________________
૧
સદ્દભાવ ન હોવાથી બાહ્ય વ્રત નિયમ સદાચરણ તપ આદિની અનુપસ્થિતિ હોવા છતાં પણ મોક્ષનો સદ્દભાવ છે. આચાર્ય શંકર પણ આ માને છે કે- 'એક જ કાર્ય જ્ઞાનના અભાવમાં બંધનનો અને જ્ઞાનની ઉપસ્થિતિમાં મોક્ષનો હેતુ હોય છે.' આચાર્ય અમૃતચન્દ્ર પણ જ્ઞાનને ત્રિવિધ સાધનોમાં મુખ્ય માને છે. તેમની દૃષ્ટિમાં સમ્યક્ દર્શન અને સમ્યક ચારિત્ર પણ જ્ઞાનનાં જ રૂપ છે. તે લખે છે કે મોક્ષના કારણ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. જીવાદિ તત્ત્વોના યથાર્થ શ્રદ્ધારૂપથી તો જે જ્ઞાન છે તે તેજ સમ્યક્દર્શન છે. અને તેના જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન થવું તે સમ્યજ્ઞાન છે તથા રાગાદિના ત્યાગ સ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યક્ચારિત્ર છે. આ રીતે જ્ઞાન જ પરમાર્થતઃ મોક્ષનું કારણ છે.
અહીં આચાર્ય દર્શન અને ચારિત્રને જ્ઞાનના અન્ય બે પક્ષોના રૂપમાં સિદ્ધ કરી માત્ર જ્ઞાનને જ મોક્ષનો હેતુ સિદ્ધ કરે છે. તેના દૃષ્ટિકોણ પ્રમાણે દર્શન અને ચારિત્ર પણ જ્ઞાનાત્મક છે. જ્ઞાનની આ પર્યાયો છે. જો કે અહીં એ યાદ રાખવું જોઈએ કે આચાર્ય માત્ર જ્ઞાનની ઉપસ્થિતિમાં મોક્ષના સદ્દભાવની કલ્પના કરે છે, છતાં પણ તે અંતરંગ ચારિત્રની ઉપસ્થિતિનો ઈન્કાર નથી કરતા. અંતરંગ ચારિત્ર તો કષાય આદિના ક્ષયના રૂપમાં બધા સાધકોમાં ઉપસ્થિત હોય છે. સાધક અને સાધ્યના વિવેચનમાં આપણે જોઈએ છીએ કે સાધક આત્મા પારમાર્થિકદષ્ટિથી જ્ઞાનમય જ છે. અને તે જ્ઞાનમય આત્મા તેનું સાધ્ય છે. આ પ્રકારે જ્ઞાનસ્વભાવમય આત્મા છે અને જે આત્મા છે તે જ્ઞાન છે.” માટે મોક્ષનો હેતુ જ્ઞાન જ સિદ્ધ થાય છે.
આ પ્રમાણે જૈનાચાર્યો એ સાધનત્રયમાં જ્ઞાનને અત્યધિક મહત્વ આપ્યું છે. અમૃતચન્દ્રાચાર્યનો ઉપર્યુક્ત દષ્ટિકોણ તો જૈનદર્શનને શંકરની બાજુમાં મૂકી દે છે. છતાં પણ એમ માનવું કે જૈનદષ્ટિમાં જ્ઞાન જ માત્ર મુક્તિનું કારણ છે. તો તે જૈનવિચારણાના મૌલિક મંતવ્યથી દૂર છે. જોકે જૈન સાધનામાં જ્ઞાન મોક્ષપ્રાપ્તિનું પ્રાથમિક એવું અનિવાર્ય કારણ છે છતાં પણ તે એક માત્ર કારણ માની શકાતું નથી. જ્ઞાનાભાવમાં મુક્તિ શકય નથી, પરંતુ માત્ર જ્ઞાનથી પણ મુક્તિ શક્ય નથી. જૈનાચાર્યોએ જ્ઞાનને મુક્તિનું અનિવાર્ય કારણ સ્વીકારતાં બતાવ્યું છે કે શ્રદ્ધા અને ચારિત્ર આદર્શોન્મુખ તથા સમ્યક્ હોવા માટે જ્ઞાન મહત્ત્વપૂર્ણ તથ્ય છે. સમ્યક્ જ્ઞાનના અભાવમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા થશે અને ચારિત્ર કે સદાચરણ એક એવા કાગળનાં
(૧) સમયસાર ટીકા, ૧૫૩
(૩) સમયસાર ટીકા, ૧૫૫
(૪) ને આયા સે વિન્નાયા, ને વિન્નાયા સે આયા |
जेण वियाणइ से आया, तं पुडच्च पडिसंखाए ॥
(૫) પ્રવચનસાર - ચારિત્રાધિકાર - ૩.
