________________
ધર્મકથાનુયોગ-મહાવીર–તીર્થમાં શકટ કથાનક : સૂત્ર ૨૫૭
૧૩ શકટ કથાનક
૨૫૩. પશ્ચાતુ મહાબળ રાજાએ અભગ્નસેન ચોર
સેનાપતિને આ પ્રમાણે (પહેલાં વર્ણન કર્યા પ્રમાણે) મારી નાખવાની આજ્ઞા આપી.
ઉપસંહાર ૨૫૪. આ પ્રમાણે હે ગૌતમ ! અગ્નિસેન ચાર
સેનાપતિ પૂર્વજન્મ કૃત પુરાતન દુર્શીર્ણ દુપ્રતિક્રાત અશુભ પાપકર્મોના અશુભ પાપમય વિપાકેદય વિશેષને અનુભવ કરતો સમય વ્યતિત કરી રહ્યો છે. અનસેનની આગામી ભવની કથા૨૫૫. “હે ભદન્ત ! મરણ સમયે મરણ પામીને
અભસસેન ચોર સેનાપતિ કયાં જશે ? કયાં ઉતપન્ન થશે?” ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું. ભગવાને ઉત્તર આપતા કહ્યું-“હે ગૌતમ અભગ્નસેન ચોર સેનાપતિ સાડત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવીને આજે દિવસના ત્રીજા પ્રહરના અંત વખતે શુળી પર છિન્ન-ભિન્ન થઈને મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની આયુષ્યવાળા નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે.
ત્યાર બાદ તે ત્યાંથી નીકળીને સીધો આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરતા આદિ પહેલા અધ્યયનમાં કહ્યું છે તે પ્રમાણે યાવત્ વાયુ, તેજ, જળ, પૃથ્વીકાય જીવોમાં લાખો વાર ઉત્પન્ન થતો વારંવાર તેમાં જ ઉત્પન્ન થશે.
ત્યાર બાદ ત્યાંથી છૂટીને વારાણસીનગરીમાં સૂવર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે સુવરનો શિકાર કરનાર વડે મરાઈ જઈ તે જ વારાણસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે બાળભવથી મુક્ત થઈ આદિ પ્રથમ અધ્યયનમાં કરેલા વર્ણન પ્રમાણે અંત કરશે એમ અહીં સમજવું.
સાહંજનીમાં સાર્થવાહ પુત્ર શકટ– ૨૫૬. તે કાળે અને તે સમયે વૈભવ સંપન્ન, સ્વ
પર–ચક્ર ભયથી મુક્ત અને ધન-ધાન્યથી સમૃદ્ધ સાહંજની નામે એક નગરી હતી.
તે સાહંજની નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં) દેવરમણ નામે ઉદ્યાન હતું.
ત્યાં અમેઘ નામે યક્ષનું એક પુરાણું યક્ષાયતન હતું.
તે સાહંજની નગરીમાં મહાચન્દ્ર નામે રાજા હતો, જે મહાહિમવાનું, મલય, મંદર આદિ પર્વત સમાન તેમ જ અન્ય રાજાઓની સરખામણીમાં મહા પ્રતાપી હતો.
તે મહાચન્દ્ર રાજાને સુષેણ નામે એક અમાત્ય–મંત્રી હતો, જે સામ-ભેદ-દડ-દાન નીતિના પ્રયોગ અને વિધિઓનો જાણકાર, ન્યાયવિજ્ઞ અને નિગ્રહ-શાસન કરવામાં નિપુણ હતો.
તે સાહંજની નગરીમાં સુદર્શન નામની એક ગણિકા રહેતી હતી. તેનું વર્ણન આગળના અધ્યયનમાં આવતી કામધ્વજા ગણિકાની જેમ અહીં જાણવું.
તે સાહંજની નગરીમાં સુભદ્રા નામે એક સાર્થવાહ રહેતો હતો, જે ધનાઢય હતો. આદિ વર્ણન પહેલાંની જેમ અહી જાણવું.
તે સુભદ્ર સાર્થવાહની નિર્દોષ તેમ જ પંચેન્દ્રિયથી પરિપૂર્ણ શરીરવાળી ભદ્રા નામે ભાય હતી.
તે સુભદ્ર સાર્થવાહનો પુત્ર, ભદ્રાભાર્યાનો આત્મજ શકટ નામે એક બાળક હતો જે નિર્દોષ તેમ જ પંચેન્દ્રિયો યુક્ત શરીરવાળો હતો.
મહાવીર સમવસરણમાં શકટની પૂર્વભવ કથા૨૫૭. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
સાહંજની નગરીમાં પધાર્યા. દર્શનાર્થે જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org