________________
C.
_
આચાર” ના મુખ્ય પાંચ વિભાગો છે. ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર અને ૫, વીર્યાચાર. વર્ણનની દ્રષ્ટિએ ચારિત્રાચાર સહુથી વિશાળ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ (આઠ પ્રવચનમાતા)એટલાનું વર્ણન પ્રથમ ભાગમાં થઈ શક્યું છે. સંયમ, સમાચારી, સંઘવ્યવસ્થા, શ્રાવકાચાર વગેરે અનેક મહત્ત્વપૂર્ણ વિષયો બીજા ભાગમાં પ્રકાશિત થશે. સાથે જ ચરણાનુયોગની તુલનાત્મક વિસ્તૃત પ્રસ્તાવના, શબ્દસૂચિ, સંદર્ભ સ્થળોની નિર્દેશિકા આદિ બીજા ભાગમાં આપવામાં આવશે.
મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે જે વિષય આગમોમાં અનેક સ્થાનો પર આવ્યો છે ત્યાં એક આગમનો પાઠ મૂળમાં આપી બાકી આગમના પાઠો તુલના માટે ટિપ્પણોમાં આપવામાં આવે, જેથી તુલનાત્મક દ્રષ્ટિથી વાંચનારને તે ઉપયોગી બને. અનેક પાઠોના અર્થમાં ભ્રાંતિ થાય છે ત્યાં ટીકા, ભાષ્ય વગેરેની સહાય લઈને પાઠનો અર્થ પણ સ્પષ્ટ કરાયો છે, વ્યાખ્યાનો તફાવત પણ દર્શાવ્યો છે. કેટલાંક પાઠોની પૂર્તિ માટે વૃત્તિ, ચૂર્ણિ, ભાખ્ય વગેરેનો પણ ઉપયોગ કર્યો છે. પાઠોનો અર્થ સારી રીતે જાણી શકાય તે માટે મૂળની સામે જ બહુ જ સાવધાની પૂર્વક અર્થ ગોઠવેલ છે.
આ રીતે પૂરેપૂરી સાવધાની રાખી છે કે જે વિષય જ્યાં આવે ત્યાં પોતાની રીતે સંપૂર્ણ આવે. એટલા માટે તેના સમાન, પૂરક તથા ભાવસ્પષ્ટ કરનારા અન્ય આગમોના પાઠો પણ અંકિત કર્યા છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે આગમ જ્ઞાનમાં રુચિ, શ્રદ્ધા અને ભક્તિરાખનારા વાચકોને માટે આ ચરણાનુયોગતેમની જિજ્ઞાસાનેતૃપ્ત કરશે, જ્ઞાનની વૃદ્ધિ કરશે અને શ્રુત ભક્તિને અધિક સુદ્રઢ બનાવશે.
સંપાદિત સાહિત્યનું શુદ્ધ રૂપમાં મુદ્રણ હોય તે પણ પરમ આવશ્યક છે. અનુયોગ ગ્રંથોના શુદ્ધ અને સારી રીતે થયેલા મુદ્રણ કાર્યમાં શ્રીયુત શ્રીચંદ્રજી સુરાણા 'સરસ'નો પણ મહત્ત્વપૂર્ણ સહયોગ રહ્યો છે. અંતમાં આ મહાન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહયોગ આપનારા સર્વ સહયોગીજનો પ્રત્યે હાર્દિકભાવથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વિશેષ :
આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને સહયોગીઓની એ ભાવના હતી કે આનું ગુજરાતી. અનુવાદયુક્ત સંસ્કરણ પણ પ્રગટ થાય. તદનુસાર ધર્મકથાનુયોગના બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને આ ચરણાનુયોગનો પ્રથમ ભાગ વાચકોના હાથમાં છે. આનો ગુજરાતી અનુવાદ મહાસતી શ્રી મુક્તિપ્રભાજીએ કર્યો છે અને સંશોધન-સંપાદન ડૉ. રમણીકભાઈએ કહ્યું છે. બીજા ભાગનું કાર્ય ચાલુ છે. ગણિતાનુયોગનો ગુજરાતી અનુવાદ ડૉ. કનુભાઈ શેઠ તથા દ્રવ્યાનુયોગનો અનુવાદ મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજી, દિવ્યપ્રભાજી, અનુપમાજી કરી રહ્યા છે.
આગમ અનુયોગનું કાર્ય વ્યવસ્થિત રાખવા માટે સ્થાનકવાસી જૈન સંઘ નારણપુરાનો સહયોગ ધન્યવાદને પાત્ર છે . તથા આ કાર્યને વેગવંતુ બનાવવા માટે તથા ફંડ એકત્રિત કરવા માટે આગમ અનુયોગ ટ્રસ્ટના માનદ્દમંત્રીશ્રી જયન્તિભાઈ સંઘવીની સૂઝ સમજ અભિનંદનીય છે.
મારું સ્વાચ્ય હવે એટલું અનુકૂળ નથી રહેતું, છતાં શ્રી વિનયમુનિની પ્રબળ પ્રેરણાથી તથા શ્રી માંગીલાલ શર્મા વગેરેના પુરુષાર્થથી ગુજરાતી ભાષાન્તરના કાર્યમાં પ્રગતિ થઈ રહી છે તે સંતોષનો વિષય છે. શ્રી ગૌતમ મુનિ તેમજ પ્રવચન પ્રભાવનામાં શ્રી મિલન મુનિ અને સંજય મુનિ સેવા-સહકારમાં તત્પર છે.
*
જાજમ પર
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org