________________
પ્રિકાશકીય...
*
=
=
=
-
-
ભારતીય સંસ્કૃતિનું સર્વમાન્ય સૂત્ર છે ગર: પ્રચો ધર્મ: આચાર પ્રથમ ધર્મ છે. જૈન પરંપરામાં 'યાર પઢને મંજો આચાર પ્રથમ અંગ છે.- અંગનો અર્થ ધર્મશાસ્ત્ર તો છે જ, પરંતુ વ્યાપક અર્થમાં લઈએ તો - જીવનનું મુખ્ય અંગ પણ છે. ભારતીય આગમોમાં માનવતાનું જેટલું મહત્ત્વ કહેવાયું છે તેનાથી પણ ઘણું અધિક મહત્ત્વ સાધક-જીવનમાં આચાર ધર્મનું કહેવાયું છે.
પ્રાચીન જૈન પરંપરામાં ‘આચાર'ને માટે ચરણ” શબ્દનો પ્રયોગ થતો હતો. ચરણ એટલે ચરિત્ર, મનુષ્યના આચાર ધર્મની મર્યાદા, સંયમ-સાધનાનો વ્યવસ્થિત માર્ગ ચરણ છે.
જૈન શ્રુત જ્ઞાન- શાસ્ત્રોને ચાર અનુયોગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. ૧. ચરણાનુયોગ, ૨. ધર્મકથાનુયોગ, ૩. ગણિતાનુયોગ અને ૪. દ્રવ્યાનુયોગ. આ ચારે મૂળ અને હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત થઈ ચૂક્યા છે.
મૂળ અને હિન્દી અનુવાદની સાથે સાથે જ ગુજરાતી અનુવાદની યોજના અમલમાં મુકાઈ હતી અને તેમાં આ પૂર્વે ધર્મકથાનુયોગ ગુજરાતી ભાષાન્તર બે ભાગમાં પ્રકાશિત થઈ ચૂકેલ છે.
ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બે સૌથી અધિક મહત્ત્વપૂર્ણ અને વિશાળ ગ્રંથો છે. ચરણાનુયોગ ગ્રંથ મોટો છે એટલે વાચકોની સગવડ માટે તેને બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાંથી ચરણાનુયોગ મૂળ અને ગુજરાતી ભાષાન્તરનો પ્રથમ ભાગ પાઠકોની સેવામાં પ્રસ્તુત કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. બીજો ભાગ પણ શીધ્ર પ્રકાશિત કરીશું એવી અમને આશા છે.
અનુયોગ સંપાદન પ્રકાશનકાર્ય માટે ગુરૂદેવ ઉપાધ્યાય શ્રી કહૈયાલાલજી મ.સા. કમલ” એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે. આવા જીવનદાની શ્રુત-ઉપાસક સંત પ્રત્યે આભાર વ્યક્ત કરવો તે એક ઔપચારિકતા જ ગણાશે, આવનારી પેઢીઓ યુગ-યુગ સુધી તેમનો ઉપકાર યાદ કરીને શ્રુતનું બહુમાન કરશે તે જ તેઓ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા મનાશે. આ સાથે જ ગુરૂદેવશ્રીના પરમસેવાભાવી કાર્યદક્ષ શિષ્ય શ્રી વિનયમુનિજી વાગીશ” અને સ્થાનકવાસી જૈન સમાજનાં પ્રખ્યાત વિદુષી સ્વ. મહાસતીશ્રી ઉજ્જવલકુમારીજીના સુશિષ્યા મહાસતી શ્રી મુક્તિપ્રભાજી, મહાસતીશ્રી દિવ્યપ્રભાજી તથા તેઓની શ્રુતાભ્યાસી શિષ્યાઓની સેવા આ કાર્ય માટે સમર્પિત છે, આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પણ તેઓશ્રીએ જ કર્યો છે એ આપણા સહુનું અહોભાગ્ય છે.
I
:-::-_
R
Jain Education International
For Private & P1 Stral Use Only
www.jainelibrary.org