________________
છે. (૩) પાક્ષિક - પક્ષના અંતિમ દિવસે અર્થાત્ પૂનમ તથા અમાસના દિવસે સાંજે પંદર દિવસ દરમ્યાન આચરેલા પાપોનો વિચાર ચિંતન કરી તેની આલોચના કરવી તે પાક્ષિક પ્રતિક્રમણ છે. (૪) ચાતુર્માસિક - કાર્તિક પૂર્ણિમા, ફાગણપૂર્ણિમા તથા અષાઢીપૂર્ણિમાના દિવસે સાજે ચાર માસ દરમ્યાન આચરેલા પાપોનું ચિંતન કરી તેની આવલોચના કરવી તે ચાતુર્માસિક પ્રતિક્રમણ છે. (૫)સાંવત્સરિક – પ્રત્યેક વર્ષમાં સંવત્સરી મહાપર્વ (ઋષિપંચમી) ને દિવસે વર્ષ દરમ્યાન લાગેલા પાપોનું ચિંતન કરી તેની આલોચના કરવી તે સાંવત્સરિક પ્રતિક્રમણ છે.
તદુભય : જેમાં પ્રતિક્રમણ અને આલોચના બંને કરાય છે. તે તદુભય પ્રાયશ્ચિત્ત છે. અપરાધ કે દોષને દોષના રૂપમાં સ્વીકારીને પછી તેમ નહીં કરવાનો નિશ્ચય ક૨વો તે જ તદ્દભય પ્રાયશ્ચિત્ત છે. જીતકલ્પમાં નિમ્ન પ્રકારના અપરાધો માટે તદુભય પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. (૧) ભ્રમથી કરાયેલા કાર્ય (૨) ભયથી કરાયેલ કાર્ય (૩) આતુરતાથી કરાયેલા કાર્યો (૪) સહસા કરાયેલ કાર્ય (૫) પરવશતાથી કરાયેલ કાર્ય (૬) સર્વે વ્રતોમાં લાગેલા અતિચાર.
વિવેક : વિવેક શબ્દનો સામાન્ય અર્થ એ છે કે કોઈપણ કાર્યનો ઔચિત્ય એવં અનૌચિત્યનો સમ્યનિર્ણય કરવો અને અનુચિતકર્મનો પરિત્યાગ કરી દેવો. મુનિજીવનમાં આહારાદિનો ગ્રાહ્ય કે અગ્રાહ્ય અને શુદ્ધ કે અશુદ્ધનો વિચાર કરવો તે જ વિવેક છે. જો અજ્ઞાનતાથી સદોષ આહાર ગ્રહણ કરી લીધો હોય તો તેનો ત્યાગ કરવો એ જ વિવેક છે. વસ્તુતઃ સદોષ ક્રિયાઓનો ત્યાગ એ જ વિવેક છે. મુખ્યતઃ ભોજન, વસ, મુનિજીવનના અન્ય ઉપકરણ એવં સ્થાનાદિ પ્રાપ્ત કરવામાં જે દોષ લાગે છે તેની શુદ્ધિ વિવેક પ્રાયશ્ચિત્ત દ્વારા થાય છે.
વ્યુત્સર્ગ : વ્યુત્સર્ગનું તાત્પર્ય પરિત્યાગ કે વિસર્જન છે. સામાન્યતઃ આ પ્રાયશ્ચિત્ત અંતગર્ત કોઈ પણ સદોષ આચરણ માટે શારીરિક વ્યાપારોનો નિરોધ કરીને મનની એકાગ્રતપૂર્વક દેહ પ્રત્યે રહેલા મમત્વનું વિસર્જન કરાય છે. જીતકલ્પ અનુસાર ગમના ગમન, વિહાર, શ્રુત અધ્યયન, સદોષ સ્વપ્ન, નાવ આદિ દ્વારા નદીને પાર કરવી તથા ભક્તપાન, શય્યા- આસન, મલમૂત્ર વિસર્જન, કાલ વ્યતિ ક્રમ, , અર્હત એવં મુનિનો અવિનય આદિ દોષો માટે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. જીતકલ્પમાં એ તથ્યનો પણ ઉલ્લેખ કરાયો છે કે ક્યા દોષ માટે કેટલા શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો જોઈએ. પ્રાયશ્ચિત્તની બાબતમાં વ્યુત્સર્ગ અને કાયોત્સર્ગ પયાર્યવાચી રૂપમાં જ પ્રયુક્ત છે.