Jain Education International
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ
સિક્કા સમાન હશે તેનું કદાચ બાહ્ય મૂલ્ય હશે પરંતુ આંતરિક મૂલ્ય શૂન્ય હશે. કુન્દકુન્દ્રાચાર્ય કે જે જ્ઞાનવાદી પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ સ્પષ્ટ કહે છે કે જો સદાચરણ ન હોય.“તો માત્રજ્ઞાનથી નિર્વાણ નથી થતું જૈન દાર્શનિક શંકરની જેમ એવું નથી સ્વીકારતા કે માત્ર જ્ઞાનથી જ મુક્તિ થઈ શકે છે. અને રામાનુજ પ્રકૃતિ ભક્તિમાર્ગના આચાર્યોની સમાન પણ એવું નથી સ્વીકારતા કે માત્ર ભક્તિથી જ મુક્તિ થાય છે. તેમને મિમાંસા દર્શનની આ માન્યતા પણ ગ્રાહ્ય નથી કે માત્ર કર્મથી જ મુક્તિ થાય છે. તે તો શ્રદ્ધા સમન્વિત જ્ઞાન અને કર્મ બંનેથી મુક્તિની શક્યતાને સ્વીકાર કરે છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનો પૂર્વાપર સંબંધ પણ એકાન્તિક નથી. જૈન વિચારણા પ્રમાણે સાધનત્રયમાં પણ એક ક્રમતો માનવામાં જ આવ્યો છે. જો કે આ ક્રમે પણ એકાન્તિક રૂપમાં સ્વીકારવાથી તેની સ્યાદ્વાદની ધારણાનું અતિક્રમણ જ થશે. કારણ કે જ્યાં આચરણને સમ્યક્ થવા માટે સમ્યજ્ઞાન અને સમ્યક્દર્શન આવશ્યક છે અને બીજીબાજુ સમ્યજ્ઞાન તથા સમ્યક્ દર્શનની ઉપલબ્ધિ પહેલાં પણ સમ્યક્ આચરણ હોવું આવશ્યક છે. જૈન દર્શન પ્રમાણે જયાં સુધી તીવ્રતમ (અનંતાનુબંધી) ક્રોધમાન-માયા અને લોભ ચાર કષાયો સમાપ્ત નથી હોતા ત્યાં સુધી સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન પણ પ્રાપ્ત નથી થતા. આચાર્ય શંકરે પણ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં વૈરાગ્ય હોવો આવશ્યક માન્યો છે. આ પ્રમાણે સદાચરણ અને સંયમનાં તત્ત્વ સમ્યક્દર્શન અને જ્ઞાનની ઉપલબ્ધિના પૂર્વવર્તી પણ સિદ્ધ થાય છે. બીજું આ ક્રમ કે પૂર્વાપરતાના આધારે પણ સાધનત્રયમાં કોઈ એકને શ્રેષ્ઠ માનવું અને બીજાને ગૌણ માનવું તે જૈનદર્શનની સ્વીકૃતિ નથી. વસ્તુતઃ સાધનત્રય માનવીય ચેતનાના ત્રણપક્ષોના રૂપમાં જ સાધનામાર્ગનું નિર્માણ કરે છે. ધાર્મિક ચેતનાના આ ત્રણ પક્ષોમાં જેવી પારસ્પરિક પ્રભાવકતા અને અવિભાજ્ય સંબંધ રહેલો છે. તેવી જ પારસ્પરિક પ્રભાવકતા અને અવિભાજ્ય સંબંધ માનવીય ચેતનાના ત્રણે પક્ષોમાં છે. જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મુક્તિ :
સાધના માર્ગમાં જ્ઞાન અને ક્રિયા (વિહિત આચરણ) શ્રેષ્ઠત્વ માટે વિવાદ ચાલ્યો આવે છે. વૈદિક યુગમાં જ્યાં શ્રેષ્ઠ આચરણની પ્રધાનતા રહી છે ત્યાં ઉપનિષદ યુગમાં જ્ઞાન પર ભાર મૂકવામાં આવે છે. ભારતીય ચિન્તકો સમક્ષ પ્રાચીન યુગથી જ આ સમસ્યા રહી છે કે જ્ઞાન અને ક્રિયામાંથી સાધનાનું (૨) ગીતા (શાં.) અ.-૫- પીઠિકા
31
For Private & Personal Use Only
આચારાંગ ૧/૫/૫
www.jainelibrary.org