________________
ધર્માં કથાનુયાગ—મહાવોરતોÖમાં પૂરણ બાલ–તપસ્વી કથાનક : સૂત્ર ૩૫૫
પ્રદક્ષિણા કરીને, વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું—‘હે ભગવન્ ! મેં મારી પેાતાની જાને જ તમારો આશરો લઈને દેવેન્દ્ર, દેવરાજ શક્રને તેની શાભાથી ભ્રષ્ટ કરવા ધાર્યુ હતેા, ત્યારે તેણે અત્યંત ક્રોધિત થઈને મારો વધ કરવા માટે વા ફેંકયું. પરંતુ આપ દેવાનુપ્રિયનું ભલુ થાએ કે આપના પ્રભાવથી હું અકિલ, અવ્યથિત અને પરિતાપ પામ્યા સિવાય અહીં આવ્યા છું, અહીં' સમવસર્યા છું, સંપ્રાપ્ત થયા છું, અહીં` જ ઉપસ પન્ન થઈને વિહરુ છું. હે દેવાનુપ્રિય ! તમે મારા આ અપરાધને ક્ષમા કરે. એ માટે હું આપની પાસે ક્ષમા માંગુ છું. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવા યેાગ્ય છે. ફરીથી આવું કાર્યું હું નહીં” કરું.” આ પ્રમાણે કહીને મને વંદન-નમસ્કાર કર્યા, વંદન, નમસ્કાર કરીને ઉત્તર પૂર્વ દિગ્બાગ (ઈશાનકોણ)માં ગયા, જઈને-યાવત્–બત્રીસ પ્રકારની નાટ્યવિધિ દેખાડી અને પછી તે, જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં જ પાછા ચાલ્યા ગયા. ૩૫૫. હે ગૌતમ ! આ પ્રમાણે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને તે દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવાતિ અને દિવ્ય દેવ પ્રભાવ મળ્યા છે, પ્રાપ્ત થયા છે, સન્મુખ આવ્યા છે.
ચરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમની છે, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે સિદ્ધ થશેયાવત્~સ દુ:ખાના અંત કરશે. ૩૫૬. ‘હે ભદન્ત ! અસુરકુમાર દેવા સૌધ કલ્પ સુધી ઊંચે જાય છે તેનુ શું કારણ?” ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછયું.
ભગવાને ઉત્તર આપ્યા—હે ગૌતમ ! તત્કાળ ઉત્પન્ન થયેલ કે મરવાની તૈયારીવાળા દેવાને
આ આવા પ્રકારના આધ્યાત્મિક-યાવત્ત્વ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે “અહા ! અમે
આ દિવ્ય દેવ ઋદ્ધિ-યાવ-પ્રાપ્ત કરી છે, લબ્ધ કરી છે, અધિગત કરી છે તેવી જ દિવ્ય દેવઋદ્ધિ-યાવ-દેવેન્દ્ર, દેવરાજ શક્રને પણ પ્રાપ્ત થઈ છે, લબ્ધ થઈ છે. જેવી દેવેન્દ્ર
Jain Education International
For Private
૧૧૫
wwwww wwww
દેવરાજ શક્રને-યાવ-પ્રાપ્ત થઈ છે તેવી જ અમને પણ-યાવ-પ્રાપ્ત થઈ છે.
એટલા માટે આપણે જઈએ અને તે દેવેન્દ્ર દેવરાજ શક્રની પાસે પ્રગટ થઈએ અને તે દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્રારા સામે આણેલી દિવ્ય દેવ ઋદ્ધિ વગેરેને આપણે જોઈએ તથા દેવેન્દ્ર દેવરાજ શક્ર પણ આપણે સામે આણેલી -યાવન્-દિવ્ય દેવઋદ્ધિને જુએ. વળી દેવેન્દ્ર દેવરાજ શક્રે સામે આણેલી યાવત્-દિવ્ય દેવઋદ્ધિને આપણે જાણીએ અને દેવેન્દ્ર, દેવરાજ શક્ર પણ આપણે સામે આણેલી યાવત્-દિવ્ય દેવઋદ્ધિને વગેરેને જાણે.'
હે ગૌતમ ! એ કારણને લઈને અસુરકુમાર દેવાયાવત્–સૌધર્મ કલ્પ સુધી ઊંચે જાય છે.” “હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે.”
૨૧. મહાશુક્ર-દેવાના ભગવાન મહાવીર પાસે આગમન-પ્રસંગ
દેવાએ મન દ્વારા પ્રશ્ન પૂછ્યા અને મહાવીરે મનથી જ ઉત્તર આપવા
૩૫૭. તે કાળે, તે સમયે મહાશુક્ર નામના દેવલાકથી મહાસર્ગ (સ્વ) નામના માટા વિમાનથી માટી ઋદ્ધિવાળા-યાવતૂ-મહાપ્રભાવશાળી(ભાગ્યવાળા) બે દેવા શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભૂત થયા.
ત્યારબાદ તે દેવાએ શ્રમણ ભગવંત મહાવીરને મનથી જ વંદન, નમસ્કાર કર્યા તથા મનથી જ આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા−‘હે ભગવાન ! આપ દેવાનુપ્રિયના કેટલા સા શિષ્યા સિદ્ધ થશે-યાવત્–સર્વ દુ:ખનો અંત કરશે ?’
પ્રશ્નો
ત્યાર પછી તે દેવાએ મનથી જ પૂછ્યા પછી-શ્રમણ ભગવંત મહાવીરે પણ તે દેવાને તેઓના સવાલના જવાબો મનથી જ આપ્યા :—‘હે દેવાનુપ્રિયા ! મારા સાતસા શિષ્યા સિદ્ધ થશે–યાવત્–સર્વ દુ:ખાનો અંત કરશે.’
એ રીતે મનથી પૂછાએલ એવા શ્રમણ ભગવત મહાવી૨ે તે દેવાને તેઓના સવાલના
Personal Use Only
www.jainelibrary.or