SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ चरणानुयोग-२ प्रमाद निषेध परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से चक्खुबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से घाणबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से जिब्भबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से फासबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से सव्वबले य हायई, समयं गोयम ! मा पमायए ।। –૩૪. સ. ૨૦, . ર–રદ્દ अकलेवरसेणिमुस्सिया, सिद्धिं गोयम ! लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं, समयं गोयम ! मा पमायए ।। सूत्र १९५१ તારું શરીર નિર્બળ થતું જાય છે, વાળ ધોળા થતા જાય છે, આંખોની દષ્ટિ ક્ષીણ થતી જાય છે, તેથી તે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થવા માંડ્યાં છે, ધ્રાણશક્તિ જતી રહી છે, માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યાં છે, જીભથી રસ શક્તિનો નાશ થઈ રહ્યો છે, માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર દુર્બળ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યાં છે. તારી સ્પર્શેન્દ્રિય ક્ષીણ થઈ રહી છે. માટે છે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર ઘસાઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યાં છે, અને તમામ શક્તિઓ ક્ષીણ થઈ રહી છે, માટે તે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. હે ગૌતમ! તું દેહ મુક્ત થઈ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપકશ્રેણીને મેળવીને ક્ષેમકુશળ અનુત્તર એવા સિદ્ધલોકને પ્રાપ્ત કરીશ. માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. સંયત, બુદ્ધ અને ઉપશાંત બનીને પૂર્ણ સંયમી થઈને ગામ અથવા નગરમાં વિચરણ કર અને શાંતિમાર્ગની વૃદ્ધિ કર, માટે હે ગૌતમ ! એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. અર્થ તથા પદથી સુશોભિત તથા સુકથિત એવી પ્રભુની વાણીને સાંભળીને અને રાગ-દ્વેષનું છેદન કરીને શ્રી ગૌતમ સ્વામી સિદ્ધગતિને પ્રાપ્ત થયા. પ્રમાદીને સર્વ સ્થાનેથી ભય રહે છે, ત્યારે અપ્રમાદીને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. बुद्धे परिनिव्वुडे चरे, गामगए नगरे व संजए । सन्तिमग्गं च दूहए, समयं गोयम ! मा पमायए ।। बुद्धस्स निसम्म भासियं, सुकहियमट्ठपओवसोहियं । रागं दोसं च छिन्दिया, सिद्धिगई गए गोयमे ।। –૩૪. સ. ૨૦, . રૂ – ૩૭ सव्वओ.पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स पत्थि મયં | –આ. સુ. ૧, મ. ૨, ૩. ૪ સુ. ર૬ (૩) इच्चेवं समुट्ठिते अहोविहाराए, अंतरं च खलु इमं संपेहाए, धीरो मुहुत्तमवि णो पमायए , वओ अच्चेति जोव्वणं च, આ પ્રમાણે બુદ્ધિમાનું પુરુષ ઉત્તમ અવસર પામી સંયમના પાલનમાં ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કરે. કારણ કે યૌવન તથા વય વ્યતીત થઈ રહ્યાં છે. जीविते इह जे पमत्ता से हंता भेत्ता लुपित्ता विलुंपित्ता उद्दवेत्ता उत्तासयित्ता, अकडं करिस्सामि त्ति मण्णमाणे । જેને જીવનની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી તે અસંયમમય જીવનમાં પ્રમત્ત બની છેદન, ભેદન કરે છે, ચોરી, લૂંટફાટ તથા પ્રાણ હનન કરે છે, ઉપદ્રવ મચાવી ત્રાસ આપે છે. આજ સુધી કોઈએ નથી કર્યું એવું કાર્ય હું કરીશ.’ તેવા મનોરથ સેવે છે. –આ. સુ. ૧, મેં. ૨, ૩. . ૬-૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy