________________
सूत्र
१८३८ निर्विकृतिक (नीवी) प्रत्याख्यान सूत्र
प्रतिक्रमण ११३ (૭) પરિવળિયા રે, (૮) મહત્તરી Ii
૭. પારિષ્ઠાપનિકાકાર, ૮. મહત્તરાકાર, (૨) સવ્વસમાવિત્તિયારે,
૯. સર્વ-સમાધિપ્રત્યયાકાર. वोसिरामि ।
એ નવ આગાર સિવાય સર્વ પ્રકારના વિગયોનો -ઝવ. પ્ર. ૬, મુ. ૦૧
પરિત્યાગ કરું છું.
૧૦.
૧. દશ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોનું વિવેચન....
અનાભોગ – અત્યારે મને પ્રત્યાખ્યાન” છે. - એવું સર્વથા ભુલાઈ જાય અને કંઈ પણ ખવાઈ કે પીવાઈ જાય તો આ 'અનાભોગ આગાર છે. સહસાકાર– અનિચ્છાએ કોઈ પદાર્થ મોઢામાં ચાલ્યો જાય, એ સહસાકાર આગાર છે. જેમ કે-પાણી, છાશ આદિના છાંટા મોઢામાં ચાલ્યા જાય. અથવા કોઈ પરાણે મોઢામાં ઠાંસી દે અથવા બળજબરીથી ખવરાવી દે એને પણ સહસાકાર' આગાર જ જાણવો. પ્રચ્છન્નકાળ– વાદળ વગેરેના કારણે સૂર્ય ન દેખાવાથી પોરસનો નિશ્ચિત કાળ ન જાણવાથી પોરસીના પહેલાં જ પ્રત્યાખ્યાન પાળી લે તો પ્રચ્છન્નકાળઆહાર જાણવો. દિશામોહ– ભ્રમના કારણે પૂર્વ કે પશ્ચિમ દિશાનું યથાર્થ ભાન ન રહેવાથી પોરસી આવ્યા પહેલાં જ પોરસી આવી ગઈ એવું માની પોરસીનાં પ્રત્યાખ્યાન પાળી લે અને ખાઈ-પીઈ લે તો 'દિશામોહ” આગાર જાણવો. સાધુ વચન-- "પોરસી આવી ગઈ છે” એમ સાધુ પુરુષના કહેવાથી પોરસી આવ્યા વગર પ્રત્યાખ્યાન વાળી લેવાં-તે સાધુ વચન આગાર જાણવો. સર્વ સમાધિ પ્રત્યય આગાર– જ્યાં સુધી સમાધિભાવ છે ત્યાં સુધી પ્રત્યાખ્યાન છે, પ્રાણઘાતક ફૂલ આદિ રોગ નિમિત્તે અસમાધિવશ પ્રત્યાખ્યાન વાળી લેવા 'સર્વસમાધિ પ્રત્યય આગાર' જાણવો. મહત્તરાગાર- આચાર્યાદિ મહાપુરુષોની આજ્ઞાથી પ્રત્યાખ્યાન પાળી લેવાં તે મહત્તરાગાર આગાર' જાણવો. સાગારિક આગાર- એક આસન પર એકવાર ભોજન કરવાના પ્રત્યાખ્યાન હોવા છતાં ભોજન કરતી વેળાએ જો કોઈ ગૃહસ્થ આવે અને ઊઠવું પડે તેમજ બીજા સ્થાને ભોજન કરવું પડે તો 'સાગારિક આગાર' જાણવો. આકુંચન-પ્રસારણ આગાર– એકાસનથી ભોજન કરતાં બેઠાં બેઠાં જ પગને ખાલી ચડી જાય તો પગ લાંબો ટૂંકો કરવો પડે તે આકુંચન-પ્રસારણ’ આગાર છે. ગુરુ-અભુત્થાન આગાર - એકાસનમાં ભોજન કરતાં હોય અને ગુરુદેવ પધારે તો ઊભા થઈ ફરી બેસીને ભોજન કરવું તે 'ગુરુ અભ્યત્થાન આગાર' જાણવો. પારિષ્ઠાપનિકા આગાર - ઘણીવાર આહાર ગવેષક અસાવધાનીથી અથવા દાતાના અતિ આગ્રહથી અધિક આહાર આવી જાય, આહાર કર્યા બાદ શેષ વધી જાય તો બધા સાધર્મિક સાધુઓને આપી દે. કદાચ ત્યારબાદ પણ વધી જાય તો સ્થવિર ગુરુજનોની આજ્ઞાથી પ્રત્યાખ્યાનવાળા તે આહારનો ઉપયોગ કરે તે પારિષ્ઠાપનિકા આગાર' જાણવો. લેપાલેપ આગાર - આયંબિલમાં સરસ આહારનાં પ્રત્યાખ્યાન હોવા છતાં જો દાતા શાક, ઘો આદિ વિકૃતિથી ખરડાયેલા ચમચાને લૂછી લે અને તેનાથી આહાર ગ્રહણ કરે તો તે 'લેપાલેપ આગાર' જાણવો. ઉત્રિપ્ત વિવેક આગાર - આયંબિલ યોગ્ય નિરસ આહાર પર ગોળ આદિ પડ્યો હોય અને દાતા તેને ઉઠાવીને આપે તો તેને
ગ્રહણ કરી શકાય છે- તે ઉત્સિM વિવેક આગાર' જાણવો. ૧૪. ગૃહસ્થ સંસુ આગાર - દાતાના હાથ આંગળા આદિ ઘી, તેલ,ગોળ આદિથી ખરડાયેલા હોય અને એ જ હાથથી આયંબિલના
નિરસ આહારને આપે તે ગ્રહણ કરવાને ગૃહસ્થ સંસ્કૃષ્ટ આગાર' જાણવો. ૧૫. પ્રતીત્ય પ્રલિત આગાર - ઘઉં આદિનાં ભીજાવેલા કણિક પર ઘી, તેલ આદિ ચોપડેલ હોય અને રોટલી, પાપડ આદિ રુક્ષ ખાદ્ય
વસ્તુ ગ્રહણ કરે તો તે પ્રતીય પ્રક્ષિત આગાર' જાણવો. આ પંદર આગારોમાં માત્ર ૬ આગાર સાધુ- સાધ્વીઓ માટે અનિવાર્ય છે. (૧) સાગારિક આગાર, (૨) પારિષ્ઠાપનિક આગાર, (૩) લેપાલેપ આગાર (૪) ઉત્સિત વિવેક આગાર, (૫) ગૃહસ્થ સંસ્કૃષ્ટ આગાર, (૬) પ્રતીત્યમ્રક્ષિત આગાર, બાકીના ૯ આગાર સાધુ- સાધ્વીઓ શ્રાવક – શ્રાવિકા બધા માટે ઉપયોગી છે. (૧) અનાભોગ આગાર, (૨) સહસાકાર આગાર, (૩) દિશામોહ આગાર, (૪) સાધુ વચન આગાર,(૫) આકુંચન પ્રસારણ આગાર, (૬) ગુરુ અભુત્થાન આગાર, (૭) મહત્તરાગાર આગાર, (૮) પ્રચ્છન્નકાળ આગાર, (૯) સર્વ સમાધિ પ્રત્યયાગાર. દશ પ્રત્યાખ્યાનોમાંથી પાંચ પ્રત્યાખ્યાન એવાં છે જેમાં પારિષ્ઠાપનિકા આગાર આવે છે, જેમ કે(૧) એકાસન, (૨) એકસ્થાન, (૩) આયંબિલ, (૪) ઉપવાસ, (૫) નિર્વિકૃતિક, બાકીના પાંચ પ્રત્યાખ્યાનોમાં પારિષ્ઠાપનિકા આગાર હોતો નથી, જેમ કે – (૧) નમસ્કાર સહિત (નૌકારસી) (૨) પૌરુસી, (૩) પૂર્વાર્ધ, (બે પોરસી) (૪) દિવસ-ચરિમ, (૫) અભિગ્રહ. For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૩.
Jain Education International