________________
४५८ चरणानुयोग - २
दुक्खं लोगस्स जाणित्ता, वंता लोगस्स संजोगं, जति वीरा महाजाणं । परेण परं जंति, णावकंखति નીવિત ।
भिक्खुस्स परक्कमं
ર૧ર.
भिक्षु पराक्रम
-આ. સુ. ૧, ૬. ૨, ૩. ૪, સુ. ૨૬
भारस्स जाता मुणि भुंजएज्जा,
कंखेज्ज पावस्स विवेग भिक्खू । दुक्खेण पुट्ठे धुयमातिएज्जा,
संगमसीसे व परं दमेज्जा ||
अवि हम्ममाणे फलगावतट्ठी,
समागमं कंखति अंतगस्स णिद्धूय कम्मं ण पवंचुवेति, अक्खक्खए वा सगडं त्ति बेमि ।।
I
-સૂય. સુ. શ્ન, અ. ૭, ગા. ૨૬-૩૦
आयगुत्त भिक्खुस्स परक्कमं
२३९३. भिक्खु च खलु पुट्ठा वा अपुट्ठा वा जे इमे आहच्च गंथा फुसंति से हंता हणह, खणह, छिंदह, વર્ષો, પર, આહુંપદ, વિભુંપ, સહસવારેદ, विप्रामुसह । ते फासे पुट्ठो धीरो अहियासए ।
Jain Education International
अदुवा आयारगोयरमाइक्खे तक्कियाणमणेलिसं अदुवा वइगुत्तीए गोयरस्स अणुपुव्वेण पडिलेहाए आयगुत्ते बुद्धेहिं एयं पवेदितं ।
T
सम्म
–આ. સુ. ૧, ૬. ૮, ૩. ૨, સુ. ૨૦૬ अप्पमत्तो कामेहिं उवरतो पावकम्मेहिं, वीरे आयगुत्ते સ્વેયન્ગે,
जे एज्जवजायसत्थस्स खेयण्णे से असत्थस्स खेयणे । जे असत्थस्स खेयण्णे से पज्जवजायसत्थस्स खेयण्णे ।
-. સુ. છુ, મૈં. ૩, ૩. o, સુ. ૨૦૬
सूत्र २३९२-९३
સંસારના દુ:ખોને જાણી લોકના સંયોગોનો ત્યાગ કરી ધીર સાધક સંયમ માર્ગમાં પ્રયાણ કરતો ઉત્તરોત્તર આગળ વધે છે અને અસંયમિત જીવનની અભિલાષા કરતો નથી.
ભિક્ષુનું પરાક્રમ :
૨૩૯૨. સંયમની રક્ષા માટે મુનિ આહાર ગ્રહણ કરે અને પૂર્વકૃત પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. પરીષહ કે ઉપસર્ગનું દુઃખ આવે ત્યારે સંયમને સાચવીને રાખે. જેમ રણક્ષેત્રમાં શત્રુને હરાવનાર સુભટ દુઃખથી કાંપતો નથી તેમ સાધુ પણ કર્મરૂપી શત્રુઓને દૂર કરવા માટે દુઃખથી ત્રસિત થતો નથી. પરીષહ અને ઉપસર્ગથી પીડાતો સાધુ બંને બાજુથી છોલાતા પાટિયાની જેમ રાગદ્વેષ ન કરે. પરંતુ મૃત્યુની પ્રતિક્ષા કરે- પંડિત મરણની ઈચ્છા રાખે, આ પ્રમાણે કર્મોનો ક્ષય કરીને જેમ ધુરી તૂટી જવાથી ગાડું ચાલતું નથી, તે પ્રમાણે તે જન્મમરણના પ્રપંચથી છૂટી જાય છે. આત્મગુપ્ત ભિક્ષુનું પરાક્રમઃ
૨૩૯૩. કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને અથવા પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચી આહારાદિ બનાવે છે. જ્યારે મુનિ એ લે નહિ ત્યારે કદાચિત્ તે ગૃહસ્થ કુપિત થાય છે,સાધુને મારે છે અથવા કહે કે - "આને મારો, પીટો, હાથ-પગાદિ છેદો, જલાવો, એનું માંસ પકાવો, વસ્ત્રાદિ લૂંટી લ્યો. તેનું બધું છીનવી લ્યો. પ્રાણ રહિત કરી દ્યો. અનેક પ્રકારે પીડા પહોંચાડો”. આવાં કષ્ટો આવે ત્યારે ધૈર્યવાન સાધુ દુઃખોને સહન કરે.
તે કષ્ટ આપનારની પાત્રતાદિનો વિચાર કરી સારી રીતે પોતાના વિશેષ પ્રકારનાં આચારગોચરને સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક્ પ્રકારે પાલન કરે- એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
જે કામભોગો પ્રતિ અપ્રમત્ત છે અને પાપ કર્મોથી ઉપરત છે, તે વીરપુરુષ આત્મગુપ્ત અને ક્ષેત્રજ્ઞ છે. જે વિષય ભોગોનાં અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે, તે સંયમને જાણે છે. જે સંયમને જાણે છે તે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org