________________
ચરણાનુયોગ : પ્રસ્તાવના
નીતિમાં સાપેક્ષતા અને નિરપેક્ષતા બંનેનું શું અને કયા રૂપમાં સ્થાન છે તે જાણવા માટે આપણે નીતિના વિવિધ પક્ષોને સમજવા પડશે. સર્વપ્રથમ નીતિનો એક બાહ્યપક્ષ હોય છે અને બીજો આંતરિક પક્ષ હોય છે. અર્થાત્ એકબાજુ આચરણ હોય. છે અને બીજીબાજુ આચરણની પ્રે૨ક અને નિર્દેશક ચેતના હોય છે. એકબાજુ નૈતિક આદર્શ કે સાધ્ય હોય છે. અને બીજી બાજુ તે સાધ્યની પ્રાપ્તિનાં સાધન અને નિયમ હોય છે આ રીતે આપણા નૈતિક નિર્ણય પણ બે પ્રકારના હોય છે. એક નિર્ણય પોતાના સંદર્ભમાં અપાય છે અને બીજો જે બીજાના સંદર્ભમાં અપાય છે. સાથોસાથ એવાં અનેક સિદ્ધાંત હોય છે જેના આધારે નૈતિક નિર્ણય અપાય છે.
પ્રેરકના આધારે પણ નૈતિક નિર્ણય અપાય છે માટે કર્મના બાહ્ય સ્વરૂપ અને તેના સંદર્ભમાં થવાવાળા નૈતિક મૂલ્યાંકન તથા નૈતિક નિર્ણય નિરપેક્ષ નથી હોઈ શકતા, તેને સાપેક્ષ જ માનવા પડશે. વળી કર્મ કે આચરણ કોઈ આદર્શ કે લક્ષ્યનું સાધન હોય છે. અને સાધન અનેક હોઈ શકે છે. લક્ષ્યનો આદર્શ એક હોવા છતાં પણ તેની પ્રાપ્તિ માટે સાધનોની પોતાની પરિસ્થિતિ અનુસાર અનેક માર્ગ સુઝાડી શકાય છે. માટે આચરણની વિવિધતા એક સ્વભાવિક તથ્ય છે. બે ભિન્ન સંદર્ભોમાં પરસ્પર વિપરીત દેખાતો માર્ગ પણ પોતાના લક્ષની અપેક્ષાથી ઉચિત માની શકાય છે. વળી જ્યારે આપણે બીજા વ્યક્તિઓના આચરણ પર કોઈ નૈતિક નિર્ણય આપીએ છીએ તો આપણી સામે કર્મનું બાહ્યસ્વરૂપ જ હોય છે. માટે બીજા વ્યક્તિના આચરણના સંબંધમાં આપણું મૂલ્યાંકન અને નિર્ણય સાપેક્ષ જ હોય છે. આપણે તેના મનોભાવ ના પ્રત્યક્ષ દેષ્ટા નથી હોતા અને માટે તેના આચરણના મૂલ્યાંકનમાં આપણે નિરપેક્ષ નિર્ણય આપવાનો કોઈ અધિકાર નથી. કારણ કે આપણો નિર્ણય માત્ર ઘટિત પરિણામોના આધારે જ હોય છે. માટે આ નિશ્ચય જ સત્ય છે. કર્મના બાહ્ય પક્ષ કે વ્યવહારિક પક્ષની નૈતિકતા અને તેના સંદર્ભમાં અપાતા નૈતિક નિર્ણય બંને સાપેક્ષ હશે. નીતિ અને નૈતિક આચરણને પરિસ્થિતિ નિરપેક્ષ માનવાવાળા નૈતિક સિદ્ધાંત શૂન્યમાં વિચરણ કરે છે. અને નીતિના યથાર્થ સ્વરૂપને સ્પષ્ટ કરી લેવામાં સમર્થ નથી હોતા.
