________________
૧૦૨
www
કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, બાલાવીને તેણે આ પ્રમાણે પૂછયું—‘ હે દેવાનુપ્રિયા ! આ બાલિકા કેાની છે ? તથા તેનુ નામ શું છે?'
ત્યારે તે કૌટુબિક પુરુષાએ બે હાથ જોડી આવત પૂર્વક મસ્તક પર અંજલિ રચી વૈશ્રમણ રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું —‘હે સ્વામિનૢ ! રૂપ, યૌવન અને લાવણ્યમાં શ્રેષ્ઠ અને શ્રૃોષ્ઠ શરીરવાળી તે દત્ત સાથૅવાહની પુત્રી, કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા, દેવદત્તા નામની બાલિકા છે.’ ૩૨૭. ત્યાર પછી તે વૈશ્રમણ રાજાએ અશ્વક્રીડા કરી પાછા ફરી આભ્યંતર સભાના પુરુષાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું કે ‘હે દેવાનુપ્રિયા ! તમે લેાકી જાઓ અને દત્ત સાથે - વાહની પુત્રી, કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા, દેવદત્તા નામની બાલિકાની યુવરાજ પુષ્પન’દીની ભાર્યા રૂપે માંગણી કરો. જો તે રાજ્યના શૂલ્કવાળી હાય તેા પણ અર્થાત્ આપણું રાજ્ય આપીને પણ તેને પ્રાપ્ત કરવા યાગ્ય છે.’
ત્યારબાદ તે આભ્યંતર સભાના પુરુષાએ વૈશ્રમણ રાજાની આ આશા સાંભળી હું”-તુષ્ટ થઈ બે હાથ જોડી આવતા પૂર્વક મસ્તક પર અંજલિ રચી ‘સ્વામિ ! જેવી આશા' આ પ્રમાણે કહી વિનયપૂર્વક આશા-વચનાના સ્વીકાર કર્યા, સ્વીકાર કરી સ્નાન યાવત્–શુદ્ધ (ઉજવલ), પ્રસંગને અનુરૂપ ઉત્તમ વસ્ત્રો પહેરી કૌટુંબિક પુરુષાથી પરિવેષ્ટિત બની જ્યાં દત્ત સાથૅવાહનુ ઘર હતું ત્યાં આવ્યા.
ત્યારે તે દત્ત સાથૅવાહે તે આભ્ય તર સભાના પુરુષાને પાતાની તરફ આવતા જોયા, જોઈને તે હૃષ્ટ-તુષ્ટ થઈ આસન પરથી ઊભા થયા. આસન પરથી ઊભા થઈ સાત-આઠ પગલાં સામે ગયા અને તેમને આસન ગ્રહણ કરવાનું નિમ ંત્રણ કર્યું. નિમ ંત્રિત કર્યા પછી જ્યારે તે પુરુષ આશ્વસ્ત થયા, વિશ્વસ્ત થયા, અને સુખપૂર્વક આસન પર બેઠા ત્યારે તેણે તેમને આ પ્રમાણે કહ્યુ` કે- હે દેવાનુપ્રિયા !
Jain Education International
ધર્મ યાનુયાગ—મહાવીર-તીર્થમાં દેવદત્તા કથાનક : સૂત્ર ૩૨૮
wwwwwwwˇˇˇˇˇˇˇˇˇˇˇ
મને આજ્ઞા આપા, તમારે આવવાનું શુ
પ્રત્યેાજન છે?’
ત્યારે તે રાજપુરુષાએ તે દા સાવાહને આ પ્રમાણે કહ્યુ કે‘હે દેવાનુપ્રિય ! અમે તમારી પુત્રી, કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા, દેવદત્તા નામની બાલિકાને પુષ્પનંદી યુવરાજની ભાષરૂપે માગણી કરીએ છીએ. તેથી હે દેવાનુપ્રિય ! જો આપ આ પ્રાથનાને ઉચિત સમજતા હા, યાગ્ય સમજતા હા, શ્લાઘનીય સમજતા હા, વરવધૂના એ સાગ અનુરૂપ સમજતા હેતા પુષ્પનંદી યુવરાજ માટે દેવદત્તા બાલિકાને આપા અને હે દેવાનુપ્રિય ! આપ બતાવા કે અમે તેને માટે શું શૂલ્ક ( મૂલ્ય ) ઉપહાર આપીએ?’
For Private
ત્યારે તે દત્ત સાથૅવાહે તે આભ્ય તર સભાના પુરુષાને આ પ્રમાણે કહ્યું કે-‘ હે દેવાનુપ્રિયા ! મારા માટે એ જ શૂલ્ક છે કે વૈશ્રમણદત્ત રાજા મારી પુત્રીને ગ્રહણ કરવાનુ અંગીકાર કરે છે.' આ પ્રમાણે કહીને તે આભ્યંતર સભાના રાજપુરુષાના વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલકારાથી સત્કાર કર્યા, સન્માન કર્યું, સત્કાર કરી–સન્માન કરી તેમને વિદાય કર્યા.
ત્યાર પછી તે આભ્યંતર સભાના પુરુષા જ્યાં વૈશ્રમણદા રાજા હતા ત્યાં આવ્યા અને વૈશ્રામણદત્ત રાજાને તે સર્વ વૃત્તાંત વિસ્તારકહી સાંભળાવ્યા.
૩૨૮. ત્યાર પછી તે દા ગાથાપતિએ કોઈ એક ઉત્તમ તિથિ, કરણ, દિવસ અને મુહૂર્ત જોઈને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભેાજન તૈયાર કરાવ્યું, તૈયાર કરાવી મિત્રો, જ્ઞાતિજના, સ્વજના, સંબંધીઓ અને પરિચિતાને આમંત્રિત કર્યા. સ્નાન બલિક કૌતુક-મંગલ પ્રાયશ્ચિત કરી સુખપૂર્વક શ્રેષ્ઠ આસન પર બેસી તે મિત્રો, શાતિજના, નજીકના સંબંધીઓ, સ્વજના અને પરિજનાની સાથે તે વિપુલ અશન, પાન ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર
Personal Use Only
www.jainelibrary.org