SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ધમકથાનગ–મહાવીર-તીર્થ માં પૂરણ બાલ–તપસ્વી કથાનક : સૂત્ર ૩૫૪ ઉત્તર– હે ગૌતમ ! એક જ સમયે વજ. સૌથી થોડો ભાગ નીચે જાય છે, તેનાથી વિશેષાધિક ભાગ તીરછુ જાય છે અને તેનાથી પણ વિશેષાધિક ઉપર જાય છે.' પ્રશ્ન-“હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ શક્રનો નીચે જવાનો અને ઉપર જવાનો કાળ, તે બેમાં કયો કોનાથી અ૯પ છે, વધારે છે સરખો છે કે વિશેષાધિક છે? - ઉત્તર–“હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્રનો ઉપર જવાનો કાળ સૌથી સ્ટોક-થોડો છે અને તેનો નીચે જવાનો કાળ સંખ્યયગણો છે.” ચમરનું કથન પણ શક્રની સમાન જાણવું જોઈએ, પરંતુ એટલી વિશેષતા છે કે અમરનો નીચે જવાનો કાળ સૌથી થોડો છે અને ઊપર જવાનો કાળ સંખ્યયગણો છે. એજ પ્રમાણે વજની ગતિ વિષયમાં પૂછયુંઉત્તર–હે ગતમ! વજન ઊપર જવાનો કાળ સૌથી થોડો છે, અને નીચે જવાનો કાળ વિશેષાધિક છે. પ્રશ્ન-હે ભદન્ત ! વજ, વજાધિપતિ (શક્રેન્દ્ર) અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર, એ બધાના નીચે જવાના કાળ અને ઊંચે જવાના કાળમાંથી ક્યો કેનાથી અ૫ છે, વધારે છે, સરખો છે કે વિશેષાધિક છે? ઉત્તરહે ગૌતમ ! શક્રનો ઉપર જવાનો કાળ અને ચમરનો નીચે જવાનો કાળ એ બન્ને સરખા છે અને સૌથી થોડા છે. શુક્રનો નીચે જવાનો કાળ અને વજનો ઉપર જવાનો કાળ એ બન્ને સરખા છે અને સંખ્યયગણા છે. ચમરનો ઊંચે જવાનો કાળ અને વજનો નીચે જવાનો કાળ એ બન્ને પરસ્પર સરખા છે અને વિશેષાધિક છે. અમરેન્દ્રનું ભગવાન મહાવીર સમીપ પુનરાગમન૩પ૪. ત્યારબાદ વજુના ભયથી મુક્ત થએલો, દેવેન્દ્ર, દેવરાજ શક્ર દ્વારા અપમાનથી અપમાનિત થએલો, હણાયેલ માનસિક સંક૯પવાળો, ચિંતા અને શકરૂપ સમુદ્રમાં પ્રવેશેલ, મુખને હથેળી ઉપર ટેકવી રાખનાર, આર્તધ્યાનને પામેલ અને નીચે માંડેલ નજરવાળો ને અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, અમરચંચા નામની રાજધાનીમાં સુધમ સભામાં, અમર નામના સિંહાસન પર બેસી વિચાર કરે છે. ત્યારબાદ હણાએલ માનસિક સંક૯પવાળાથાવતુ-વિચારમાં પડેલા તે અસુરેન્દ્ર, અસુરરાજ ચમરને જોઈ સામાનિક સભામાં ઉત્પન્ન થએલ દેવોએ બને હાથ જોડી દસે આંગળીઓ વડે મસ્તક પર આવત અંજલિ રચતાં જયવિજય શબ્દોથી તેને વધાવ્યો અને વધાવીને તેને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિય ! તમે આજ હણાએલ માનસિક સંક૯પવાળા થઈ, ચિંતા અને શોકરૂપ સમુદ્રમાં ડૂબેલા, મુખને હથેળી ઉપર ટેકવી રાખી આર્તધ્યાનને પામીને અને નીચી નજર માંડીને શું વિચાર કરી રહ્યા છો? ત્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તે સામાનિક સભામાં ઉત્પન્ન થએલ દેવોને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયા ! વાત એમ છે કે મેં મારી પોતાની મેળે જ શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈ દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની શોભાથી ભાછ કરવા ધાર્યો હતો. ત્યારે તેણે અત્યંત ક્રોધિત થઈ મને મારવા માટે મારી પાછળ જ ફેક્યું. પરંતુ હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીરનું ભલું થાઓ, કે જેના પ્રભાવથી હું અકિલષ્ટ રહ્યો છું, અવ્યથિત-પીડા વિનાનો રહ્યો છું તથા પરિતાપ પામ્યા સિવાય અહીં આવ્યો છું, અહીં સમવસર્યો છું, સંપ્રાપ્ત થયો છું અને અહીં જ ઉપસંપન્ન થઈને વિહરું છું. માટે હે દેવાનુપ્રિયો ! આપણે બધા જઈએ અને શ્રમણ ભગવંતે મહાવીરને વંદન-નમસ્કાર કરીએવાવ તેની પર્યપાસના કરીએ.’ આ પ્રમાણે કહી તે, ચોસઠ હજાર સામાનિક દેવ સાથે-વાવ-સર્વ ઋદ્ધિપૂર્વક-યાવ-જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ હતું, જ્યાં હું હતો ત્યાં આવ્યો, આવીને ત્રણવાર મારી આદક્ષિણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy