SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ २६ चरणानुयोग-२ गामे - गामे एगरायं, नगरे-नगरे य पंचरायं दुइज्जते य जिइदिए जितपरीसहे निब्भओ, विऊ सचित्ताचित्तमीसकेहिं दव्वेहिं विरागंगते, संचयातो विरए, मुत्ते દુદ્દે, નિરવàનીવિય-મરળાસ-વિષ્વમુ∞, निस्संधं निव्वणं चरित्ते धीरे काएणं फासयंते, अज्झप्पज्झाणजुत्ते निहुए, एगे चरेज्ज धम्मं । -પ૪. સુ. ૨, મૈં. ૬, સુ. શ્ भिक्खुस्स लक्खणाई१६७२. निक्खम्ममाणाए बुद्धवयणे, निच्चं चित्तसमाहिओ भवेज्जा हत्थीण वसं न यावि गच्छे, पुढवी न खणे न खणावए, सीओदगं न अगणिसत्थं जहा सुनिसियं, वंतं नो पडियायइ जे स भिक्खू ।। भिक्षु लक्षण अनिलेण न वीए वीयावए, हरियाणि न छिंदे न छिंदावए । बीयाणि सया विवज्जयंतो, सच्चित्तं नाहारए जे स भिक्खू ।। Jain Education International पिए न पियावए I तं न जले न जलावए जे स भिक्खू ।। वहणं तस - थावराणं होइ, पुढवि तम्हा उद्देसियं न भुंजे, नो वि पए न पयावर जे स भिक्खू ।। रोइय नायपुत्तवयणे, अत्तसमे मन्नेज्ज छप्पि काए । पंच य फासे महव्वयाई, तण कट्ठ निस्सयाणं पंचासवसंवरे जे स भिक्खू ।। चत्तारि वमे सया कसाए धुवयोगी य हवेज्ज बुद्धवयणे अट्टणे निज्जायरूव-रयए, गिहिजोगं परिवज्जए जे स भिक्खू ।। I I सूत्र १६७२ તે અનગાર ગામડામાં એક રાત્રિ અને શહેરોમાં પાંચ રાત્રિ સુધી નિવાસ કરનાર, જિતેન્દ્રિય, પરીષહોને જીતનાર, નિર્ભય, વિદ્વાન, સચિત્ત અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં વૈરાગ્યવાન, સંગ્રહથી વિરત, મુકત, પરિગ્રહના ભારથી હળવો, આકાંક્ષા-રહિત, જીવન-મરણની આશાથી મુક્ત, સંધિ અને વ્રણરૂપ દોષથી રહિત ચારિત્રવાળો, ધૈર્યવાન, શરીરથી ચારિત્રનું પાલન કરનાર, સદા અધ્યાત્મ ધ્યાનથી યુક્ત, ઉપશાંત,એકલો અર્થાત્ રાગદ્વેષ રહિત થઈ ધર્મનું આચરણ કરે. ભિક્ષુનાં લક્ષણ : ૧૬૭૨. જે ભગવાનની આજ્ઞાથી દીક્ષા લઈને સર્વજ્ઞના વચનોમાં સદા પ્રસન્ન-ચિત્ત હોય છે તથા સ્ત્રીઓના પાશ-બંધનમાં જે જકડાતો નથી અને વમી દીધેલા ભોગને પાછા ભોગવવાની ઈચ્છા રાખતો નથી, તે ભિક્ષુ છે. જે પૃથ્વીકાયને સ્વયં ખોદે નહિ, બીજા પાસે ખોદાવે નહિ, કાચું પાણી (સચિત્ત પાણી) સ્વયં પીવે નહિ, બીજાને પીવડાવે નહિ,તીક્ષ્ણ શસ્ત્રની સમાન અગ્નિને સ્વયં બાળે નહિ, બીજા પાસે બળાવે નહિ, તે ભિક્ષુ છે. પંખા આદિ સાધનથી સ્વયં પવન નાખે નહિ, બીજા પાસે પવન નખાવે નહિ, વનસ્પતિ (હરિતકાય) નું સ્વયં છેદન કરે નહિ, બીજા પાસે છેદન કરાવે નહિ. તેમજ માર્ગમાં સચિત્ત બીજો પડ્યાં હોય તો તેને છોડીને ચાલે અને ભિક્ષા પણ સચિત્ત હોય તો ગ્રહણ કરે નહિ, તે ભિક્ષુ છે. ભોજન બનાવવામાં પૃથ્વી, તૃણ,કાષ્ઠને આશ્રિત રહેલા ત્રસ-સ્થાવર જીવોનો વધ થાય છે માટે જે સાધુ ઔદ્દેશિક આહારને ભોગવે નહિ તથા સ્વયં પકાવે નહિ, બીજાને પકાવવાનું કહે નહિ, તે ભિક્ષુ છે. જે જ્ઞાતપુત્રના વચનોને પ્રિય જાણીને છ:કાય ના જીવોને પોતાના આત્માની સમાન માને છે તથા પાંચ મહાવ્રતોને પૂર્ણ રૂપથી પાળે છે અને પાંચેય આશ્રવોનો નિરોધ કરે છે, તે ભિક્ષુ છે. જે સદા ચારે કષાયોને ત્યાગે છે તથા તીર્થંકરનાં વચનોમાં ધ્રુવયોગી હોય છે, સોનું,ચાંદી ઈત્યાદિ ધનને ત્યજી દે છે અને ગૃહસ્થોની સાથે અધિક સંસર્ગને ત્યજે છે, તે ભિક્ષુ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy