SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३४२ अप्पेगे वई जुंजंति, नगिणा पिंडोलगाहमा । मुंडा कंडूविणट्टगा, उज्जल्ला असमाहिया 11 एवं विप्पडिवण्णेगे, अप्पणा तु अजाणगा I तमाओ ते तमं जंति, मंदा मोहेण पाउडा || -સૂય. સુ. ૧, ૬. ૩, ૩. ૧, ૧. ૧-૧૧ आक्रोश परीषह तमेगे परिभासंति, भिक्खुयं साहुजीविणं , जे ते उ परिभासंति, अन्तर ते समाहिए ।। संबद्ध समकप्पा हु, अन्नमन्नेसु मुच्छित्ता । पिंडवायं गिलाणस्स, जं सारेह दलाह य || एवं तुब्भे सरागत्था, अन्नमन्नमणुव्वसा नट्ठ- सप्पह- सब्भावा, संसारस्स अपारगा -સૂય. સુ. શ્, ૬. રૂ, ૩. રૂ, શા. ૮-૧૦ एते सद्दे अचायन्ता, गामेसु नगरेसु वा 1 तत्थ मंदा विसीयन्ति, संगामंसि व भीरुणो ।। -સૂય. સુ. શ્ન, અ. ૨, ૩. ૩, ૧. ૭ सक्का सहेउं आसाए कंटया, अओमया उच्छहया नरेणं 1 अणासए जो उ सहेज्ज कंटए, वईमए कण्णसरे स पुज्जो ।। मुहुत्तदुक्खा हु हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि, वेणुबंधीणि महब्भयाणि || समावयंता वयणाभिधाया, Jain Education International कण्णगया दुम्मणियं णं । धम्मो त्ति किच्चा परमग्गसूरे, जिइदिए जो सहई स पुज्जो || 1 11 -૧. સ. ૬, ૩. ૩, ગા. ૬-૮ वीर्याचार ४२९ ઘણા લોકો સાધુને જોઈને એવા વચનનો પ્રયોગ કરે છે - “આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી છે, મુંડિત છે, ખસના રોગથી તેના અંગો સડી ગયા છે, ગંદા છે, અશોભનીય છે અને અસમાધિ ઉત્પન્ન કરનાર છે.” આ પ્રમાણે સાધુનો અને સન્માર્ગનો દ્વેષ કરનાર સ્વયં અજ્ઞાની, મોહથી આવૃત્ત થયેલ મૂર્ખ પુરુષ અંધકારથી નીકળી ફરી અંધકારમાં જાય છે. એટલે કે કુમાર્ગગામી થાય છે. એવો વિચાર કરી સાધુ તેના પર દ્વેષ ન કરે, સમભાવ રાખે. સંયમજીવી સાધુના વિષયમાં કેટલાક લોકો આક્ષેપ વચનો કહે છે. પરંતુ આક્ષેપ કરનારાઓ સમાધિથી દૂર રહે છે. તેઓ કહે છે- ' તમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે. તમે પણ પરસ્પર આસક્ત છો. કારણ કે બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો.’ 'આ પ્રમાણે તમે રાગથી યુક્ત છો અને પરસ્પર એકબીજાને આધીન છો, તેથી તમે સન્માર્ગથી તથા સદ્ભાવથી રહિત છો. માટે તમે સંસારને પાર કરી શકો તેમ નથી.’ જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદને પ્રાપ્ત કરે છે તેમ ગામ અથવા નગરમાં રહેલ પૂર્વોક્ત શબ્દો સહન કરવામાં અસમર્થ મંદમતિ પ્રવ્રુજિત સાધક પણ વિષાદને પામે છે. મનુષ્ય દ્રવ્ય પ્રાપ્તિની આશાથી લોઢાના કંટકોને કદાચ સહન કરે છે, પણ જે સાધુ કાનોમાં બાણ જેવા તીક્ષ્ણ વચનરૂપ કંટકોને કોઈપણ જાતની આશા વિના સહન કરે છે, તે જ સાધુ પૂજ્ય બને છે. લોહમય કંટક તો અલ્પકાળ સુધી જ દુઃખ દેનારા હોય છે અને પછી શરીરમાંથી સુખપૂર્વક કાઢી શકાય છે. પરંતુ કટુ વચન રૂપી કંટક સહજતાથી કાઢી શકાતા નથી, વૈરભાવનો બંધ કરાવનાર છે તથા મહાભયકારી છે. સામે આવેલા કઠિન વચન રૂપી પ્રહાર કર્મેન્દ્રિયમાં પ્રવેશતા જ દૌર્મનસ્ય ભાવને ઉત્પન્ન કરે છે. જે વીર પુરુષોના પરમાગ્રણી ઈન્દ્રિયોને જીતનારા તે વચનના પ્રહારોને સહન કરે છે તે જ પરમ પૂજ્ય હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy