________________
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ વિરોધી નથી. જૈન નૈતિકતામાં એક પક્ષ નિરપેક્ષ નૈતિકતા પણ છે. જેના પર આગળ વિચાર કરવામાં આવશે.
વસ્તુતઃ નીતિની સાપેક્ષતા કે નિરપેક્ષતાનો આ પ્રશ્ન અતિ પ્રાચીનકાલથી એક વિવાદાસ્પદ વિષય રહ્યો છે. મહાભારત સ્મૃતિગ્રંથ તથા ગ્રીક દાર્શનિક સાહિત્યમાં આ સંબંધમાં પર્યાપ્ત ચિંતન થયું છે. અને આજ સુધી વિચારક આ પ્રશ્નને ઉકેલવામાં લાગેલા છે. વર્તમાન યુગમાં સમાજ વૈજ્ઞાનિક સાપેક્ષતાવાદ, મનોવૈજ્ઞાનિક સાપેક્ષતાવાદ અને તાર્કીક ભાવવાદી સાપેક્ષતાવાદ આદિ ચિંતનધારાઓ નીતિને સાપેક્ષ માને છે. તેઓ એમ માને છે કે- 'કોઈ કર્મની નૈતિકતા દેશ, કાલ વ્યક્તિ અને પરિસ્થિતિ પરિવર્તિત થવાથી પરિવર્તિત થઈ શકે છે. અર્થાત્ જે કર્મ એક દેશમાં નૈતિક મનાય છે તેજ કર્મ બીજાદેશમાં અનૈતિક મનાય છે, જે આચાર કોઈ યુગમાં નૈતિક મનાતો હતો તેજ આચાર બીજા યુગમાં અનૈતિક મનાય છે. એવી જ રીતે જે કાર્ય એક વ્યક્તિ માટે એક પરિસ્થિતિમાં નૈતિક મનાય છે તેજ કાર્ય બીજી પરિસ્થિતિમાં અનૈતિક મનાય છે. બીજા શબ્દોમાં નૈતિક નિયમ, નૈતિક મૂલ્યાંકન અને નૈતિક નિર્ણય સાપેક્ષ છે. દેશકાલ, સમાજ, વ્યક્તિ અને પરિસ્થિતિનાં તથ્ય તેને પ્રભાવિત કરે છે. ભલે આપણે નૈતિક માનદંડ અને નૈતિક નિર્ણયોને સમાજ સાપેક્ષ માનીએ કે તેને વ્યક્તિગત મનોભાવોની અભિવ્યક્તિ કહીએ તેની સાપેક્ષિતામાં કોઈ ફરક નથી થતો. સંક્ષેપમાં સાપેક્ષવાદિયોના મતાનુસાર નૈતિકનિયમ સાર્વકાલિક સાર્વદેશિક અને સાર્વજનિક નથી. જ્યારે નિરપેક્ષતાવાદીઓનું કહેવું છે કે નૈતિક માનક અને અનૈતિક નિયમ અપરિવર્તનીય, સાર્વકાલિક, સાર્વદેશિક અને સાર્વજનિક છે. અર્થાત્ નૈતિકતા અને અનૈતિકતાની વચ્ચે એક એવી કઠોર વિભાજક રેખા છે જે અનુલ્લંઘનીય છે. નૈતિક ક્યારેય પણ અનૈતિક નથી થઈ શકતું અને અનૈતિક ક્યારેય પણ નૈતિક નથી થઈ શકતું. નૈતિકનિયમ દેશ- કાલ, સમાજ, વ્યક્તિ અને પરિસ્થિતિથી નિરપેક્ષ છે. તે સાશ્વત સત્ય છે. નૈતિકજીવનમાં અપવાદ અને આપદ્ધર્મ માટે કોઈ સ્થાન નથી.
