________________
२८ चरणानुयोग - २
संथवं जहिज्ज अकामकामे,
अन्नायएसी परिव्वए स भिक्खू ।।
ओवरयं चरेज्ज लाढे,
विरए वेयवियायरक्खिए
पन्ने अभिभूय सव्वदंसी,
जे कम्हिवि न मुच्छिए स भिक्खू ।।
अक्कोसवहं विइत्तु धीरे,
मुणी चरे लाढे, निच्चमायते । अव्वग्गमणे असंपहिट्ठे,
जे कसिणं अहियासए स भिक्खू ।।
पन्तं सयणासणं भइत्ता,
अव्वग्गमणे असंपहिट्ठे,
सी- उण्ह विविहं च दंसमसगं ।
नो सक्कियमिच्छई न पूयं,
जे कसिणं अहियासए स भिक्खू ।।
से संजए सुव्वए तवस्सी,
Jain Education International
नो वि य वन्दणगं कुओ पसंसं ।
जेण पुणं जहाइ जीवियं,
सहिए आयगवेसए स भिक्खू ।।
नरनारिं पजहे सया तवस्सी,
भिक्षु लक्षण
मोहं वा कसिणं नियच्छई ।
છિન્ન, સર મોમ, અન્તવિવું, सुमिणं, अंगवियारं सरस्स विजयं,
न य कोऊहलं उवेइ स भिक्खू ।।
लक्खणदण्डवत्थुविज्जं
मन्तं मूलं विविहं वेज्जचिन्तं,
जो विज्जाहिं न जीवई स भिक्खू ।।
वमणविरेयणधूमणेत्तसिणाणं
आउरे सरणं तिगिच्छियं च,
तं परिन्नाय परिव्वए स भिक्खू ।।
सूत्र १६७२ જે પરિચયનો ત્યાગ કરે છે, કામનાથી મુક્ત છે, પોતાની જાતિ વગેરેનો પરિચય આપ્યા વિના જે ભિક્ષાની શોધ કરે છે, અને અપ્રતિબદ્ધભાવે વિહાર કરે છે, તે ભિક્ષુ છે.
જે રાગથી મુક્ત છે, સંયમમાં લીન છે, આશ્રવથી વિરત છે, શાસ્ત્રજ્ઞ છે, આત્મરક્ષક તેમજ પ્રાજ્ઞ છે, જે રાગદ્વેષને પરાજિત કરીને બધાને પોતાના જેવા ગણે છે, જે કોઈપણ વસ્તુમાં આસક્ત થતો નથી, તે ભિક્ષુ છે.
કઠોર વચન તેમજ હિંસા-મારપીટને પોતાના પૂર્વ કર્મનું ફળ માની જે શાંત રહે છે, જે સંયમમાં શ્રેષ્ઠ છે, જેણે આશ્રવથી પોતાનું રક્ષણ કર્યું છે, વ્યાકુળતા તેમજ હર્ષાતિરેકથી રહિત છે, જે સમભાવથી બધું સહન કરે છે, તે ભિક્ષુ છે.
જે સાધારણ શયન-આસનને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી-ગરમી, માખી-મચ્છરાદિ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં હર્ષિત કે વ્યથિત નથી થતો અને સર્વ સહન કરે છે, તે ભિક્ષુ છે.
જે ભિક્ષુ સત્કાર, પૂજા, વંદનાની પણ અપેક્ષા નથી રાખતો, જે સંયત છે, સુવ્રતી છે, તપસ્વી છે, નિર્મળ આચરણવાળો છે, જે આત્મ-ખોજમાં લીન છે, તે ભિક્ષુ છે.
સ્ત્રી હોય કે પુરૂષ, જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ આવે અને બધી રીતે મોહ ઉત્પન્ન થાય તેવા સંગથી તપસ્વી દૂર રહે. જે કુતૂહલ ન કરે, તે ભિક્ષુ છે.
જે છિન્નવિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ, આંતરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુ વગેરે વિદ્યાઓથી અને અંગવિકાર શબ્દવિજ્ઞાન (પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન) વગેરેથી જે આજીવિકા મેળવતો નથી, તે ભિક્ષુ છે.
જે રોગાદિથી પીડાવા છતાં મંત્ર-મૂળ-જડી-બૂટી વગેરે આયુર્વેદ સંબંધી વિચારણા, વમન-વિરેચન, ધૂમ્રપાન પ્રયોગ, સ્નાન પ્રયોગ કે સ્વજનોનો આશ્રય અને ચિકિત્સાનો ત્યાગ કરીને અપ્રતિબદ્ધ ભાવે વિચરે છે, તે ભિક્ષુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org