SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણાનુયોગ - ધર્મનો મૂળ આધાર છે આચાર'. આચારને જે જૈન પરિભાષામાં 'ચરણ '' કહેવામાં આવે છે. આચાર- ધર્મ સંબંધી વિધિ, કલ્પ, નિષેધ વગેરેનું સર્વાગી વિવેચન 'ચરણાનુયોગ’ નો વિષય છે. પ્રસ્તુત 'ચરણાનુયોગ” માં પાંચ ખંડ છે.- 1. જ્ઞાનાચાર 2 .દર્શનાચાર, 3. ચારિત્રાચાર 4, તપાચાર અને 5, વીચાર. જ્ઞાન-દર્શનની સાધના - આરાધના પણ આચારનું જ એક અંગ છે, આચારની પહેલાં વિચારની શુદ્ધતા | અને દૃઢતા માટે જ્ઞાન-દર્શનનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આથી જ્ઞાનાચાર- દર્શનાચારને સમજીને પછી ચારિત્રાચારનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ચારિત્રાચાર- સર્વાધિક મહત્વપૂર્ણ છે, વિશાળ પણ છે. પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચનમાતા, સામાચારી, સંધ- ગુણ- વ્યવસ્થા અને શ્રાવકધર્મ વગેરે સમસ્ત વિષય ચારિત્રાચારના અંગભૂત છે. તપોચારમા તપનું સર્વાગી સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું છે. વીર્યાચારમાં પણ બાલવીર્ય, પંડિતવીર્ય આદિના આગમગત સઘળા સંદર્ભો એક જ ગ્રંથરત્નાકરમાં સંગ્રહીત છે. પ્રસ્તુત ગ્રન્થમાં ઉક્ત પાંચ આચાર વિષયક આગમોમાં જ્યાં જ્યાં જે જે પાઠો સંદર્ભો મળે છે તે વિષયુક્રમે સંકલિત કરવામાં આવ્યા છે, તથા તેમનો સરળ ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. ટિપ્પણોમાં ઉક્ત પાઠો સાથે મળતાં આગમોના અન્ય પાઠો તુલનાત્મક દૃષ્ટિએ આપ્યા છે તથા ટીકા, ચૂર્ણી, ભાખ્ય આદિના આધારે તેમની વિશદ સમજતી પણ આપવામાં આવી છે.. આગમ સાહિત્યનું આ પ્રકારનું સુવ્યવસ્થિત સંકલન ઈતિહાસમાં પ્રથમવાર થયું છે. વાચકને સેંકડો ગ્રંથો ઉથલાવવાના બદલે એક જ ગ્રંથમાં સંપૂર્ણ વિષયનું વ્યવસ્થિત તથા પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. આ અત્યંત શ્રમસાધ્ય, માનસિક એકાગ્રતા તથા સતત અધ્યયન અનુશીલન દ્વારા નિષ્પન્ન ગ્રંથના સંપાદક છે - અનુયોગ- પ્રવર્તક ઉપાધ્યાય- પ્રવર પે. રત્ન મુનિશ્રી કન્ડેયાલાલજી મ. કમલ’ જ્ઞાનની ઉત્કટ અગાધ પિપાસા લઈને અહર્નિશ જ્ઞાનારાધનામાં તત્પર, જાગરૂકે પ્રજ્ઞા, સુક્ષ્મગ્રાહિણી મેધા, શબ્દ અને અર્થની તલસ્પર્શી ઊંડાઈ સુધી પહોંચીને નવા નવા અર્થનું અનુસંધાન અને વિશ્લેષણ કરવાની ક્ષમતા - આ પરિચય છે ઉપાધ્યાયપ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. 'કમલે’નો..! સાત વર્ષની નાની વયમાં વૈરાગ્ય જાગૃત થતાં ગુરુદેવ પૂજ્ય શ્રી ફતેહચંદજી મહારાજ તથા પ્રતાપચંદજી | મ, ના સાન્નિધ્યમાં અઢાર વર્ષની ઉંમરે દીક્ષા- ગ્રહણ, આગમ, વ્યાકરણ, કોશ, ન્યાય તથા સાહિત્યના વિવિધ અંગોનું ગંભીર અધ્યયન અને અનુશીલન આગમોની ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય સાહિત્યનું વિશેષ અનુશીલને. પછી અનુયોગ શૈલીથી વર્ગીકરણનો ભીષ્મ સંકલ્પ. 30 વર્ષની ઉંમરે અનુયોગ- વર્ગીકરણ કાર્ય પ્રારંભ. બીજરૂપે પ્રારંભ કરેલ અનુયોગ કાર્ય આજ અનુયોગના 8 વિશાળ ભાગોમાં લગભગ 6 હજાર પૃષ્ઠોની મુદ્રિત સામગ્રી રૂપે વિશાળ વટવૃક્ષની માફ ક શ્રુતસેવાના કાર્યમાં અદ્વિતીય અનુપમ કીર્તિમાન બની ગયું છે. : ગુરુદેવના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ : જન્મ : વિ.સં. 1970 રામનવમી) ચૈત્ર સુદી -9 જન્મ સ્થળ : કેકીન્દ (જસનગર), રાજસ્થાન. પિતા શ્રી ગોવિંદસિંહજી રાજપુરોહિત માતા ': શ્રી યમુનાદેવી | દીક્ષાતિથિ વિ.સં. 1988, વૈશાખ સુદી -. દીક્ષાસ્થળ : ધર્મવીરો-દાનવીરોની નગરી સરિાવ (રાજસ્થાન) | દીક્ષાદાતા ગુરુદેવશ્રી ફતેહચંદજી મું. તથા શ્રી પ્રતાપચંદજી મ, ઉપાધ્યાય પદ ; શ્રમણસંઘના વરિષ્ઠ ઉપાધ્યાય, સમ્પર્ક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩ Esta on tema anal org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy