SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ४६८ चरणानुयोग - २ धर्म पराक्रम हेतु दिव्य मानुषिक भोग तुलना माणुसुत्तं भवे मूलं, लाभो देवगई भवे I मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ।। दुहओ गई बालस्स, आवई वहमूलिया 1 देवत्तं माणुसत्तं च जं जिए लोलयासढे || 1 तओ जिए सई होइ, दुविहं दोग्गई गए दुल्लहा तस्स उम्मग्गा, अद्धाए सुचिरादवि ।। एवं जियं सपेहाए, तुलिया बालं च पंडियं । मूलियं ते पवेसन्ति, माणुसं जोणिमेन्ति जे ।। वेमायाहिं सिक्खाहिं, जे नरा गिहिसुव्वया I उवेति माणुस जोणिं, कम्मसच्चा हु पाणिणो ।। सिं तु विउला सिक्खा, मूलियं ते अइच्छिया । सीलवन्ता सविसेसा, अदीणा जन्ति देवयं ।। एवमदीणवं भिक्खु, अगारिं च वियाणिया । कण्णु जिच्च मेलिक्खं, जिच्चमाणे न संविदे ।। -૩ત્ત. ૬. ૭, ગા. ૨૪-૨૨ 1 धम्मस्स परक्कमट्ठा दिव्व माणुस्स भोग तुलणा२४०८. जहा कुसग्गे उदगं, समुद्देण समं मिणे एवं माणुस्सगा कामा, देवकामाण अन्तिए ।। कुसग्गमेत्ता इमे कामा, सन्निरुद्धम्मि आउए । कस्स हेउं पुराकाउं, जोगक्खेमं न संविदे || इह कामाऽणियट्ठस्स, अत्तट्ठे अवरज्झई । सोच्चा नेयाउयं मग्गं, जं भुज्जो परिभस्सई ।। Jain Education International सूत्र २४०८ મનુષ્યત્વ મૂળ મૂડી છે અને દેવગતિ લાભરૂપ છે અને મૂળનો નાશ કરનાર જીવ ચોક્કસ નરક કે તિર્યંચ ગતિને પામે છે. અજ્ઞાની જીવની આ બે પ્રકારની ગતિ થાય છે, ત્યાં તેને વધ-બંધન આદિ કષ્ટ ભોગવવાં પડે છે. તે લોલુપ અને વંચક પુરુષ દેવત્વ અને મનુષ્યત્વને પહેલાંથી જ હારી જાય છે. દ્વિવિધ દુર્ગતિમાં ગયેલો જીવ સદા હારી ગયેલો જ હોય છે. તેનું તેમાંથી બહાર નીકળવું દીર્ધકાળ પછી પણ દુર્લભ છે. આ રીતે હારેલાને જોઈને તથા મૂર્ખ અને પંડિતની તુલના કરીને જે મનુષ્ય યોનિમાં આવે છે તે મૂળ મૂડી સાથે પ્રવેશ કરે છે. જે મનુષ્યો વિવિધ પરિણામવાળી શીખામણોના કારણે ઘરમાં રહીને પણ સુવ્રતી બની રહે છે તેઓ માનુષ યોનિમાં ઉત્પન્ન થાય છે કેમ કે પ્રાણી પોતે કરેલાં કર્મોનું ફળ અવશ્ય ભોગવે છે. જેની પાસે વિપુલ શિક્ષણ છે, તેવા શીલસંપન્ન અને ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરનાર પરાક્રમી અદીન પુરૂષો મનુષ્યત્વનું અતિક્રમણ કરી દેવત્વ મેળવે છે. આ રીતે ભિક્ષુ અને ગૃહસ્થનાં પરાક્રમ ફળને જાણીને વિવેકી પુરુષ આવો લાભ કેવી રીતે ખોશે ? તે કષાયો દ્વારા પરાજિત થતો શું એ નથી જાણતો કે- હું પરાજિત થઈ રહ્યો છું ? આ જાણતાં છતાં તેણે પરાજિત ન થવું જોઈએ. ધર્મમાં પરાક્રમ માટે દિવ્ય-માનુષિક ભોગોની તુલના : ૨૪૦૮. મનુષ્યસંબંધી કામભોગો દેવસંબંધી કામભોગોની તુલનામાં એટલાં જ છે કે જેટલાં કોઈ વ્યક્તિ દર્ભની અણી પર રહેલા જળબિન્દુની તુલના સમુદ્ર સાથે કરે. આ અતિ-સંક્ષિપ્ત આયુષ્યમાં તે કામભોગો દર્ભની અણી પર રહેલા જળબિન્દુ જેટલાં છે તો પછી કયા કારણે માણસ યોગક્ષેમને સમજતો નથી ? આ મનુષ્યભવમાં કામભોગોથી નિવૃત્ત થનાર પુરુષનું આત્મ પ્રયોજન નષ્ટ થઈ જાય છે તે પાર કરાવનાર વીતરાગ માર્ગને સાંભળીને પણ વારંવાર તેમાંથી ભ્રષ્ટ થાય છે. અર્થાત્ જન્મ મરણના ફેરા For Private & Personal U કર્યા કરે છે. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy