________________
सूत्र
१६७२
भिक्षु लक्षण
संयमी जीवन २९
खत्तियगणउग्गरायपुत्ता,
माहणभोइय विविहा य सिप्पिणो । नो तेसिं वयइ सिलोगपूयं,
तं परिन्नाय परिव्वए स भिक्खू ।। गिहिणो जे पव्वइएण दिट्ठा,
अप्पव्वइएण व संथुया हविज्जा । तेसिं इहलोइयफलट्ठा,
जो संथवं न करेइ स भिक्खू ।। सयणासणपाणभोयणं,
विविहं खाइमं साइमं परेसिं । अदए पडिसेहिए नियण्ठे,
जे तत्थ न पउस्सई स भिक्खू ।।
જે ક્ષત્રિય ગણ, ઉગ્ર રાજકુળ, બ્રાહ્મણ કે ભોગ કુળના જનો, કે બધી જાતના કારીગરોની પૂજા તેમજ પ્રશંસા નથી કરતો પણ એને ત્યાજય સમજી સંયમ માર્ગમાં વિચરે છે, તે ભિક્ષુ છે. જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછીનો કે પહેલાંનો પરિચિત હોય તેની સાથે આ લોક સંબંધી ફળની પ્રાપ્તિ માટે જે સંબંધ ન રાખે, તે ભિક્ષુ છે.
जं किंचि आहारपाणगं,
विविहं खाइमं साइमं परेसिं लद्धं । जो तं तिविहेण नाणुकम्पे,
मणवयकाय-सुसंवुडे स भिक्खू ।।
શયન, આસન, પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થો કોઈ ગૃહસ્થ ન આપે અથવા માંગવા છતાં ના પાડે તો જે નિગ્રંથ તેના પ્રત્યે દ્વેષ રાખતો નથી, તે ભિક્ષુ છે. ગૃહસ્થો પાસેથી જાત-જાતના અશન, પાન તેમજ ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો મેળવીને જે મન-વચન-કાયાથી ત્રિવિધ અનુકંપા કરતો નથી, આશીર્વાદ વગેરે આપતો નથી, પણ મન, વચન અને કાયાથી પૂર્ણ સંવૃત રહે છે, તે ભિક્ષુ છે. ઓસામણ, જવનું બનેલું ભોજન, ઠંડું ભોજન, કાંજીનું પાણી, જવનું પાણી- જેવી નીરસ ભિક્ષાની જે નિંદા કરતો નથી, પણ ભિક્ષા માટે સાધારણ ઘરોમાં જાય છે, તે ભિક્ષુ છે.
आयामगं चेव जवोदणं च,
સીય વીર નવી | नो हीलए पिण्डं नीरसं तु,
पन्तंकुलाई परिव्वए स भिक्खू ।। सद्दा विविहा भवन्ति लोए.
दिव्वा माणुस्सगा तहा तिरिच्छा । भीमा भयभेरवा उराला,
जो सोच्चा न विहिज्जई स भिक्खू ।। वादं विविहं समिच्च लोए,
सहिए खेयाणुगए य कोवियप्पा । पन्ने अभिभूय सव्वदंसी उवसन्ते,
अविहेडए स भिक्खू ।।
સંસારમાં દેવ, મનુષ્ય અને પશુ-પક્ષીઓનાં જે અનેક પ્રકારનાં રૌદ્ર, અતિ ભયંકર, અદૂભુત અવાજ થાય છે તેમને સાંભળીને ભયભીત થતો નથી, તે ભિક્ષુ છે.
લોક પ્રચલિત વિવિધ ધર્મ-વિષયક વાદોને જાણીને પણ જે જ્ઞાન દર્શનાદિ સ્વ-ધર્મમાં સ્થિર રહે છે, જેણે શાસ્ત્રોનો પરમ અર્થ જામ્યો છે, જે પ્રાજ્ઞ છે જેણે પરીષહને જીત્યા છે, જે બધા જીવો તરફ સમભાવ રાખે છે, જે ઉપશાન્ત છે, જે કોઈને પણ અપમાનિત કરતો નથી, તે ભિક્ષુ છે. જે શિલ્પજીવી નથી, જેનું ઘર નથી, જેના અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે બધી રીતે પરિગ્રહ-રહિત છે, જે અણુકષાયી છે (અર્થાતુ જેમાં ક્રોધાદિ કષાય મંદ છે, ) જે નીરસ અને પરિમિત આહાર લે છે, જે • ઘરવાસ છોડીને એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે.
असिप्पजीवी अगिहे अमित्ते,
जिइन्दिए सव्वओ विप्पमुक्के । अणुक्कसाई लहुअप्पभक्खी चेच्चा, गिह एगचरे स भिक्खू ।।
-૩૪. ઝ, ૨૬, II. ૬-૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org