તપ પ્રાયશ્ચિત્ત :
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ
નિશીથ, બૃહત્કલ્પ અને જીતકલ્પમાં તથા તેના ભાષ્યોમાં મળે છે. નિશીથસૂત્રમાં તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય અપરાધોની વિસ્તૃત સૂચિ ઉપલબ્ધ છે. તેમાં તપ પ્રાયશ્ચિત્તના વિવિધ પ્રકારોની ચર્ચા કરતાં - માસ લઘુ, માસ ગુરૂ, ચાતુર્માસ લઘુ, ચાતુર્માસ ગુરૂથી લઈને બઝ્મા લઘુ અને બહ્માસ ગુરૂ પ્રાયશ્ચિત્તોનો ઉલ્લેખ મળે છે. જેવી રીતે કે અમે પૂર્વે સંકેત કર્યો છે કે માસ ગુરૂ કે માસ લઘુનું શું તાત્પર્ય છે, તે આ ગ્રંથોના મૂળમાં કયાંય સ્પષ્ટ કરેલ નથી પરંતુ તેના પર લખાયેલા ભાષ્ય-ચુર્ણિ આદિમાં તેનાં અર્થને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરાયો છે. માત્ર એટલું જ નહીં લઘુની લઘુ, લઘુતર અને લઘુત્તમ તથા ગુરૂની ગુરૂ, ગુરૂત્તર અને ગુરૂત્તમ એવી ત્રણ-ત્રણ કોટિઓ નિર્ધારિત કરાઈ છે.
કયાંક-કયાંક ગુરુક, લઘુક અને લઘુષ્પક એવા ત્રણ ભેદ પણ કરાયા છે. અને ત્યારબાદ તેમાંથી પ્રત્યેકના જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ-ત્રણ ભેદ કરાયા છે. વ્યવહારસૂત્રની ભૂમિકામાં અનુયોગ કર્તા મુનિશ્રી કનૈયાલાલજી 'કમલ' પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય ત્રણ વિભાગ કર્યા છે. જેમ કે ઉત્કૃષ્ટનો ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટમધ્યમ, ઉત્કૃષ્ટ જઘન્ય ત્રણ વિભાગ છે. એવી રીતે મધ્યમ અને જઘન્યના પણ ત્રણ ત્રણ વિભાગ કર્યા છે. આ રીતે તપ પ્રાયશ્ચિત્તોના ૩×૩×૩-૨૭ ભેદ થઈ જાય છે. તેમણે વિશેષરૂપથી જાણવા માટે વ્યવહારભાષ્યનો સંકેત કર્યો છે. પરંતુ વ્યવહાર ભાષ્ય મને ઉપલબ્ધ ન થવાને કારણે હું આ બાબતમાં તેના વ્યવહાર સૂત્રનાં સંપાદકીયનો ઉપયોગ કરી રહ્યો છું. તેમણે તે ૨૭ ભેદો અને તત્ સંબંધિત પાપોનો પણ ઉલ્લેખ નથી કર્યો. માટે આ બાબતમાં મારે પણ મૌન રહેવું પડે છે.
આ પ્રાયશ્ચિત્ત સંબંધિત માસ,દિવસ એવં તપની સંખ્યાનો ઉલ્લેખ આપણને બૃહત્ કલ્પ ભાષ્ય ગાથા ૬૦૪૧/૬૦૪૪ માં મળે છે. તેના આધારે નિમ્નવર્ણન પ્રસ્તુત છે. પ્રાયશ્ચિત્તનું નામ તપનું સ્વરૂપ અને કાલ યથાગુરુ
ગુરુત્તર -
ગુરુ -
છ માસ સુધી નિરંતર પાંચ-પાંચ ઉપવાસ, ચાર માસ સુધી નિરંતર ચાર-ચાર ઉપવાસ, એક માસ સુધી નિરંતર ત્રણ-ત્રણ ઉપવાસ, ૧૦૭૩(એક માસ સુધી નિરંતર-૨/૨ ઉપવાસ), ૨૫ દિવસ સુધી એકાંતર ઉપવાસ, ૨૦ દિવસ નિરંતર આયંબિલ,
લઘુ –
લઘુતર -
૧૫ દિવસ નિરંતર એકાસણા,
૧૦ દિવસ સુધી નિરંતર બે પોરસી,
પાંચ દિન નિરંતર નિર્વિકૃતિ (વિગયત્યાગ) ઘી-દુધ રહિત ભોજન.
-
યથાલઘુ –
લઘુષ્વક -
લઘુવતર -
યથા લઘુષ્પક
-
સામાન્ય દોષો સિવાય વિશિષ્ટ દોષો માટે તપ પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. કયા પ્રકારના દોષનું સેવન કરવાથી કયા
લઘુમાસિક યોગ્ય અપરાધ : દારુદંડનું પાયપુંછણ
તપનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે તેનું વિસ્તારપૂર્વક વિવેચન બનાવવું, પાણી કાઢવા માટે નાલી બનાવવી, દાનાદિ લીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org