________________
પ્રસ્તાવના
સદાચરણ ઃ એક બૌદ્ધિક વિમર્શ
માનવપ્રકૃતિ :
મનુષ્ય વિશ્વમાં શ્રેષ્ઠતમ પ્રાણી છે. તેનાથી શ્રેષ્ઠ અન્ય કંઈ પણ નથી. છતાં પણ માનવ – અસ્તિત્વ જટિલ (Complex) વિરોધાભાસપૂર્ણ(paradoxical) અને બહુ - આયામી (Multi dimensional) છે. મનુષ્ય માત્ર જૈવિક સંરચના જ નથી. તેનામાં વિવેકાત્મક ચેતના પણ છે. શરીર અને ચેતના આપણા અસ્તિત્વના મુખ્ય બે પક્ષ છે. શ૨ી૨થી વાસના અને ચેતનાથી વિવેકનું પ્રસ્ફુટન થાય છે. મનુષ્યની એ વિવશતા છે કે તેને વાસના અને વિવેકના બે સ્તરો પર જીવન જીવવું પડે છે. તેની
પાસે શરીર પોતાની માંગણી પ્રસ્તુત કરે છે તો વિવેક પોતાની માંગણી પ્રસ્તુત કરે છે. એક બાજુ તેને દૈહિક આવશ્યકતાઓની પૂર્તિ કરવી પડે છે તો બીજી બાજુ વિવેક દ્વારા નિર્ધારિત જીવન જીવવાના અમુક આદર્શોનું પરિપાલન કરવું પડે છે. વાસના અને વિવેકના સંઘર્ષ ને સહન કરવા એ જ માણસની નિયતિ છે. જો કે જીવન જીવવા માટે શારીરિક માંગને પૂર્ણરૂપે ઠુકરાવી
નથી શકાતી. પરંતુ એક વિવેકશીલ પ્રાણીના રૂપમાં મનુષ્યનું આ કર્તવ્ય બની જાય છે કે તે આંધળી વાસનાથી ઉપર ઊઠે વાસનાત્મક આવેગોથી મુક્તિ મેળવવી તે માણસનું લક્ષ્ય છે. જ્યાં પશુનો જીવન વ્યવહાર પૂર્ણતઃ જૈવિક વાસનાઓથી નિયંત્રિત હોય છે, ત્યાં મનુષ્યની એ વિશેષતા છે કે તે વિવેક તત્ત્વ દ્વારા પોતાના વાસનાત્મક જીવન પર પણ નિયંત્રણ કરી શકે છે. અને તેમાં માનવીય આત્મામાં અનુસ્મૃત સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે. પશુનો જીવન વ્યવહાર પૂર્ણતઃ પ્રકૃતિના અન્ય યાન્ત્રિક નિયમોથી ચાલિત હોય છે. માટે તે પરતન્ત્ર છે. જ્યારે મનુષ્ય પ્રકૃતિના યાંત્રિક નિયમોથી આગળ વધીને જીવન જીવવાની ક્ષમતા રાખે છે, માટે તેનામાં સ્વતંત્ર કે મુક્ત થવાની કે સંભાવના પણ છે. એ જ કારણ છે કે જ્યાં પશુ જીવનનાં વિકાસ અને પતનની સંભાવનાઓ બહુ જ ઓછી હોય છે. જ્યારે મનુષ્યના જીવનમાં વિકાસ અને પતનની અનંત સંભાવનાઓ હોય છે. તે વિકાસની દિશામાં આગળ વધે તો દેવત્વથી આગળ નીકળી શકે છે. અને પતનની દિશામાં નીચો ઉતરે તો પશુથી પણ નીચો થઈ શકે છે. આને જૈનધર્મની પરિભાષામાં કહીએ તો એક મનુષ્ય જ વિશ્વમાં એવું પ્રાણી છે કે જે આધ્યાત્મિક પતન દ્વારા નારકજીવનના નિમ્નતમ સ્તર (સાતમીનરક)નરકને પ્રાપ્ત કરી શકે છે. તો બીજી બાજુ આધ્યાત્મિક વિકાસ દ્વારા
