________________
અનેક વરસથી વિદુષી સાધ્વી ડૉ. શ્રી મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી તથા તેમના સાક્ષર શિષ્યા પરિવારનો એવો અનુપમ સુયોગ મળ્યો કે જેથી અનુયોગનું કાર્ય પ્રગતિપર થયું. તેઓ આ કાર્યમાં તન્મય થઈને જે સહયોગ પ્રદાન કર્યો છે, તેનાં ઉપકારનું આગમ અભ્યાસીજનો યુગ-યુગ સુધી સ્મરણ કરશે.
અનુયોગ સંપાદનકાર્યમાં પ્રારંભમાં તો અનેક બાધાઓ આવી. જેવી કે આગમની શુદ્ધ સંસ્કરણની પ્રતિઓનો અભાવ, પ્રાપ્ત પાઠોમાં ક્રમભંગ અને વિશેષ તો નાવ શબ્દનો અનપેક્ષિત અનાવશ્યક પ્રયોગ, છતાં પણ ધીરે-ધીરે જેમ આગમ સંપાદન કાર્યમાં પ્રગતિ થઈ તેમ-તેમ કઠિનાઈઓ પણ દૂર દૂર થતી ગઈ. મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ, જૈન વિશ્વભારતી - લાડનું તથા આગમ પ્રકાશન સમિતિ - બ્યાવર આદિ આગમ પ્રકાશન સંસ્થાઓનો ઉપકાર માનવો જોઈએ કે જ્યાં આજે પણ આગમોનાં સુન્દર ઉપયોગી સંસ્કરણો ઉપલબ્ધ છે અને અધિકાંશ પૂર્વાપેક્ષા શુદ્ધ અને સુસંપાદિત છે. જો કે આજે પણ ઉક્ત સંસ્થાઓના નિર્દેશકોની આગમ સંપાદન શૈલી પૂર્ણ વૈજ્ઞાનિક કે જેવી જોઈએ તેવી તો નથી જ! લિપિદોષ, લેખકના મતિભ્રમ તથા વાચનાભેદ આદિ કારણોથી આગમોના પાઠોમાં અનેક સ્થાનો પર વ્યુત્ક્રમ દેખાય છે. પાઠભેદ તો છે જ, નાવ શબ્દ કયાંક અનાવશ્યક જોડી દીધો છે તેના કારણે વિપરીત અર્થ પણ થઈ જાય છે. કયાંક લગાવ્યો નથી અને ક્યાંક પુરો પાઠ લખીને પણ લગાવી દીધો છે. પ્રાચીનપ્રતિઓમાં આ પ્રકારનો લેખનદોષ રહી ગયો છે. જેના કારણે આગમનો યથાર્થ અર્થ કરવામાં તથા પ્રાચીન પાઠ પરંપરાનો બોધ કરાવવો કઠિન પડે છે. વિદ્વાન સંપાદકોએ તેના તરફ ધ્યાન આપવું જરૂરી હતું. પ્રાચીન પ્રતિઓમાં ઉપલબ્ધ પાઠ જેમનો તેમ રાખી દેવો, અડગ શ્રત શ્રધ્ધાનું રૂપ નથી. આપણી શ્રુતભક્તિ શ્રુતને વ્યવસ્થિત અને શુદ્ધરૂપમાં પ્રસ્તુત કરવામાં છે. ક્યારેક - કયારેક એક પાઠનું મિલાન કરવામાં અને યોગ્ય પાઠ નિર્ધારણ કરવામાં કેટલાય દિવસો, કેટલાય સપ્તાહ પણ થઈ જાય છે. પરન્તુ વિદ્વાન અનુસંધાતા તેને યોગ્ય રૂપમાં જ પ્રસ્તુત કરે છે. આજે આ પ્રકારના આગમ સંપાદનની આવશ્યકતા છે.
હું મારી શારીરિક અસ્વસ્થતાના કારણે, વિદ્વાન સહયોગીની કમીના કારણે તથા પરિપૂર્ણ સાહિત્યની અનુપલબ્ધિ તથા સમયના અભાવના કારણે જેવા સંશોધિત શુદ્ધપાઠ આપવા ઈચ્છલ તેવા નથી આપી શકેલ. છતાં પણ મેં પાઠ શુદ્ધિ માટે પૂરતો પ્રયત્ન કર્યો છે. લાંબો-લાંબો સમાન પદ જેનું ઉચ્ચારણ કઠિન હોય છે તથા ઉચ્ચારણ કરતી વખતે અનેક આગમ અભ્યાસી પણ ઉચ્ચારણદોષથી ગ્રસ્ત થઈ જાય છે. તેવા કઠિન પાઠોને સુગમ રૂપમાં પ્રસ્તુત કરી, નાના પદ બનાવીને આપવામાં આવે અને ઠીક તેની સામે જ તેનો અર્થ આપવામાં આવે તો તેનાથી અર્થબોધ સુગમ થઈ જાય. જો કે જે સંસ્કરણના મૂળ પાઠ લીધા છે તેના જ હિન્દી અનુવાદ પણ લીધા છે. છતાં પણ જાગરુકતા અવશ્ય રાખી છે. અનેક સ્થાનો પર ઉચિત સંશોધન પણ કર્યું છે. ઉપર્યુક્ત ત્રણ સંસ્થા સિવાય આગમોદય સમિતિ રતલામ તથા સુત્તાગમે (પુષ્ફભિખુજી) ના પાઠ પણ ઉપયોગી થયા છે. પૂ. અમોલખઋષિજી મ. તથા આચાર્ય શ્રી આત્મારામજી મ. દ્વારા સંપાદિત આગમોનો પણ યથાવશ્યક ઉપયોગ કર્યો છે.
હું ઉક્ત આગમોના સંપાદક વિદ્વાનો શ્રદ્ધેય મુનિવરોનો આભારી છું. પ્રકાશન સંસ્થાઓ પણ ઉપકારી છે. તેમનો સહયોગ કૃતજ્ઞભાવથી સ્વીકારવો તે અમારું કર્તવ્ય છે.
હવે પ્રસ્તુત ગ્રંથ ચરણાનુયોગના વિષયમાં પણ કંઈક કહેવા ઇચ્છું છું.
ચરણાનુયોગ :- આગમોનો સાર આચાર છે. બંને લિં સારો ? - માથા આચારંગ આગમતો અંગોનું સારભૂત આગમ છે જ. પરંતુ આચાર - અર્થાત્ ચરિત્ર' આ આગમનો, શ્રુતનો સાર છે. જ્ઞાનસ્ય
AJJ
Jain Education International
15. For Private Personal Use Only
www.jainelibrary.org