંતોની તુલના જૈન પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા સાથે કરીએતો એમ કહી શકાય કે જૈન વિચારક પોતાની પ્રાયશ્ચિત્ત કે દંડ વ્યવસ્થામાં પ્રતિકારાત્મક સિદ્ધાંત કે નિરોધાત્મક સિદ્ધાંતને અપનાવતા નથી પરંતુ સુધારાત્મક સિદ્ધાંતથી સહમત થઈને એમ માને છે કે વ્યકિતને સ્વયં જ અપરાધબોધની ભાવના ઉત્પન્ન કરી શકે એવં અપરાધિક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે અનુશાસિત કરી શકાય. તે અમે પણ સ્વીકારે છે કે જ્યાં સુધી વ્યકિતમાં સ્વતઃ અપરાધ પ્રત્યે આત્મગ્લાની ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી તે અપરાધિક પ્રવૃત્તિઓથી વિમુખ નહીં થાય. જો કે આ આત્મગ્લાની કે અપરાધબોધનું તાત્પર્ય એ નથી કે વ્યકિત જીવનભર આવી ભાવનાથી પીડિત રહે, પરંતુ તે અપરાધ કે દોષને દોષના રૂપમાં જુએ અને તે સમજે કે અપરાધ એક સંયોગિક ઘટના છે. અને તેનું પરિશોધન કરી આધ્યાત્મિક
વિકાસના પંથે આગળ વધી શકાય છે.
તપનું સામાન્ય સ્વરૂપ એક મૂલ્યાંકન : તપ શબ્દ અનેક અર્થોમાં ભારતીય આચાર દર્શનમાં પ્રયુકત યો છે. અને જ્યાં સુધી તેની સીમાઓ નિર્ધારિત નથી કરી લેવાતી ત્યાં સુધી તેનું મૂલ્યાંકન કરવું કઠિન છે 'તપ' શબ્દ એક અર્થમાં ત્યાગ ભાવનાને
www.jainelibrary.org
81
For Private & Personal Use Only