Jain Education International
– પ્રો. સાગરમલ જૈન
મુક્તિના પરમ સાધ્યને પણ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્યની આ આધ્યાત્મિક વિકાસયાત્રાને ધર્મના નામથી સંબોધિત કરાય છે. માનવની વિકાસયાત્રાનું સોપાન ધર્મ :
સામાન્ય રીતે આચાર અને વ્યવહારના કેટલાક વિધિ વિધાનોના પરિપાલનને ધર્મ કહેવાય છે. ધર્મ આપણને બતાવે છે કે આમ કરો, આમ ન કરો, પરન્તુ આચારના બાહ્યનિયમોના પાલનને ધર્મ માની લેવો એ પણ એક ભ્રાન્તિ જ છે. આચાર અને વ્યવહારના બાહ્ય નિયમ ધર્મના શરીર તો અવશ્ય છે, પરંતુ તે ધર્મનો આત્મા નથી ! ધર્મનો આત્મા તો વિવેકપૂર્ણ જીવન – દૃષ્ટિ તથા સમતારૂપી સાધ્યની ઉપલબ્ધિમાં છૂપાયેલો છે. જે આચાર અને વ્યવહારના આ સ્થૂળનિયમોનું મૂળ હાર્દ છે. આ વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિ જ આચાર- વ્યવહાર અને તેની મર્યાદાઓ અને વિધિ - નિષેધોની સર્જક છે. જે વ્યક્તિગત અને સામાજિક જીવન શાંતિ અને સમતાના સ્થાપક છે. અને તેને સામાન્ય રીતે ધર્મ કે સદાચારના નામથી ઓળખાય છે. વૈદિક અને શ્રમણધર્મ પરંપરાઓ તથા તેની વિશેષતા :
ભારતીય ધર્મોને મુખ્યતયા વૈદિક અને શ્રમણ આ બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ વિભાજનનો મૂલાધાર તેની પ્રવૃત્તિમૂલક અને નિવૃત્તિમૂલક જીવનદૃષ્ટિ છે. જે ક્રમશઃ વાસના અને ભાવાવેગ જનીત જૈવિક લ્યો અને વિવેક જનિત આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત છે. સામાન્ય રીતે વૈદિક ધર્મ પ્રવૃત્તિમૂલક અને શ્રમણધર્મ નિવૃત્તિમૂલક કહેવાય છે. જો કે હાલ વૈદિક અને શ્રમણધર્મોની વિવિધ જીવિત પરંપરાઓની વચ્ચે પ્રવૃત્તિ અને નિવૃત્તિના આધારે કોઈ વિભાજક રેખા ખેંચવી કઠિન છે. કારણ કે હાલ કોઈ પણ ધર્મ પરંપરા કે ધર્મ સંપ્રદાયને પૂર્ણરૂપે પ્રવૃત્તિમૂલક કે નિવૃત્તિમૂલક કહી શકાય તેમ નથી. જ્યાં એક બાજુ વૈદિક ધર્મમાં ઔપનિષિદિક ચિંતનના કાળથી જ નિવૃત્તિમૂલક તત્ત્વો પ્રવેશવા લાગ્યા અને વૈદિક કર્મકાંડ, ઈહલૌકિકવાદ અને ભોગવાદી જીવનદૃષ્ટિ સમિક્ષાનો વિષય બની; બીજી બાજુ શ્રમણ પરંપરાઓમાં પણ ધર્મસંધોની સ્થાપનાની સાથે સમાજ વ્યવસ્થાના રૂપમાં કેટલીક પ્રવૃત્તિમૂલક અવધારણાઓને સ્વીકાર ક૨વામાં આવ્યો. આ રીતે લોકકલ્યાણના પાવનઉદ્દેશ્યને લઈને બંને પરંપરાઓ એક બીજાની નિકટ આવી ગઈ.
17
For Private & Personal Use Only
www.jainelibrary.org