________________
ધર્મ કયાનુયાગ—મહાવીર–તોર્થમા ઉજિઝતા કથાનક : સૂત્ર ૨૨૨
~~~~~~~~~~~~~~~wwwm
પતિતા-પુત્રજન્માવ, સૂર્ય-ચંદ્ર દર્શન, જાગરણ કર્યું.
ત્યાર બાદ તે બાળકના માતા-પિતાએ અગિયાર દિવસ પૂરા થતાં બારમે દિવસે તેનું આ અને આ પ્રમાણે ગૌણ-ગુણ સંબંધિત, ગુણનિષ્પન્ન નામકરણ કર્યું, “કેમકે ઉત્પન્ન થતાં જ અમે આ બાળકને નિર્જન સ્થાને આવેલા ઉકરડા પર ફેંકાવી દીધા હતા તેથી અમારા આ બાળકનું નામ ‘ ઉજિઝનક’ હો.’’
તદનન્તર તે ઉજિઝતક બાળક ક્ષીરધાત્રી, મજ્જનધાત્રી, મડનધાત્રી, ક્રીડાપનધાત્રી અને
કધાત્રી આમ પાંચ ધાયમાતાઓની દેખરેખમાં દૃઢપ્રતિશની જેમ યાવત્ નિર્વાંત, નિર્વ્યાઘાત, ગિરિકન્દરા (પર્વતની ગુફા)માં આવેલા ચંપકવૃક્ષની જેમ સુખપૂર્વક માટો થવા લાગ્યા.
વિજય મિત્રનું લવણ સમુદ્રમાં મરણ— ૨૨૨. તદનન્તર કાઈ એક સમયે વિજયમિત્ર સાથે - વાહ ગણિમ-ગણીને વેચવામાં આવતી વસ્તુઓ, ધરિમ—તાળીને વેચવામાં આવતી વસ્તુઓ, મેય-માપીને વેચવામાં આવતી વસ્તુઓ અને પરિચ્છેદ્ય-જેના ક્રય-વિક્રય ભાગ કરીને કરવામાં આવતા હાય, તેવી ચારેય પ્રકારની વેચવા યેાગ્ય વસ્તુઓ લઈને પાતવહન-નૌકા દ્વારા લવણ સમુદ્રમાં ઊપડયો.
તત્પશ્ચાત્ લવણ સમુદ્રમાં જહાજ તૂટી જવાથી જેની બધી બહુમૂલ્ય વસ્તુઓ જળમગ્ન થઈ ગઈ તેવા તે વિજયમિત્ર અરક્ષિત અને અશરણ, આશ્રયરહિત થઈને કાળધર્મ પામ્યા, મરણ પામ્યા.
ત્યારબાદ જેવા અનેક ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સાથૅવાહ આદિએ લવણ સમુદ્રમાં જહાજ તૂટી જવાના અને મૂલ્યવાન વસ્તુઓ પાણીમાં ડૂબી જવાના તેમજ વિજયમિત્ર સાથે વાહના મરણના સમાચાર
સાંભળ્યા અને તે જ સમયે હાથવગાં શેષ
Jain Education International
For Private
ટ
wwwww
મૂલ્યવાન આભૂષણા આદિ લઈને એકાન્ત સ્થાને ચાલ્યા ગયા, છુપાઈ ગયા.
ત્યાર બાદ તે સુભદ્રા સાથે વાહીએ લવણસમુદ્રમાં વહાણ સંકટમાં સપડાયાના, મૂલ્યવાન વિક્રય યાગ્ય વસ્તુએ ડૂબી જવાના અને વિજયમિત્ર સાથૅવાહ કાળધર્મ પામ્યાના-મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળ્યા અને સાંભળતાં જ પતિવિયેાગજન્ય મહાન શાકથી દુ:ખી થઈને કુહાડી વડે કાપવામાં આવેલા ચ'પક વૃક્ષની જેમ ધડામ દઈને જમીન પર ઢળી પડી.
ત્યારે બાદ થે।ડી ક્ષણે પછી જ્યારે તે સુભદ્રા સાવાહી આશ્વસ્ત થઈ ભાનમાં આવી ત્યારે અનેક મિત્રો, જ્ઞાતિજના, સ્વજન સંબધીઓ અને પરિજના વડે પ્રેરાઈને રુદન કરતી, આક્રન્દ અને વિલાપ કરતી તેણે વિજયમિત્ર સાવાહની મૃત્યુ સંબધી લૌકિક ક્રિયાઓ કરી.
ત્યારબાદ કોઈ એક સમયે લવણસમુદ્રમાં ગમન, સા વિનાશ, પાતવિનાશ અને પતિના મરણ વિશે વિચારતી તે સુભદ્રા સાર્થવાહી કાલધર્મ પામી, મરી ગઈ.
સુભદ્રા સાવાહીના મરણ પછી ઉઅિતકનુ ઘરેથી નિષ્કાસન—
૨૨૩. તત્પશ્ચાત્ તે નગરરક્ષકાએ સુભદ્રા સાર્થવાહીના મરણ વિશે જાણીને ઉજ્જિનક બાળકને તેના પાતાના ઘરમાંથી ભગાડી મૂકયો, અને તે ઘર કોઈ બીજાને આપી દીધું.
ત્યારે તે બાળક ઘરમાંથી કાઢી મૂકાયા પછી વાણિજ્યગ્રામ નગરના શૃંગાટકા, ત્રિકા, ચતુષ્કા, ચત્વો, પાનગૃહો, શરાબના અડ્ડાએમાં ઇચ્છાનુસાર ફરવા લાગ્યા.
તદનન્તર તે અનપહટ્ટક (જેને ઈ રોકનાર નથી), નિવારક (જેને કોઈ કહેનાર નથી તેવા) ઉજિઝતક સ્વચ્છંદતિ તેમ જ સ્વેચ્છાચારી
બનીને મદ્યપાન, ચૌક, દ્યૂતકમ, વેશ્યાગમન, પરસ્ત્રીંગમનમાં આસક્ત-લિપ્ત થઈ ગયા.
Personal Use Only
www.jainelibrary.org