નૈતિકતાનો બાહ્યપક્ષ અર્થાત્ આચરણ કે કર્મ નિરપેક્ષ નથી હોઈ શકતાં, સર્વપ્રથમ તો વ્યક્તિ જે વિશ્વમાં આચરણ કરે છે તે આપેક્ષિકતાથી યુક્ત છે. જે કર્મ આપણે કરીએ છીએ અને તેનાં જે પરિણામ નિષ્પન્ન થાય છે તે મુખ્યતઃ આપણા સંકલ્પ પર નિર્ભર નથી હોતા પરંતુ આપણે જ જીવનજીવીએ છે તે પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. બાહ્ય જગત ૫૨ વ્યક્તિની ઈચ્છા નહીં પણ પરિસ્થિતિઓ શાસન કરે છે. વળી તે માનવીય સંકલ્પને સ્વતંત્ર માની પણ લઈએ પરંતુ માનવીય આચરણને સ્વતંત્ર માની શકાતું નથી. તે આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓ પર નિર્ભર હોય છે. માટે માનવીય કર્મોનું સંપાદન અને નિષ્પન્ન પરિણામ બંને દેશ-કાલ અને પરિસ્થિતિ પર નિર્ભર હશે. કોઈપણ કર્મ દેશ, કાલ, વ્યક્તિ, સમાજ અને પરિસ્થિતિથી નિરપેક્ષ નહીં હોય. આપણે જોયું કે ભારતીય ચિંતનની જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાઓ કર્મની નૈતિકતા નિરપેક્ષ નથી એ વાતનો સ્પષ્ટ રૂપથી સ્વીકાર કરે છે. વળી નૈતિક મૂલ્યાંકન અને નૈતિકનિર્ણય તે સિદ્ધાંતો અને પરિસ્થિતિઓ પર નિર્ભર છે કે જેમાં તે અપાય છે. સર્વપ્રથમ તો નૈતિક મૂલ્યાંકન વ્યક્તિ અને પરિસ્થિતિથી નિરપેક્ષ થઈને નથી કરી શકાતું કારણકે વ્યક્તિ જે સમાજમાં જીવન જીવે છે તે વિવિધતાઓથી યુક્ત હોય છે. સમાજમાં વ્યક્તિની પોતાની યોગ્યતાઓ તથા ક્ષમતાઓના આધારે એક નિશ્ચિત સ્થિતિ હોય છે. તે સ્થિતિ અનુસાર તેનું
(
૨ ) બીજું તે સાધ્ય કે આદર્શની અપેક્ષા સાધનો પર અધિક ભાર આપે છે. જ્યારે સાધનોનું મૂલ્ય સ્વયં તે સાધ્યો પર આશ્રિત હોય છે- જેનાં તે સાધન છે.
કર્તવ્ય અને જવાબદારી હોય છે. માટે વ્યક્તિગત દાયિત્વો અને કર્તવ્યોમાં વિવિધતા હોય છે. ગીતાનો વર્ણાશ્રમ ધર્મનો સિદ્ધાંત અને બ્રેડલેનો "મારું સ્થાન અને કર્તવ્ય”નો સિદ્ધાંત એક સાપેક્ષ નૈતિકતાની ધારણાને પ્રસ્તુત કરે છે. માટે સામાજિક સંદર્ભમાં આચરણનું મૂલ્યાંકન સાપેક્ષ રૂપમાં જ કરવું પડશે. વિશ્વમાં એવો કોઈ સર્વમાન્ય સિદ્ધાંત નથી જે આપણા નિર્ણયોનો આધાર બની શકે. કેટલાક પ્રસંગોમાં આપણા પોતાનો નૈતિકનિર્ણય નિષ્પન્ન કર્મ પરિણામ પર આપીએ છીએ, તો કેટલાક પ્રસંગોમાં કર્મના વાંછિત કે અગ્રાવલોકિત પરિણામ પર અને ક્યારેક કર્મના
Jain Education International
કિન્તુ નીતિને એકાન્તરૂપથી સાપેક્ષ માનવી પણ જોખમકારક છે.
(૧) સર્વપ્રથમ- નૈતિક સાપેક્ષવાદ વ્યક્તિ અને સમાજની વિવિધતા પર તો દૃષ્ટિ નાખે છે કિન્તુ તે વિવિધતામાં અનુસૂત એકતાની ઉપેક્ષા કરે છે. તે દૈશિક, કાલિક સામાજિક અને વ્યક્તિગત અસમાનતાને જ એકમાત્ર સત્ય માને છે.
(૩) સાપેક્ષતાવાદ કર્મના બાહ્ય સ્વરૂપને જ તેનું સર્વસ્વ માની છે. તેના આંતરિક પક્ષ કે કર્મનું માનસ પક્ષની ઉપેક્ષા કરે છે. જ્યારે કર્મની પ્રેરક ભાવનાનું પણ નૈતિક દષ્ટિથી સમાન મૂલ્ય છે.
લે
(૪) ચોથો- નૈતિક સાપેક્ષતાવાદ સંકલ્પ સ્વાતંત્ર્યના સિદ્ધાંતના વિરોધમાં જાય છે. જો નીતિનાં નિર્ધારક તત્ત્વ બાહ્ય છે તો પછી આપણી સંકલ્પની સ્વતંત્રતાનું કોઈ અધિક મહત્ત્વ નથી રહેતું. સાપેક્ષતાવાદ અનુસાર નીતિનું નિયામક તત્ત્વ, દેશકાલગત પરિસ્થિતિઓ અને સામાજિક તથ્ય છે. વ્યક્તિગત ચેતના નથી.
48
For Private & Personal Use Only
www.jainelibrary.org