________________
३२ चरणानुयोग - २
નસ્લિમે સદ્દા ય, વા ય, ગંધા ય, રસાય, જસા य अभिसमण्णागता भवंति से आतवं णाणवं वेयवं धम्मवं बंभवं ।
पण्णाणेहिं परिजाणंति लोगं, मुणी ति वच्चे धम्मविदु त्ति अंजू आवट्टसोए संगमभिजाणंति ।
-. સુ. શ્ન, મેં. ૩, ૩. , મુ. ૨૦૭
संधिं लोगस्स जाणित्ता आयओ बहिया पास ।
तम्हा ण हंता ण विघातए ।
अमुनि-मुनि-स्वरूप
जमिणं अण्णमण्णवितिगिंछाए पडिलेहाए ण करेति पावं कम्मं किं तत्थ मुणी कारणं सिया ?
આ. સુ. , અ. ૨, ૩. ૨, સુ. ૨૨ अलोलुए अक्कुहए अमाई,
अपिसणे यावि अदीणवित्ती
नो भावए नो वि य भावियप्पा,
I
अकोउहल्ले य सया स पुज्जो ।।
साहू अगुणेऽसाहू,
गिण्हाहि साहू गुणमुंचऽसाहू । वियाणिया अप्पगमप्पएणं,
जो रागदोसेहिं समो स पुज्जो ।।
तहेव डहरं व महल्लगं वा,
इत्थी पुमं पव्वइयं गिहिं वा । नो हीलए नो विय खिसएज्जा,
थंभं च कोहं च चए स पुज्जो ।।
Jain Education International
-સ. ૬. ૬, ૩. ૩, ગા. ૨૦-૨૨
અમુળી–મુળી સવં १६७५. दुव्वसु मुणी अणाणाए, तुच्छए गिलाति वत्तए ।
एस वीरे पसंसिए अच्चेति लोगसंजोगं । एस णाए
सूत्र १६७५
જે પુરૂષે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શોને યથાર્થરૂપે જાણી છોડી દીધા છે, તેજ આત્મસ્વરૂપનો જ્ઞાતા, જ્ઞાની, શાસ્ત્રવેત્તા, ધર્મવેત્તા અને બ્રહ્મચારી છે.
જે પુરૂષ પોતાના જ્ઞાનબળથી સમગ્રલોકને જાણી લે છે, તેજ સાચો સાધુ કહેવાય છે. તે ધર્મને જાણનાર સ૨ળ હૃદય મુનિ જન્મ-મરણના ચક્રનો અને વિષયાભિલાષાનો સંબંધ જાણે છે.
સાધક સુઅવસર જાણીને પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરનારાં કાર્ય ન કરે, પોતાના સમાન જ અન્ય જીવોને જુએ.
માટે કોઈ પણ જીવની હિંસા સ્વયં ન કરે, અન્ય પાસે કરાવે નહિ.
જે એક-બીજાની શરમ, તેમજ લજજા ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી. તે શું મુનિ કહેવાય ? અર્થાત્ તે મુનિ નથી.
જે અલોલુપી, અકૌતુકી - મંત્ર યંત્રાદિ ઈન્દ્રજાળથી રહિત માયા અને ચાડી ચુગલીથી રહિત અદીન વૃત્તિવાન છે તથા સ્વયં પોતાની પ્રશંસા કરતો નથી તેમજ બીજા પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ કરતો નથી અને કુતૂહલ પણ કરતો નથી તે જ ખરેખર પૂજ્ય છે.
ગુણોથી સાધુ અને અગુણોથી અસાધુ હોય છે. સાધુ યોગ્ય ગુણોને ગ્રહણ કરી લે અને અસાધુ-યોગ્ય અવગુણોને છોડી દે. પોતાના આત્મા દ્વારા આત્માને નાના પ્રકારથી બોધિત કરે તથા રાગ અને દ્વેષના વિષયોમાં સમભાવ રાખે તે જ પૂજવા યોગ્ય છે. જે પોતાનો વડીલ હોય કે નાની વયનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય, કોઈની પણ નિંદા કે તિરસ્કાર કરે નહિ, તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોને તિલાંજલિ આપી દે, તે જ ખરેખર પૂજ્ય છે.
અમુનિ તથા મુનિનું સ્વરૂપઃ
૧૬૭૫. તીર્થંકરની આજ્ઞાને નહિં માનનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. તે સાધક ચારિત્રથી શૂન્ય હોવાને કારણે ધર્મનું કથન કરવામાં લજ્જાનો અનુભવ કરે છે.
વીતરાગની આજ્ઞાનો આરાધક બની, સંસારની જંજાળથી પાર થઈ જાય છે, તે જ વીર મુનિ પ્રશંસનીય છે, તે જ નાયક કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org