________________
ō વિરતિ : - જ્ઞાનનું ફળ વિરતિ છે. શ્રુતનો સાર ચારિત્ર છે. માટે ચારિત્ર સંબંધી વિવરણ આગમોમાં અત્ર તત્ર વધારે માત્રામાં મળે છે. આમ પણ કહેવાય છે કે 'ચરિત્ર' બધા કરતાં વિશાળ તથા વ્યાપક છે. ધર્મકથાનુયોગની જેમ ચરણકરણાનુયોગની પણ વર્ણનની દૃષ્ટિથી વિસ્તૃત છે. માટે તેની સામગ્રી અનુમાન કરતાં વધી ગઈ છે. માટે તેને બે ભાગમાં વિભક્ત કર્યું છે.
'આચાર'ના મુખ્ય પાંચ વિભાગ છે. ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, ૫. વીર્યાચાર. વર્ણનની દૃષ્ટિએ ચારિત્રાચાર બધા કરતાં વિશાલ છે. પ્રસ્તુત ભાગમાં જ્ઞાનાચાર અને દર્શનાચારનું વર્ણન તો ૨૦૫ પૃષ્ઠોમાં જ આવી ગયું છે. ચારિત્રાચારનું વર્ણન પ્રથમ ભાગના ૫૫૦ પૃષ્ઠ તથા દ્વિતીય ભાગના ૨૯૨ પૃષ્ઠ એમ ટોટલ ૮૮૨ પૃષ્ઠોમાં છે. તપાચારનો વિષય ૧૨૨ પૃષ્ઠોમાં સમાવાયો છે. પરંતુ વીર્યાચારનો વિષય ૬૨ પૃષ્ઠોમાં સમાવિષ્ટ થઈ ગયો છે.
એ વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે કે જે વિષય આગમોમાં અનેક સ્થાને આવેલ છે, ત્યાં એક આગમનો મૂલ પાઠ આપીને બાકી આગમપાઠ તુલના માટે ટિપ્પણીઓમાં આપ્યા છે જેથી તુલનાત્મક દૃષ્ટિથી વાંચવાવાળાને ઉપયોગ થાય. અનેક પાઠોના અર્થોમાં ભ્રાન્તિ થાય છે. ત્યાં ટીકા ભાષ્ય આદિનો સહારો લઈને પાઠનો અર્થ પણ સ્પષ્ટ કર્યો છે. વ્યાખ્યાનું અંતર પણ બતાવ્યું છે. કોઈક પાઠોની પૂર્તિ માટે વૃત્તિ, ચૂર્ણી, ભાષ્ય આદિનો પણ ઉપયોગ કર્યો છે.
આ પ્રમાણે પૂરી સાવધાની રાખી છે કે જે વિષય જ્યાં છે ત્યાં પોતાનામાં પરિપૂર્ણ હોય, તેના માટે સમાન, પૂરક તથા ભાવ સ્પષ્ટ કરવાવાળા અન્ય આગમોના પાઠ પણ અંકિત કર્યા છે. મને દઢ વિશ્વાસ છે કે આગમજ્ઞાન પ્રત્યે રુચિ, શ્રદ્ધા તથા ભક્તિ રાખવાવાળા પાઠકોને આ ચરણાનુયોગ તેની જિજ્ઞાસાને તૃપ્ત ક૨શે તથા શ્રુતભક્તિને વધારે સુદૃઢ બનાવશે.
આ મહત્ત્વપૂર્ણ ગ્રંથની વિશિષ્ટ પ્રસ્તાવના લખવાનું દાયિત્વ જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સાગરમલજી જૈને સર્વથા નિસ્પૃહ ભાવનાથી વહન કરેલ છે. તેઓ જૈન આચાર શાસ્ત્રોના મર્મજ્ઞ છે અને બહુશ્રુત છે. પ્રસ્તાવનામાં તેમણે બધા વિષયો પર તુલનાત્મક દૃષ્ટિથી વિચાર વિસ્તાર કરેલ છે જે પાઠકોને માટે ઉપયોગી થશે. હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપિત કરું છું.
બંને ભાગની શબ્દસૂચિ તથા વિષયસૂચિ બનાવવાનું શ્રેય સંપાદનકલા નિષ્ણાત શ્રીયુત શ્રીચન્દ્રજી સુરાણા 'સરસે' કર્યું છે. આ ગુજરાતી આવૃત્તિમાં શબ્દ સૂચી નહીં આપી શક્યા તેના માટે હિન્દી સંસ્કરણનો
ઉપયોગ કરે.
માંગીલાલ શર્માએ પણ સારી રીતે સેવા આપે છે અને પ્રૂફરિડિંગ લાગણીથી કરી છે તે પ્રશંસાને
પાત્ર છે.
અંતમાં આ મહાનકાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહયોગ આપવાવાળા સર્વે સહયોગીજનો પ્રત્યે હાર્દિક ભાવથી કૃતજ્ઞતા જ્ઞાપિત કરું છું.
Jain Education International
16
For Private & Personal Use Only
www.jainelibrary.org