________________
सूत्र १६७२
भिक्षु लक्षण
संयमी जीवन २७
જે સમ્યક્દર્શી છે, સદા અપ્રમત્ત છે, જ્ઞાન, તપ અને સંયમમાં રહી તપથી પૂર્વ કર્મોને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે છે અને જે મન, વચન અને કાયાનો સંયમ રાખે છે, તે ભિક્ષુ છે.
જે કલેશ ઉત્પન્ન કરનારી કથા કરે નહિ, કોઈ ઉપર ક્રોધ કરે નહિ, પોતાની ઈન્દ્રિયોને ચંચળ થવા દે નહિ, તેમજ સદા પ્રશાંત રહે, સંયમમાં ત્રણેય યોગ દૃઢતાપૂર્વક જોડે, ઉપશાંત રહે, કોઈનો પણ તિરસ્કાર કરે નહિ, તે ભિક્ષુ છે.
सम्मद्दिट्ठी सया अमूढे,
अत्थि हु नाणे तवे संजमे य । तवसा धुणइ पुराणपावणं, મU/વ@ાથ સુસંધુ ને ૪ મિg |
-સ ઝ, ૨૦, II, ૨-૭ न य वुग्गहियं कहं कहेज्जा,
न य कुप्पे निहूइंदिए पसंते ।। संजमधुवजोगजुत्ते, उवसंते अविहेडए जे स भिक्खू ।।
-સ, . ૨૦, ગા. ૨૦ उवहिम्मि अमुच्छिए अगिद्धे,
-નાય–jછે પુનપુત્રા | कय-विक्कय-सन्निहिओ विरए,
सव्व-संगावगए य जे स भिक्खू ।। अलोल भिक्खू न रसेसु गिद्धे,
કંઈ વરે નીવિય નમઃ | इड्ढि च सक्कारण पूयणं च,
चए ठियप्पा अणिहे जे स भिक्खू ।।
જે પોતાની ઉપધિમાં અમૂચ્છિત રહે, આસક્તિરહિત હોય, અજ્ઞાત કુળોમાંથી થોડો-થોડો કરીને શુદ્ધ આહારની ગોચરી લેનાર, ચારિત્રને અસાર કરનાર દોષોથી રહિત હોય, ક્રય-વિક્રય અને સંગ્રહથી વિરકતા રહે, સર્વ પ્રકારનાં સંગથી મુક્ત હોય, તે સાધુ છે. જે સાધુ લોલુપતા રહિત છે, રસમાં ગૃધ્ધ નથી, અજ્ઞાત કુલોમાં આહાર માટે જાય છે, સંયમ-રહિત જીવનને ઈચ્છતો નથી, જ્ઞાનાદિના વિષયમાં પોતાના આત્માને સ્થિત રાખે છે, છળથી રહિત છે, લબ્ધિ-પ્રમુખ ઋધ્ધિને, સત્કારને અને પૂજાને છોડે છે, તે સાધુ છે. બધા જીવોના પુણ્ય અને પાપ પૃથક પૃથફ છે, એવું જાણી જે બીજાને આ દુચરિત્રી છે” એમ કહે નહિ, અન્યને ક્રોધ થાય તેવાં વચન બોલે નહિ અને પોતાનો સ્વભાવ બીજા કરતાં ઊંચો છે એવું અભિમાન પણ ન કરે, તે સાધુ છે.
न परं वएज्जासि अयं कुसीले,
जेणऽन्ना कुप्पेज्ज न तं वएज्जा । जाणिय पत्तेयं पुण्णपावं, अत्ताणं न समुक्कसे जे स भिक्खू ।।
- સ. મ. ૨૦, . ૨૬-૨૮ पवेयए अज्जपयं महामुणी,
धम्मे ठिओ ठावयई परं पि । निक्खम्म वज्जेज्ज कुसीललिंग,
न यावि हासं कुहए जे स भिक्खू ।। न देहवासं असई असासयं।
सया चए निच्च हियट्ठियप्पा । छिदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ।।
-સ. સ. ૨૦, ના. ૨૦–ર मोणं चरिस्सामि समिच्च धम्म,
सहिए उज्जुकडे नियाणछिन्ने ।
જે મહામુનિ પરોપકારને માટે ઉપદેશ કરે છે, સ્વયં ધર્મમાં સ્થિત થઈને અન્યને પણ ધર્મમાં સ્થાપિત કરે છે, સંસારથી નીકળીને કુશીલ-લિંગને છોડી દે છે, હાસ્યજનક કુચેષ્ટાઓ કરતો નથી, તે ભિક્ષ છે
નિત્યહિતરૂપ સમ્યફ દર્શનાદિમાં સુસ્થિત રહેનાર સાધુ અશુચિમય, અશાશ્વત-નશ્વર દેહવાસને હંમેશા છોડી દે છે તથા જન્મ-મરણના બંધનને છેદન કરીને અપુનરાગમન નામની ગતિને પ્રાપ્ત કરે છે, તે ભિક્ષુ છે.
"ધર્મ સ્વીકારીને મુનિભાવનું આચરણ કરીશ”આ સંકલ્પ સાથે જે જ્ઞાન-દર્શનાદિ ગુણોથી યુક્ત રહે છે, આચરણ સરળ રાખે છે, જે નિદાનથી રહિત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org