બનાવી દે છે. આ રીતે જૈન નૈતિકતા વ્યક્તિઓના કર્તવ્યના સંબંધમાં અનેકાંતવાદી કે સાપેક્ષ દૃષ્ટિકોણ અપનાવે છે. તે એ પણ સ્વીકાર કરે છે કે સામાન્ય સ્થિતિમાં કુલદેવોનું પૂજન અથવા દાનાદિકાર્યો જે ગૃહસ્થનું એક નૈતિક કર્તવ્ય છે તે જ સાધુ અને સન્યાસી માટે અકર્તવ્ય હોય છે. અનૈતિક અને અનાચરણીય હોય છે. કર્તવ્યાકર્તવ્ય મિમાંસામાં જૈન વિચારણા કોઈપણ એકાન્તિક દૃષ્ટિકોણનો સ્વીકાર નથી કરતી. આચાર્ય હરિભદ્ર લખે છે કે 'સર્વજ્ઞ તીર્થંકરદેવોએ કોઈ વાત માટે એકાન્ત વિધાન કર્યું નથી અને એકાન્ત નિષેધ પણ કર્યો નથી. તેમનો એકજ આદેશ છે કે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેને સત્યભૂત થઈને કરો, તે પૂરી પ્રમાણિકતાથી કરતા રહો.”૧ આચાર્ય ઉમા સ્વાતિનું કથન છે કે "નૈતિક-અનૈતિક, વિધિ-નિષેધ (કર્તવ્ય-અકર્તવ્ય) અથવા આચરણીય- અનાચરણીય (કલ્પ-અકલ્પ) એકાંતરૂપથી નિયત નથી. દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા, ઉપઘાત અને વિશુદ્ધ મનઃ સ્થિતિના આધારે અનાચરણીય આચરણીય બની જાય છે અને આચરણીય અનાચરણીય બની જાય છે. ઉપાધ્યાય અમરમુનિજી જૈનદર્શનની અનેકાંતદષ્ટિના આધારે જૈન નૈતિકતાના સાપેક્ષિત દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતાં લખે છે કે- "ત્રિભુવનોદર વિવરવર્તી સમસ્ત અસંખ્યેયભાવ ન તો સ્વયં મોક્ષનું કારણ છે કે નથી. સંસારનું કારણ; સાધકની પોતાની અંતઃસ્થિતિ જ તેને સારું કે ખરાબ નાવે છે.” માટે એકાંતરૂપથી કોઈ આચરણ શુભ નથી કે અશુભ નથી. આને સ્પષ્ટ કરતાં તે આગળ કહે છે કે કેટલાક વિચારક -જીવનમાં ઉત્સર્ગ (નૈતિકતાની નિરપેક્ષ કે નિરપવાદ સ્થિતિ)ને પકડીને ચાલવા ઈચ્છે છે. જીવનમાં અપવાદનો સર્વથા અપલાપ કરે છે. તેમની દૃષ્ટિમાં અપવાદ (નૈતિકતાનો સાપેક્ષ દૃષ્ટિકોણ) ધર્મ નથી. પરંતુ એક મહત્તર પાપ છે. બીજીબાજુ કેટલાક સાધક તે છે જે ઉત્સર્ગને ભૂલીને માત્ર અપવાદનો સાહરો લઈને ચાલવા ઈચ્છે છે.” આ બંને વિચાર એકાંતિક હોવાથી ઉપાદેયની કોટિમાં નથી આવી શકતા. જૈનધર્મની સાધના એકાંતની નથી તે અનેકાંતની સ્વસ્થ અને સુંદર સાધના છે.” તેના દર્શનકક્ષમાં મોક્ષના હેતુઓની બાંધી કે બંધાવેલી કોઈ નિયતરેખા નથી.` માટે એ સ્પષ્ટ છે કે- 'જૈનદર્શનને અનેકાન્તવાદી વિચાર પદ્ધતિના આધારે સાપેક્ષિત નૈતિકતાની ધારણા માન્ય છે. જોકે તેમનો આ સાપેક્ષ દૃષ્ટિકોણ નિરપેક્ષ દૃષ્ટિકોણનો (૧) ઉપદેશ - ૭૭૯
(૨) પ્રશમરતિ પ્રકરણ (ઉમાસ્વાતિ) ૧૪૬; તુલના કરો - બ્રહ્મસૂત્ર (શાં.) ૩/૧/૨૫;
ગીતા (શાં) ૩૩૫ તથા ૧૮ ૪૭-૪૮. (૩) અમરભારતી - મે ૧૯૬૪. પૃ.૧૫ (૪) અમરભારતી – ફેબ્રુઆરી, ૧૯૬૫ પૃ. ૫ (૫) અમરભારતી - માર્ચ, ૧૯૬૫ પૃ. ૨૮.
Jain Education International
વસ્તુતઃ નીતિના સંદર્ભમાં એકાન્ત સાપેક્ષવાદ અને એકાંત નિરપેક્ષવાદ બંને ઉચિત નથી તે આંશિક સત્ય તો છે પરંતુ નીતિના સંપૂર્ણ રૂપને સ્પષ્ટ કરવામાં સમર્થ નથી. બંનેમાં કેટલીક કમી છે.
47
For Private & Personal Use Only
www.jainelibrary.org